બુધનું રાશિ પરિવર્તન / મેષ, કર્ક અને વૃશ્ચિક રાશિના જાતકોને અશુભ ફળ આપી શકે છે, સાવધાન રહેવું

budh grah rashi parivartan 2019

divyabhaskar.com

Jun 01, 2019, 04:08 PM IST

ધર્મ ડેસ્ક : આજથી ગ્રહ ગોચર પરિભ્રમણમાં બુધ મિથુન રાશિમાં 19 દિવસ માટે સતત પરિભ્રમણ કરશે. જાણીતા જ્યોતિષી આશિષ રાવલ તથા પ્રદ્યુમન ભટ્ટના જણાવ્યાનુસાર ગ્રહ મંડળમાં સૂર્ય-શુક્ર ગ્રહની આસપાસ બુધ અવિરત પરિભ્રમણ કરતો હોય છે. જે ગ્રહની સાથે યુતિ કરે તેવું શુભાશુભ ફળ આપે છે.


બુધ મિથુન, કન્યા રાશિનો સ્વામી છે. યુવાન, લેખન, કૌશલ્ય, વાણી-વ્યવહાર, વેપાર-વાણિજ્ય, બુદ્ધિમતા, કોમ્યુનિકેશનનો મુખ્યત્વે કારક ગ્રહ છે. મિથુન રાશિ દ્વિસ્વભાવની રાશિ તરીકે ગણવામાં આવે છે. માટે આવા સમયમાં કોઈપણ મહત્વના નિર્ણય લેવામાં ઉતાવળ કરવી નહીં. જન્મલગ્ન કુંડળીમાં સ્થાન 4,10નો કારક બને છે.

વ્યાપાર-વ્યવસાય, માર્કેટિંગ, સેલ્સમેનશિપ, કન્સલટન્સીના ધંધામાં પ્રગતિ થશે. આ ભ્રમણ યુવાવર્ગ માટે નોકરીની ઉજ્જવળ તકો લાવશે. તેમજ નોકરીમાં શુભ પરિવર્તન આવી શકે છે. વિદેશના વ્યવહારોથી વેપારીવર્ગને લાભ થાય. શિક્ષણ ક્ષેત્રે આ સમય વિદ્યાર્થી માટે શુભ બની રહેશે. શેરબજાર માટે આ સમય ખૂબ જ સારો ગણાવી શકાય.


શુભ રાશિ સમય : મિથુન, સિંહ, કન્યા, ધન, મીન માટે સમય સારો રહેશે. આ રાશિના જાતકોએ આ સમય દરમ્યાન કુળદેવીની ઉપાસના કરવાથી વધારે લાભપ્રદ બની રહેશે.


મધ્યમ રાશિ સમય : વૃષભ, તુલા, મકર, કુંભ રાશિના જાતકો માટે સમય મધ્યમ રહેશે. આ પરિભ્રમણ દરમિયાન આ રાશિના જાતકોએ મોરને મગ કે ગાયને લીલું ઘાસ ખવડાવવું.


અશુભ રાશિ સમય : મેષ, કર્ક, વૃશ્ચિક આ રાશિના જાતકોએ આ પરીભ્રમણ દરમિયાન કોઈ નવું કામકાજ કરવું નહીં. તેમજ વાદ-વિવાદમાં પડવું નહીં. સાવધાન રહેવું. પોતાના ખિસ્સામાં કાળા કલરની પેન રાખવી.

X
budh grah rashi parivartan 2019

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી