હસ્તરેખા / આંગળી પરનાં ચક્ર 'ધનલાભ' સૂચવે છે, ભાગ્યશાળી લોકોના હાથમાં દક્ષિણાવર્ત ચક્ર વિશેષ હોય છે

palmistry : wheel on the finger indicates wealth

Divyabhaskar.com

Jul 18, 2019, 11:22 AM IST

ધર્મ ડેસ્ક. આંગળીના અગ્ર ભાગ ઉપર ગોળાકાર ચિહ્ન હોય છે તેને હસ્તરેખાશાસ્ત્રમાં ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. આ ચક્ર બે પ્રકારના હોય છે. એક દક્ષિણાવર્ત (જમણી બાજુ તરફનું મુખ ધરાવનાર) અને બીજું વામાવર્ત, એટલે કે: (ડાબી બાજુ તરફ મુખ ધરાવનાર) (જુઓ આકૃતિ) ભાગ્યશાળી વ્યક્તિઓના હાથમાં અંગુલિ પર દક્ષિણાવર્ત ચક્ર વિશેષ સ્વરૂપે જોવા મળે છે. જેના કારણે તેમના જીવનમાં, વિવિધ પ્રકારે ધનનું ઉપાર્જન સરળ અને સહજ રીતે થતું જોવા મળે છે. જેમ કે......

વડીલોપાર્જિત ધન: જે વ્યક્તિના અંગૂઠાના અગ્ર ભાગ ઉપર ચક્રનું ચિહ્ન હોય અને તે દક્ષિણાવર્ત મુખ ધરાવનાર હોય, સાથે સાથે અંગૂઠાના અગ્ર ભાગ ઉપર યવનું ચિહ્ન આવેલ હોય તો, તેવી વ્યક્તિ ભાગ્યશાળી પુરવાર થાય છે. તેમને ખાસ કરીને, દાદા અને પિતા તરફથી ધનની પ્રાપ્તિ વારસાગત રીતે અવશ્ય થાય છે.

મિત્રો દ્વારા ધનલાભ: જે વ્યક્તિની તર્જની (પ્રથમ આંગળી)ના અગ્ર ભાગ ઉપર દક્ષિણાવર્ત ચક્રનું ચિહ્ન આવેલું હોય, તેવી વ્યક્તિને પોતાના અંગત મિત્રોના કારણે અપેક્ષિત ધનલાભ સરળતાથી થઇ શકે છે.

દેવકૃપા થકી ધનલાભ: કોઇપણ વ્યક્તિની હથેળીમાં મધ્યમા અંગુલિ (બીજી આંગળી)ના અગ્ર ભાગ ઉપર ચક્રનું ચિહ્ન (દક્ષિણાવર્ત) આવેલ હોય તો, તેવી વ્યક્તિને જીવનમાં દેવપૂજા, દેવાલય પર અધિકાર, યજ્ઞ-યાગ વગેરે દ્વારા ધનલાભ અવશ્ય થાય છે.

(અનિલ કે. ભટ્ટ, હસ્તરેખાશાસ્ત્ર)

X
palmistry : wheel on the finger indicates wealth

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી