હસ્તરેખા / લાંબી જીવનરેખા દીર્ઘાયુષ્યનું સૂચન કરે છે

jyotish-know your future from hastrekha

divyabhaskar.com

Mar 29, 2019, 05:49 PM IST

ધર્મ ડેસ્ક : દરેક વ્યક્તિની હથેળીમાં જીવનરેખા આવેલી હોય છે. તે તર્જની (પ્રથમ આંગળી અને અંગૂઠા વચ્ચેથી નીકળીને, નીચે શુક્રના પર્વતને ઘેરતી ચાલી જાય છે. મનુષ્ય જીવન અને સ્વાસ્થ્ય સાથે તેનો ગાઢ સંબંધ છે. લાંબી, સ્પષ્ટ અને ઊંડી જીવનરેખા દીર્ઘાયુષ્યનું સૂચન કરે છે. શુક્ર પર્વત આ રેખાના ઘેરાવાથી સાંકડો ન બનતો હોય તો તે જીવનશક્તિનો નિર્દેશ કરે છે. સાંકડો પર્વત શારીરિક નિર્બળતા સૂચવે છે.

આ જીવનરેખા પણ દરેક વ્યક્તિના જીવનમાં પ્રભાવક બની રહે છે. જેમ કે, ગુરુના પર્વતથી શરૂ થતી જીવનરેખા વ્યક્તિને વિદ્વાન, મહત્ત્વાકાંક્ષી બનાવે છે. આ પ્રકારની વ્યક્તિ જીવનમાં ઉચ્ચ પદ સુધી અવશ્ય પહોંચી શકે છે.

આવી રેખા ધરાવનાર લોકો નિરોગી રહે છે

સામાન્ય રીતે જીવનરેખા અને મસ્તકરેખા દરેક હાથમાં મળેલી જોવા મળે છે. આ રેખાઓ થોડે દૂર જઈ અલગ પડી જતી હોય તો, તે દૃઢ સંકલ્પ બળ, પ્રબળ ગ્રહણશક્તિ અને સતર્કતા આપે છે. જીવનરેખા લાંબી, સુંદર અને કોઈ પ્રકારનાં ચિહ્નથી રહિત હોય, અન્ય રેખા તેને કાપતી ન હોય તો વ્યક્તિ દીર્ઘ આયુષ્ય ભોગવનાર, નિરોગી, સુખી અને ઉચ્ચ પ્રકારની અભિલાષાઓ ધરાવનાર બની રહે છે. આ જીવનરેખામાંથી નીકળીને ગુરુ પર્વત તરફ જતી રેખાઓ, ભાગ્યનો ઉદય, ધનલાભ અને પદ-પ્રતિષ્ઠા અવશ્ય આપે છે. જેની હથેળીમાં સાંકળ જેવી જીવનરેખા આવેલી હોય તેમણે તબિયત અને આહારની વિશેષ કાળજી રાખવી જોઈએ.

X
jyotish-know your future from hastrekha
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી