ગ્રહદશા
Home » Jyotish Vastu » Grahyuti » budh rashi parivartan 18 September 2018

બુધનું રાશિ પરિવર્તન કન્યા રાશિ માટે સારા સમાચાર લાવશે, 12 રાશિ પર તેની અસર

18 સપ્ટેમ્બર પછી બુધ કન્યા રાશિમાં એટલે કે પોતાની રાશિમાં જશે. એટલે વધારે સારા ફળ અપેક્ષિત કહી શકાય. 18 સપ્ટેમ્બરથી 6 ઓક્ટોબર સુધી બુધ કન્યા રાશિમાં ભ્રમણ કરશે. આ રાશિમાં બુધ ઉચ્ચત્વ પ્રાપ્ત કરે છે તેમજ કન્યા રાશિ બુધની સ્વગૃહી રાશિ છે.

બુધ ઉત્સાહ, પૃથક્કરણ કરનાર, કમ્યુનિકેશનનો કારક અને ચપળ ગ્રહ છે. વળી કન્યા રાશિ સ્વાસ્થ્ય અને રોગને લગતી બાબતોની રાશિ છે. આ રાશિ ક્યારે કેટલું જમવું, કેવો ખોરાક લેવો, દવાઓ એટલે કે સ્વાસ્થ્યની જાગૃતતા આપનાર રાશિ છે. આથી આ ભ્રમણ સ્વાસ્થ્ય અંગે જાગૃતતા લાવે તેમજ કોઈ નવી સારવાર આ સમયમાં કરી શકાય.

બુધનું આ ભ્રમણ અન્ય રાશિ પર શું અસર કરશે?


મેષ રાશિને આ ભ્રમણ ઉત્તમ ફળ આપશે. આર્થિક રીતે સમય અનુકૂળ રહેશે. નોકરી-વ્યવસાયમાં સુધારો થશે.

ઉપાય- લાલ ગાયને ગોળ અને ઘાસ ખવડાવવું.

............

વૃષભ રાશિના જાતકો માટે આ પરિવર્તન ખર્ચો કરાવશે. કામકાજમાં રાહત આપશે અને વ્યવસાયમાં વધારો થશે. સંતાન અંગેની ચિંતા છે.

ઉપાય- મંગલનાથનું પૂજન કરવું.

........

મિથુન રાશિના જાતકોને કોર્ટ-કચેરીમાં લાભ થાય. પ્રમોશન વગેરે મળે.

ઉપાય- શિવજીને જળાભિષેક કરવો.


............


કર્ક રાશિના જાતકો માટે આ પરિવાર વાહન વગેરેથી સાવધાની રાખવી. જમીન-મકાનનાં પ્રશ્નો ઉકેલાય. લગ્નજીવનમાં સાનુકૂળતા રહે.

ઉપાય- તરીકે વિષ્ણુ મંદિરમાં ચોખાનું દાન આપો.

..........

સિંહ રાશી રાશિના જાતકોને મિત્રો સાથેના સંબંધોમાં ઘટાડો થાય. ખોટા આક્ષેપોથી દૂર રહેવું. પતિ-પત્નીના સંબંધો સુધરશે.

ઉપાય- નિયમિત રીતે સૂર્ય ભગવાનને જળ ચઢાવો.

...........

કન્યા રાશિ માટે આ પરિવર્તન સારા સમાચાર લાવશે. અટકાયેલા કાર્યો થશે. રોગ અને શત્રુઓથી બચવું. ખોટા માણસોથી દૂર રહેવું.

ઉપાય- દર મંગળવારે ગણપતિદાદાને બુંદીના લાડુ ધરાવો.

..............

તુલા રાશિને સંતાનસુખની પ્રાપ્તિ કરાવશે. પ્રેમી-પ્રેમિકા વચ્ચે અંતરમાં વધારો થાય. નાના-મોટા વ્યવસાયમાં લાભકારી સમય.

ઉપાય- તરીકે જ મંગળવારે ગણપતિ મંત્રના જાપ કરવા અને બ્રાહ્મણોને ઘીનું દાન કરવું.

.........

વૃશ્ચિક રાશિ માટે આ પરિવર્તન મમતા તરફ લઈ જશે. જમીન મકાનના પ્રશ્નોનો ઉકેલ આવશે. યાત્રા-પ્રવાસમાં જવાનું થઇ શકે. સરકારી કામકાજમા સુધારો થાય

ઉપાય- મંગળવારે હનુમાન દાદાને ચુરમો ચઢાવો.

.........

ધન રાશિના જાતકો માટે આ પરિવર્તન તમને આગળ લઈ જવામાં મદદ કરશે. વ્યવસાયમાં સુધારો થાય. સરકારી કામ અટકેલા કામો પૂરા થશે. ઉતાવળ અને વિશ્વાસથી દૂર રહેવું.

ઉપાય-આ સમયે તમારે હનમાન મંત્રનો જાપ કરવો.

..........

મકર રાશિના જાતકો માટે આ પરિવર્તન સંગ્રહમાં મદદ કરશે. તમારી જૂની પ્રોપર્ટીનો ઉકેલ આવશે. ઘરમાં વાદ-વિવાદથી બચો. નાની મોટી યાત્રા કરવી પડી શકે. આંધળો વિશ્વાસ કરવો નહીં.

ઉપાય- મંગળવારે ગાયને મસૂરની દાળ ખવડાવવી.

...........
કુંભ રાશિના જાતકો માટે આ પરિવર્તન તમને ખર્ચમાં વધારો કરાવશે. વાહન વગેરે ખરીદી કરાવશે. મકાન અને જમીનના દસ્તાવેજોની ચકાસણી કરવી કોઈના ઉપર આંધળો વિશ્વાસ કરવો નહીં.

ઉપાય-તરીકે શિવ મંદિરમાં મસૂરની દાળ ચડાવી.

........

મીન રાશિ માટે આ પરિવર્તન કુટુંબ અને પરિવાર માટે હોય છે સંતાન માટે રાહતના સમાચાર મળે. ફાયદો થશે. ખોટા માણસોથી દૂર રહેવું.

ઉપાય- મંગળવારે હનુમાન ચાલીસાના પાઠ કરવા.

બુધ ગ્રહને પ્રસન્ન કરવાના 9 ઉપાયો

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

રાશિ-ઉપાયવધુ

વાસ્તુશાસ્ત્રવધુ

TOP