આંગળીઓનો પ્રભાવ / મધ્યમા આંગળી જાડી, લાંબી અને મજબૂત હોય તો, મન ઉપર કોઇ પણ બાબતની ત્વરિત અસર થાય

palmistry : Middle finger favorable-evil result

Divyabhaskar.com

Aug 10, 2019, 10:51 AM IST

ધર્મ ડેસ્ક. હસ્તરેખા શાસ્ત્રમાં આંગળીઓનો પ્રભાવ અનન્ય છે. આ સંદર્ભમાં મધ્યમા (શનિની આંગળી) જીવનમાં કઇ રીતે અસરકર્તા બને છે તે જોઇએ. હથેળીમાં તર્જની આંગળીના સમીપમાં બીજી આંગળીને મધ્યમા અથવા શનિની આંગળી કહે છે. મધ્યમા આંગળી બહુ જાડી, લાંબી અને મજબૂત હોય તો, મનુષ્યના મન ઉપર કોઇપણ બાબતની ત્વરિત અસર થાય છે.

આ પ્રકારની વ્યક્તિ અલ્પ કલ્પનાશક્તિ ધરાવનાર, ભાગ્ય ઉપર આધાર રાખનાર અને જલદીથી ભયભીત થનાર હોય છે. ઉપર જણાવ્યા પ્રમાણેની આંગળી હોય અને સાથે સાથે, શનિનો પર્વત પણ અધિક ઉઠાવદાર હોય તો, આ પ્રકારની વ્યક્તિમાં સહનશીલતાનો બિલકુલ અભાવ જોવા મળે છે. મધ્યમા આંગળી પૂર્ણ જાડી અને ભરેલી (ઉઠાવદાર) હોય તો, તે વ્યક્તિ અતિશય ગંભીર પ્રકૃતિ ધરાવનાર બની રહે છે. આ મધ્યમા આંગળી જો પ્રમાણ કરતાં અધિક લાંબી જણાતી હોય તો, આ વ્યક્તિ વધારે પડતો દૂરદર્શી બની રહે છે.

સાહસિક નિર્ણયોમાં આ બાબત અવરોધક બની રહે છે. મધ્યમા આંગળી ચોરસ આકારની હોય તો તે માણસ ગણિતશાસ્ત્રમાં પારંગત થાય છે. મધ્યમા આંગળી સામાન્ય રીતે ચપટી હોય છે પરંતુ તેનો અધિક ચપટી દેખાતી હોય તો, આ વ્યક્તિ શંકાશીલ બની રહે છે. છતાં, તેનામાં શારીરિક અને માનસિક સ્ફૂર્તિ વિશેષ હોય છે. આ આંગળી જો અર્ધવર્ધ ર્તુળાકાર હોય તો, આવી વ્યક્તિમાં કલ્પનાશક્તિ સારી હોય છે.

X
palmistry : Middle finger favorable-evil result

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી