ટૂંટિયું વાળીને સૂતા લોકો મિત્રતા પણ કરે છે સ્વાર્થ સાધવા, ઊંઘવાની સ્ટાઇલ પરથી જાણી શકાય વ્યક્તિનો સ્વભાવ અને રહસ્યો

સમુદ્ર શાસ્ત્રમાં જણાવવામાં આવી છે વ્યક્તિની આદતો અને લક્ષણોના આધારે વ્યક્તિત્વ જાણવાની કળા

Dharm Desk | Updated - Sep 08, 2018, 12:54 PM
જ્યોતિષ શાસ્ત્રની મદદથી વ્યક્તિનો ભૂત, ભવિષ્ય અને વર્તમાન જાણી શકાય છે
જ્યોતિષ શાસ્ત્રની મદદથી વ્યક્તિનો ભૂત, ભવિષ્ય અને વર્તમાન જાણી શકાય છે

ધર્મ ડેસ્ક: જ્યોતિષ શાસ્ત્રની મદદથી વ્યક્તિનો ભૂત, ભવિષ્ય અને વર્તમાન જાણી શકાય છે. જે રીતે વ્યક્તિની કુંડળીના આધારે વ્યક્તિઓ વિશે જાણી શકાય છે, એ જ રીતે વ્યક્તિની આદતોના આધારે પણ જાણી શકાય છે. વ્યક્તિની આદતો અને શારિરિક લક્ષણોના આધારે વ્યક્તિ વિશે જાણવાની વિદ્યાને સમુદ્ર શાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. સમુદ્ર શાસ્ત્ર એ પણ જ્યોતિષ અને હસ્તરેખાનો જ એક ભાગ છે. જેમાં વ્યક્તિની સૂવાની આદત પરથી પણ વ્યક્તિ વિશે જાણવાની મહત્વની બાબતો જણાવવામાં આવી છે.

1. બંન્ને હાથ પગ ફેલાવીને સીધા સૂવું
જે લોકો આ સ્ટાઇલમાં સૂવે છે તેમને દરેક કામમાં સ્વતંત્રતા ગમે છે. વૈભવી લાઇફ સ્ટાઇલના શોખીન હોય છે. જીવનમાં સફળતા મેળવે છે. સુંદરતા તરફ જલદી આકર્ષિત થાય છે.


2. પેટના બળે ઊંધા સૂવું
જે લોકોને આ સ્ટાઇલમાં જ ઊંઘ આવે છે આ લોકોની માનસિકતા કેટલીકવાર સંકુચિત હોય છે. મોટાભાગે આ લોકો જરૂરિયાતના સમયે જ મિત્રોને મળે છે.


3. પૂરેપૂરું ઓઢીને સૂવું
આમ સૂનાર લોકો ભીડમાં પોતાને શક્તિશાળી અને ફ્રેન્ડલી બતાવે છે જ્યારે વાસ્તવમાં શરમાળ અને નબળા પણ હોય છે. મુશ્કેલીઓથી દૂર ભાગે છે.


4. એક પડખે સૂવું
આમ સૂનાર લોકોમાં અત્મવિશ્વાસ ભરપૂર હોય છે અને સફળતા પણ મેળવે છે. તેમના ઉત્સાહ અને મહેનતમાં ક્યારેય ઉણપ નથી હોતી.


૫. પગની આંટી મારી સીધા સૂવું
આમ સૂનાર લોકોને દરેક કામ ગાંડપણની હદે કરવું ગમે છે. કોઇપણ કામ પૂરું કરીને જ જંપે છે. દરેક મુશ્કેલીને એકાગ્રતા અને સખત મહેનતથી પૂરું કરે છે.

૬. એક પડખે ટૂંટિયું વાળીને સૂવું
જે લોકો એક પડખે ટૂંટિયું વાળીને સૂવે છે, તેઓ સ્વભાવે સ્વાર્થી હોઇ શકે છે. તેઓ મિત્રતા પણ સ્વાર્થ માટે જ કરે છે. આ લોકો સ્વભાવે તામસી હોય છે.


7. સીધા ઊંઘવું અને હાથ માથાની પાછળ રાખવો

આમ સૂનાર લોકો બહુ બુદ્ધિશાળી હોય છે. હંમેશાં નવું શીખવા તત્પર હોય છે. બીજાં માટે મુશ્કેલ કામ આ લોકો કરી લે છે. કુટુંબ માટે બહુ લાગણીશીલ હોય છે.

વાસ્તુ મુજબ કઈ દિશામાં બેસવું: પૂર્વ તરફ મુખ રાખીને બેસનાર વ્યક્તિની અપેક્ષાઓ ઓછી રહે છે

X
જ્યોતિષ શાસ્ત્રની મદદથી વ્યક્તિનો ભૂત, ભવિષ્ય અને વર્તમાન જાણી શકાય છેજ્યોતિષ શાસ્ત્રની મદદથી વ્યક્તિનો ભૂત, ભવિષ્ય અને વર્તમાન જાણી શકાય છે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App