ગુરુ પર્વત વિકસિત હોય તે વ્યક્તિ સત્તાપ્રિય અને મહત્વકાંક્ષી હોય છે: ગુરુ પર્વતની 6 વાત

palmistry know about your guru parvat

divyabhaskar.com

Sep 11, 2018, 10:34 AM IST

ધર્મ ડેસ્ક: હથેળીમાં રહેલા ગુરુ પર્વત દ્વારા વ્યક્તિમાં રહેલી ન્યાયપ્રિયતા, સ્વાભિમાન, ઉત્સાહ, શાસન શક્તિ તેમજ ઉચ્ચ પદ મેળવવાની ઇચ્છાનો ખ્યાલ આવી શકે છે.

ગુરુ પર્વત યોગ્ય રીતે વિકાસ પામેલ હોય તેવી વ્યક્તિમાં, સારી વ્યવસ્થાશક્તિ, મહાત્વાકાંક્ષા, સત્તાપ્રિયતા તેમજ ધર્મ પ્રત્યેની આસ્થા વિશેષ માત્રામાં જોવામાં આવે છે.


આ ગુરુ પર્વતનો ઝુકાવ જો શનિના પર્વત ભણી દૃષ્ટિગોચર થયો હોય તો, તે વ્યક્તિને વિશેષ ચિંતનશીલ બનાવે છે.


સૂર્ય, બુધ અને શનિની સરખામણીમાં જો આ ગુરુ પર્વત વિકસિત (ઉપસેલો) જણાતો હોય તો અને સાથે સાથે જો હથેળીમાં ભાગ્યરેખા પણ ઉત્તમ પ્રકારની હોય તો તેવી વ્યક્તિ ઉચ્ચ અધિકારીનું પદ સરળતાથી પ્રાપ્ત કરી શકે છે.


વિકસિત ગુરુની સાથે જો આંગળીઓ અને હથેળી બંને જો ચોરસ જણાય તો તેવી વ્યક્તિ વિશેષ રૂઢિચુસ્ત માનસિકતા ધરાવે છે.


ગુરુ પર્વતનું સ્થાન જો મધ્યમ ભાગમાં વિકસિત જણાતું હોય તો, તે વ્યક્તિને ભરપૂર આત્મશ્રદ્ધા આપે છે, ગુરુનું સ્થાન જો જીવનરેખા તરફ વિશેષ વિકાસ પામેલ જણાતું હોય તો આવી વ્યક્તિ વિશેષ કુલાભિમાની બની રહે છે.

વિકસિત ગુરુની સાથેસાથે જો હથેળીની આંગળીઓ આકારમાં ગોળ જણાતી હોય તો, તે વ્યક્તિની ધાર્મિક ભાવના આંતરિક રીતે વિશેષ પ્રબળ બની રહે છે.


(માહિતી- અનિલ કે. ભટ્ટ)

તૂટેલી ભાગ્ય રેખા વાળી વ્યક્તિના જીવનમાં અનેક પરિવર્તનો આવવાની સંભાવના છે

X
palmistry know about your guru parvat
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી