જ્યોતિષ / હાથમાં સૂર્ય રેખાની સારી સ્થિતિથી નોકરી અને બિઝનેસમાં પ્રગતિ થાય છે

if sun line is bright in palm you can grow fast in job or business

divyabhaskar.com

Apr 22, 2019, 03:34 PM IST

ધર્મ દર્શન ડેસ્કઃ હસ્તરેખા શાસ્ત્રમાં વ્યક્તિના હાથની રચના અને તેના પર રહેલાં ચિહ્નોના આધારે વ્યક્તિના ભવિષ્ય અને સ્વભાવ વિશે ઘણી મહત્વપૂર્ણ વાતો જાણી શકાય છે. હથેળીમાં સૂર્ય રેખા અને ગુરુ પર્વત જોઇને જાણી શકાય છે કે નોકરી કે વ્યવસાયમાં સફળતા મળશે કે નહીં. સૂર્ય રેખા એ રિંગ ફિંગરની નીચે એક ઊભી રેખા હોય તરીકે બનેલી હોય છે. જ્યારે કે તર્જની આંગળી એટલે કે ઇન્ડેક્સ ફિંગરની નીચેવાળો હથેળીનો ભાગ ગુરુ પર્વત કહેવાય છે. ગુરુ પર્વત પર શુભ નિશાન હોવાથી પ્રગતિનો યોગ બને છે અને સૂર્ય રેખાની સારી સ્થિતિથી નોકરી અને બિઝનેસમાં નસીબનો સાથ મળે છે.

  • હાથમાં ગુરુની આંગળી/તર્જની પર જો એક અથવા એક કરતાં વધુ રેખાઓ હોય તો વ્યક્તિને ઉચ્ચ પદ પ્રાપ્તિના યોગ બને છે.
  • કોઈ રેખા જીવન રેખાથી ચન્દ્ર પર્વત તરફ જાય તો વ્યક્તિને ઊંચા પદની પ્રાપ્તિ થાય છે.
  • ગુરુ પર્વત પર નક્ષત્ર અથવા તારાનો ત્રિકોણ હોય તો પણ વ્યક્તિ ઊંચો દરજ્જો મળે છે.
  • હાથમાં મોટી સૂર્ય રેખા વ્યક્તિને સમાજમાં મોટું પદ અપાવે છે.
  • ગુરુ પર્વત પર ત્રિકોણ હોય, સુર્ય રેખા સ્પષ્ટ હોય અને ભાગ્યરેખાની લંબાઈ વધારે હોય તો આવા લોકો નાની ઉંમરમાં પ્રગતિ કરવાં લાગે છે.
X
if sun line is bright in palm you can grow fast in job or business

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી