હસ્તરેખા / વ્યક્તિની હસ્તરેખાથી તેનો વ્યવસાય જાણી પણ શકાય છે

palmistry : A person's palm can also be traced to his business

  • બુધનો પર્વત ઉઠાવદાર હોય અને તેના પર ત્રણ સીધી રેખાઓ આવેલી હોય તો જાતક ડોક્ટર બની શકે
  • આંગળીના અગ્રભાગ મોટા હોય અને સૂર્યની રેખા ઉત્તમ હોય તો તેવી વ્યક્તિ પશુ કિત્સક બની શકે

Divyabhaskar.com

Aug 16, 2019, 11:17 AM IST

ધર્મ ડેસ્ક (અનિલ કે. ભટ્ટ). હથેળીમાં રહેલા વિવિધ ચિહ્નો, રેખાઓ અને પર્વતો દ્વારા વ્યક્તિગત વ્યવસાય પણ જાણી શકાય છે જેમ કે વૈદ્ય, ડોક્ટર, હકીમ કમ્પાઉન્ડર વગેરે જે વ્યક્તિની હથેળીમાં બુધનો પર્વત અધિક ઉઠાવદાર હોય અને તેના પર ત્રણ અથવા તેથી અધિક સીધી રેખાઓ આવેલી હોય, (જુઓ આકૃતિ-1) અને હાથની આંગળીઓ ગોળ, પાતળી અને ચપટી હોય તેમજ, અંગૂઠો દૃઢ જણાતો હોય, તેવી વ્યક્તિ વ્યવસાયથી વૈદ્ય, ડોક્ટર વગેરે બની શકે છે.

કોઇ ખાસ રોગના ચિકિત્સક (સ્પેશિયાલિસ્ટ) જે વ્યક્તિની હથેળીમાં સૂર્ય રેખા સ્પષ્ટ અને ઉઠાવદાર હોય, બુધનો પર્વત અધિક ઊંચો અને સ્પષ્ટ દેખાતો હોય અને તેના પર ઊભી ત્રણ રેખાઓ આવેલી હોય, મસ્તક રેખા ઉત્તમ હોય તો એવી વ્યક્તિ, કોઇ ખાસ રોગના સ્પેશિયલિસ્ટ બની શકે છે.

સર્જન-ડોક્ટર શસ્ત્ર ક્રિયા કરનાર જે વ્યક્તિની હથેળીમાં મંગળ તથા બુધના પર્વત અધિક ઊંચા અને ઉઠાવદાર હોય, આંગળીઓ ગોળ, પાતળી અને લાંબી હોય, હથેળી દૃઢ હોય અને બુધના પર્વત ઉપર ત્રણથી ચાર ઉર્ધ્વરેખાઓ આવેલી હોય અને, વિશેષમાં મસ્તક રેખા અને સૂર્ય રેખા ઊંડી અને સ્પષ્ટ જણાતી હોય તો તે વ્યક્તિ સર્જન (શસ્ત્રક્રિયા કરનાર) બની શકે છે.

વેટરનરી સર્જન-(પશુ ચિકિત્સક) જે વ્યક્તિની હથેળી કઠણ હોય, આંગળીના અગ્રભાગ મોટા હોય અને સૂર્યની રેખા ઉત્તમ હોય તો તેવી વ્યક્તિ પશુ ચિકિત્સક-વેટરનરી સર્જન બની શકે છે.

X
palmistry : A person's palm can also be traced to his business

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી