હસ્તરેખા/ / ગુરુનો પર્વત ઊંચો, ઉઠાવદાર હોય અને આંગળીઓ ચોરસ હોય તે વ્યક્તિ શિલ્પી બની શકે

palmistry : A person's palm can also be traced to his business

Divyabhaskar.com

Aug 22, 2019, 10:28 AM IST

ધર્મ ડેસ્ક (અનિલ કે. ભટ્ટ). હથેળીમાં રહેલા વિવિધ ચિહ્નો, રેખાઓ અને પર્વતો દ્વારા વ્યક્તિગત વ્યવસાય પણ જાણી શકાય છે. ગત સપ્તાહમાં હસ્તરેખા દ્વારા વિવિધ વ્યવસાયલક્ષી ચર્ચા કરેલી તે સંદર્ભમાં કેટલાક વિશેષ વ્યવસાય અંગેનું નિરૂપણ પ્રસ્તુત આ લેખમાં થયેલું છે.

પરિચારિકા-નર્સ: જે સ્ત્રીનો હાથ ગોળ, પાતળો અને ચપટો હોય, હથેળી દૃઢ હોય બુધના પર્વત ઉપર ત્રણથી ચાર ઊર્ધ્વ રેખાઓ આવેલી હોય, તેમજ, શુક્ર અને ચંદ્રના પર્વત ઉઠાવદાર હોય તો તેવી સ્ત્રી નર્સનો વ્યવસાય કરી શકે છે.

મિકેનિક-એન્જિનિયરઃ જે વ્યક્તિની આંગળીઓના અગ્ર ભાગ મોટા, જાડા હોય, અંગૂઠો ટૂંકો હોય, હાથ કઠણ હોય, આંગળીઓ ગોળ, પાતળી અને ચપટી
હોય, હથેળી પહોળી હોય, તથા ગ્રહોના પર્વત ચપટા અને સપાટ હોય તો તેવી વ્યક્તિ મિકેનિક કે એન્જિનિયર બની શકે છે.

શિલ્પી (કારીગર) : જે વ્યક્તિના હાથમાં ગુરુનો પર્વત અધિક ઊંચો અને ઉઠાવદાર હોય, આંગળીઓ ચોરસ હોય, સૂર્યની આંગળી સીધી અને લાંબી હોય, સૂર્યરેખા સ્પષ્ટ દેખાતી હોય, ચંદ્રનો પર્વત પણ ઊંચો અને ઉઠાવદાર હોય તો તેવી વ્યક્તિ શિલ્પી બની શકે છે.

અધિકારી તથા ઓફિસર: જે માણસના ડાબા હાથની આંગળીઓ કરતાં જમણા હાથની તર્જની ઉત્તમ હોય અને હાથમાં મંગળનું મેદાન અધિક ઊંચું હોય તે માણસ, કોઇ પણ ક્ષેત્રમાં અધિકારી પદ ભોગવે છે.

ગણિત શાસ્ત્રજ્ઞ: જે માણસના હાથની આંગળીઓ ચોરસ, લાંબી અને ગાંઠવાળી હોય, હથેળી પાતળી હોય, મસ્તક રેખા, લાંબી સીધી અને ઊંડી હોય તે માણસ ગણિત વિષયમાં પારંગત પુરવાર થાય છે.

X
palmistry : A person's palm can also be traced to his business
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી