હસ્તરેખા / મોટી હથેળીવાળી વ્યક્તિ મોટાભાગે સફળ થાય છે, હથેળીમાં ખોડો હોય તો તેને અશુભ માનવામાં આવે છે

divyabhaskar.com

Apr 22, 2019, 02:44 PM IST
palmistry reading
X
palmistry reading

ધર્મ ડેસ્ક: હથેળીની બનાવટના આધારે વ્યક્તિના સ્વભાવ અને આદતો વિશે જાણી શકાય છે. હથેળીમાં રહેલી રેખાઓ શું સૂચવે છે તે અંગે અહીં હસ્તરેખા વિશેષજ્ઞ ડો. વિનિતા નાગર જણાવી રહ્યાં છે.

હથેળીના આકારના આધારે જાણો વ્યક્તિનો સ્વભાવ અને આદત

1.

જે વ્યક્તિની હથેળી મોટી, ભારે અને કોમળ હોય છે તે તમામ સુખ-સુવિધા મેળવે છે. આવી વ્યક્તિઓ પાસે મોજશોખની તમામ વસ્તુઓ હોય છે.

2.

જેમની હથેળી મોટી હોય છે તેઓ સમજી-વિચારીને કામ કરે છે. આવી હથેળીવાળી વ્યક્તિ કોઈપણ કામને ખૂબ જ સારી રીતે કરી શકે છે અને તેમા સફળ પણ થાય છે.

3.

જો કોઈની હથેળી પાતળી અને કઠોર હોય તો તે સતત ચિંતામાં રહેનાર વ્યક્તિ હશે. આવી વ્યક્તિઓ ગભરાયેલી રહે છે.
 

4.

જે વ્યક્તિની હથેળી પાતળી અને કોમળ હોય, તેઓ આળસુ હોય છે. આવી વ્યક્તિઓ આરામ પસંદ કરે છે. આળસના કારણે આવી વ્યક્તિઓને નુકસાન પણ થાય છે.

5.

 કઠોર હથેળીવાળા લોકો મહેનતું હોય છે. જો હથેળી અને આંગળીઓ સમાંતર હોય તો વ્યક્તિ સ્થિર મનવાળી, મહેનતી, બીજાના વિશે ઝડપથી સમજી શકનારી અને બધા પ્રત્યે સમાન વ્યવહાર કરનારી હોય છે.

6.

 જેમની હથેળીમાં ખાડો હોય તેમને ભાગ્યનો સાથ મળતો નથી. હથેળીમાં રહેલાં ખાડાને શુભ માનવમાં આવતો નથી. આવા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

7.

જેમની હથેળી સામાન્ય કરતા નાની હોય તેઓ પોતાની યોજનાઓને યોગ્ય રીતે લાગુ કરી શકતા નથી.
 

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી