હસ્તરેખા / 6 આંગળીવાળી વ્યક્તિ બુદ્ધિશાળી અને ભાગ્યશાળી હોય છે, એક રિસર્ચ મુજબ તેનું દિમાગ ઝડપથી કામ કરે છે

palmistry 6 finger man work faster than other person

Divyabhaskar.com

Jun 07, 2019, 11:19 AM IST

ધર્મ ડેસ્ક : હસ્તરેખા જ્યોતિષ અને સામુદ્રિક શાસ્ત્ર મુજબ છ આંગળીવાળી વ્યક્તિને ભાગ્યશાળી માનવામાં આવે છે. અમુક હાથમાં તે ટચલી આંગળી પાસે હોય છે તો અમુક હાથમાં તે અંગૂઠા સાથે જોડાયેલ હોય છે. આ બન્ને સ્થિતિને શુભ માનવમાં આવે છે. હાથ ઉપરાંત અમુક વ્યક્તિના પગમાં પણ છ આંગળી હોય છે. જેને પણ શુભ માનવમાં આવે છે.

આવી વ્યક્તિ જેની સાથે રહે છે તેને ફાયદો થાય છે. જર્મનીની યુનિવર્સિટી ઓફ ફ્રિબર્ગ એન્ડ ઈમ્પીરિયલ કોલેજના તાજેતરના રિસર્ચમાં એ વાત સામે આવી છે કે જે વ્યક્તિને હાથ અને પગમાં છ આંગળી હોય તે સામાન્ય વ્યક્તિની સરખાણીમાં કામને સારી રીતે કરી શકે છે. તેઓનું દિમાગ પાંચ આંગળીવાળી વ્યક્તિની સરખાણીમાં વધારે ઝડપથી ચાલે છે. સાથે તેઓ કામમાં પણ સારું સંતુલન બનાવી રાખે છે.


800માંથી એક વ્યક્તિને હોય છે 6 આંગળી


શોધકર્તાઓનું કહેવું છે કે હાથ કે પગમાં વધારાની આંગળી હોવી તે કોઈ બીમારી નથી. તેને વિજ્ઞાનની ભાષામાં પોલિડિક્ટિલી કહે છે. આવું 800માંથી એક વ્યક્તિને હોય છે. સરેરાશ 500માંથી એક વ્યક્તિ સર્જરી કરાવીને તેને કાઢી નાંખે છે. યુનિવર્સિટીના બાયોએન્જીનિયરિંગ વિભાગના પ્રોફેસર એટને બર્ડેટના કહેવા મુજબ આવું સામાન્ય રીતે જન્મથી જ હોય છે. પરંતુ એ વાતની સ્ટડી નથી કે તે કેટલું ઉપયોગી છે.


સામુદ્રિક શાસ્ત્ર મુજબ


1. જે હાથમાં ટચલી આંગળી પાસે વધારાની આંગળી હોય તેના પર બુધ પર્વતનો પ્રભાવ રહે છે. આ ઉપરાંત અંગૂઠા સાથે જોડાયેલી આંગળી ઉપર શુક્ર પર્વતનો પ્રભાવ રહે છે. હસ્તરેખામાં આવી આંગળીઓ માટે અલગથી પર્વતનો ઉલ્લેખ નથી. એટલે કે આવી આંગળીનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ હોતું નથી.


2. હસ્તરેખા અને સામુદ્રિક શાસ્ત્ર મુજબ જે લોકોના હાથમાં છ આંગળી હોય છે તે ભાગ્યશાળી હોય છે. જે વ્યક્તિની હાથમાં 10થી વધારે આંગળી હોય છે તે વધારે ફાયદો કમાનાર અને કામમાં સંશોધન કરનાર હોય છે.


3. આવી વ્યક્તિનું દિમાગ ઝડપથી ચાલે છે. આવી વ્યક્તિ કામને ઈમાનદારી અને મહેનતથી કરે છે. પરંતુ બીજાના કામમાં હંમેશા ભૂલો શોધે છે. એટલા માટે હંમેશા બીજા લોકો સાથે તેના સંબંધ બગડી જાય છે. આવી વ્યક્તિ સારી ટીકાકાર પણ હોય છે.


4. સામુદ્રિક શાસ્ત્ર મુજબ હાથની આંગળીઓની સંખ્યા અને બનાવડ વ્યક્તિના મસ્તિષ્કને પ્રભાવિત કરે છે. એટલા માટે પ્રાચીન સમયથી ઋષિ-મૂન આંગળીઓ અને અંગૂઠાને એકમેક સાતે મેળવીને અલગ-અલગ મુદ્રા બનાવતા હતા.


રિપોર્ટ શું કહે છે


નેચર કમ્યુનિકેશનમાં પ્રસિદ્ધ થયેલા રિપોર્ટ મુજબ છ આંગળીવાળી વ્યક્તિમાં મોટાભાગના વ્યક્તિની આંગળી અંગૂઠા અને તર્જનીની વચ્ચે હોય છે. એનાથી તેઓ પોતાનું કામ પાંચ આંગળીવાળી વ્યક્તિની સરખાણીમાં સરળતાથી અને ઝડપથી કરે છે.

X
palmistry 6 finger man work faster than other person

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી