હસ્તરેખા / સ્ત્રીઓની હથેળીમાં કમળ, માછલી, ધજા સહિતના છ નિશાન શુભ માનવામાં આવે છે

divyabhaskar.com

Apr 24, 2019, 04:55 PM IST
palm reading for female
X
palm reading for female


ધર્મ ડેસ્ક: હથેળીમાં રેખાઓ ઉપરાંત કેટલાક નિશાન પણ હોય છે જેના પરથી વ્યક્તિના ભવિષ્ય વિશે જાણી શકાય છે. હથેળીમાં રહેલા આ ખાસ નિશાન વ્યક્તિના ભવિષ્ય અંગે અલગ-અલગ સંકેત આપે છે. હસ્તરેખા મુજબ સ્ત્રીના હાથમાં કેટલાક ખાસ નિશાન હોય છે, જેને જોઈને ઘન લાભ વિશે અને સુખ-સંપત્તિ વિશે જાણી શકાય છે.
 

હસ્તરેખા મુજબ સ્ત્રીઓના હાથમાં જોવા મળતા નિશાન અને તેનું ફળ

1.કોઈ સ્ત્રીના હાથમાં કમળ કે માછલીની આકૃતિ બનતી હોય તો તેનું જીવન સુખ અને સુવિધાઓથી ભરેલું હોય છે.
 
2.કોઈ સ્ત્રીના હાથમાં રથ કે ધજાનું નિશાન બનતું હોય તો તેનો પતિ મોટો અધિકારી હોય છે.
 
3.જે સ્રીની જમણી હથેળીમાં ત્રાજવા અને ડાબી  હથેળીમાં હાથી કે બળદનું નિશાન હોય તેનો પતિ મોટો બિઝનેસમેન હોય છે.
 
4.જે સ્ત્રીની હથેળીમાં શંખ, ચક્ર કે પદ્મનું નિશાન હોય તેનો પુત્ર અધિકારી કે રાજા સમાન જીવન જીવે છે.
 
5.જે સ્ત્રીની હથેળી ગુલાબી કે થોડી લાલાસ પડતી હોય અને હથેળીમાં સાથિયાનું નિશાન હોય તો તે સ્ત્રી જ્યાં પણ રહે છે ત્યાં તેને પૈસાની કમી રહેતી નથી. 
 
6.જે સ્ત્રીની હથેળીની વચ્ચે ત્રિભૂજ કે ધનુષનું નિશાન હોય તો તે ભાગ્યશાળી હોય છે અને તેને દરેક પ્રકારનું સુખ મળે છે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી