હસ્તરેખા / હથેળીમાં જ હોય છે ધનલાભનાં નિશાન, આ ચિહ્નો આર્થિક સ્થિતિ વિશે પણ ભવિષ્ય ભાખે છે

The palm has sign of wealth which also predict the economic condition

divyabhaskar.com

Apr 26, 2019, 07:10 PM IST

ધર્મ દર્શન ડેસ્કઃ હસ્તરેખા જ્યોતિષવિદ્યા મુજબ, હથેળીની બનાવટ, રેખાઓ અને તેના દ્વારા બનતા કેટલાક નિશાન ભવિષ્ય દર્શાવે છે. આ ઉપરાંત નાની-નાની રેખાઓથી બનનારી આકૃતિઓ પણ ભવિષ્યમાં આવનારા બદલાવ તરફ ઈશારો કરે છે. આ રેખાઓ અને ખાસ ચિહ્નો જોઇને જાણી શકાય છે કે ભવિષ્યમાં તમારી આર્થિક સ્થિતિ કેવી રહેશે.


હસ્તરેખા અનુસાર આ રીતે જાણી શકાશે આર્થિક સ્થિતિ

  • જો કોઈ વ્યક્તિની હથેળીમાં જીવનરેખા સાચા ગોળાકારમાં હોય. મસ્તિષ્ક રેખા બે ભાગમાં વહેંચાયેલી હોય. હથેળીમાં ત્રિકોણનું ચિહ્ન બનેલું હોય. જો આ ત્રણેય લાક્ષણિકતાઓ હથેળીમાં એકસાથે હોય તો આવા લોકોને ધન લાભ થાય છે. આવી હથેળીવાળા લોકોને સમયાંતરે અચાનક ધન લાભ થઈ શકે છે.
  • ભાગ્યરેખા હથેળીના અંતિમ સ્થાનથી એટલે કે મણિબંધથી શરૂ થઈ રહી હોય અને શનિ પર્વત સુધી પહોંચી રહી હોય. આ ઉપરાંત, ભાગ્યરેખા પર કોઈ પ્રકારનું ખરાબ ચિહ્ન ન હોય તો વ્યક્તિ વ્યવસાયમાં સફળતા પ્રાપ્ત કરી શકે છે. આવા વ્યક્તિને વ્યવસાયમાંથી બહુ પૈસા કમાવવાનો યોગ બને છે.
  • જો કોઈ વ્યક્તિની હથેળી ભારે અને વિશાળ હોય, આંગળીઓ કોમળ અને નરમ હોય તો આવી હથેળી હોવાથી વ્યક્તિના ધનવાન બનવાનો યોગ બને છે.
  • હથેળીમાં શનિ પર્વત એટલે કે મધ્યમા આંગળી પાસેથી બે અથવા તેનાથી વધારે ઊભી રેખાઓ હોય તો વ્યક્તિને ધન અને સુખ મળે છે.
  • હથેળીમાં શનિ પર્વત જો ઊઠેલો હોય અને જીવનરેખા યોગ્ય રીતે વક્ર થતી હોય તો આ યોગ પણ ધનલાભ કરાવી શકે છે.
  • હથેળીના અન્ય યોગો અને અન્ય રેખાઓની શુભ-અશુભ અસરથી અહીં કહેવામાં આવેલા ફળાદેશ બદલાઈ પણ શકે છે.
X
The palm has sign of wealth which also predict the economic condition

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી