હસ્તરેખાશાસ્ત્ર / મસ્તકરેખા ડબલ હોય, બેવડી હોય તો તેવી વ્યક્તિ અવશ્ય ધનસમૃદ્ધિથી સંપન્ન બની રહે છે

double Mastak Rekha shows increase in money and fortune

divyabhaskar.com

Mar 09, 2019, 03:14 PM IST

ધર્મદર્શન ડેસ્ક: હથેળીમાં ધનરેખાનો અભાવ હોવા છતાં પણ કેટલીક વિશેષ રેખાઓ દ્વારા પણ વ્યક્તિ સુખ-શાંતિ અવશ્ય પામી શકે છે. જેના હાથમાં મસ્તકરેખા ડબલ હોય, બેવડી હોય તો તેવી વ્યક્તિ અવશ્ય ધનસમૃદ્ધિથી સંપન્ન બની રહે છે. જેની હથેળીમાં સૂર્યના પર્વત ઉપર બે સીધી રેખાઓ હોય તેવી વ્યક્તિને ધનનું સુખ આપનારી બની રહે છે.

  • મસ્તક તથા આયુષ્યરેખામાંથી ડબલ રેખા નીકળી સીધી શનિના પર્વત પર જતી હોય તેવી વ્યક્તિને લોટરી વગેરેથી આકસ્મિક ધનલાભ અવશ્ય થાય છે. જેના હાથમાં ગુરુના પર્વત ઉપર ક્રોસ કે તારાનું ચિહ્ન હોય તેને વિવાહ સમયમાં શ્વસુરપક્ષ તરફથી ધનલાભ થાય છે.
  • બંને હથેળીમાં બુધના પર્વત ઉઠાવદાર હોય અને તેના પર મસ્તકરેખામાંથી ધનરેખા ગઇ હોય તેવી વ્યક્તિને વેપારથી ધનલાભ થાય છે.
  • મધ્યમા આંગળીના ત્રીજા પર્વ પર ત્રણ કે ચાર સરળ રેખાઓ સ્પષ્ટ દેખાતી હોય અને મણીબંધ પર ક્રોસનું ચિહ્ન સ્પષ્ટ દેખાતું હોય તેવી વ્યક્તિને વીલ-વારસાથી ધનપ્રાપ્તિ અવશ્ય થાય છે.
  • મણિબંધમાંથી એક ઉર્ધ્વગામી રેખા સરળ રીતે નીકળીને, કનિષ્ટિકા (છેલ્લી) અને અનામિકા (ત્રીજી) આંગળીના મધ્યભાગ સુધી જાય તો તેવી વ્યક્તિ ભાગ્યશાળી હોય છે.

(લેખ: અનિલ કે. ભટ્ટ)

X
double Mastak Rekha shows increase in money and fortune
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી