હસ્તરેખાશાસ્ત્ર / હથેળીના પર્વતો પણ વિવિધ યોગો જણાવે છે

DivyaBhaskar.com

Feb 22, 2019, 06:32 PM IST
mountains on palm according to palmistry

  • સૂર્ય અને બુધના પર્વત સર્વ પર્વતો કરતાં વધારે ઊંચા હોય તેવી વ્યક્તિ શાસ્ત્રજ્ઞ ને બુદ્ધિમાન થાય છે


અનિલ કે. ભટ્ટઃ ગતાંકમાં હથેળીના પર્વતો દ્વારા બનતા વિવિધ યોગો વિશે જાણકારી મેળવી હતી. તે જ સંદર્ભમાં અન્ય વિશેષ યોગ જોઈએ તો:

સૂર્ય તથા બુધના પર્વત : જે વ્યક્તિના હાથમાં સૂર્ય અને બુધના પર્વત અન્ય સર્વ પર્વતો કરતાં વધારે ઊંચા હોય તો તેવી વ્યક્તિ સમજદાર, શાસ્ત્રજ્ઞ, ચતુર, બુદ્ધિમાન, આદર્શવાદી, તત્ત્વવેત્તા, વક્તા અને સિદ્ધહસ્ત લેખક થાય છે.

સૂર્ય તથા ચંદ્રના પર્વત: સૂર્ય અને ચંદ્રના પર્વત હાથ ઉપર વધારે ઊંચા દેખાતા હોય તો તે શિલ્પ તથા સાહિત્યમાં ઉન્નતિ કરવાવાળો, ન્યાયપ્રિય, વિચારી, નિષ્કપટી અને લોકપ્રિય હોય છે.

સૂર્ય, મંગળ અને શનિ પર્વત: હથેળીમાં સૂર્ય, મંગળ તથા શનિના પર્વત સર્વ પર્વતો કરતાં વધારે ઊંચા એટલે કે ઉપસેલા હોય તો તે માણસ મોટો યોદ્ધો અને દરેક બાબતમાં સાહસિક બની રહે છે.

સૂર્ય-શુક્રના પર્વત: હથેળીમાં સૂર્ય તથા શુક્રના પર્વત વધારે ઊંચા હોય તો તે માણસ શાંતિપ્રિય પરોપકારી, દયાળુ, આદરશીલ અને મિલનસાર સ્વભાવનો હોય છે.


સૂર્ય-ગુરુના પર્વત: સૂર્ય અને ગુરુના પર્વત હથેળીમાં અન્ય સર્વ પર્વતો કરતાં વધારે ઊંચા દેખાતા હોય તો તે માણસ ન્યાયી, દયાવાન અને ઉત્તમ પ્રકારનો શાસનકર્તા બની રહે છે.

બુધ તથા મંગળના પર્વત: હથેળીમાં બુધ અને મંગળના પર્વત વધારે ઊંચા હોય તેવી વ્યક્તિ વ્યવહારજ્ઞ અને વિવેકી હોય છે.

X
mountains on palm according to palmistry
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી