ગ્રહદશા

6 ડિસેમ્બરના છે અમાસ, ચંદ્રની સોળ કળાઓમાંથી એક છે અમા, આ દિવસે સૂર્ય અને ચંદ્ર રહેશે વૃશ્ચિક રાશિમાં, શું કરવું અને શું નહીં

ધર્મ ડેસ્કઃ- ગુરુવાર, 6 ડિસેમ્બરના અમાસ છે. હિન્દુ પંચાંગમાં એક મહિનાને 15-15 દિવસના બે ભાગમાં વેંચવામાં આવ્યો છે. એક સૂદ અને બીજો વદ. સૂદમાં ચંદ્રની કળાઓ ઘટે છે એટલે કે ચંદ્ર ઘટે છે અને અમાસ પર સંપૂર્ણપણે અદ્રશ્ય થઈ જાય છે. જ્યારે વદમાં ચંદ્રની કળાઓ વધે છે એટલે ચંદ્ર વધે છે.

 

ચંદ્રની સોળમી કળાને અમા કહેવામાં આવે છે. સ્કંદપુરાણમાં લખેલું છે -
अमा षोडशभागेन देवि प्रोक्ता महाकला।
संस्थिता परमा माया देहिनां देहधारिणी।।

 

આ શ્લોકનો અર્થ છે કે ચંદ્રની અમા નામની એક મહાકળા છે, જેમાં ચંદ્રની સોળ કળાઓની શક્તિઓ સામેલ છે. આ કળાનો ક્ષય અને ઉદય નથી થતો. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા મુજબ જાણો અમાસ સાથે જોડાયેલી ખાસ વાતો.

 

- જ્યોતિષ મુજબ જે દિવસે સૂર્ય અને ચંદ્ર એક સાથે હોય છે, તે દિવસ અમાસ થાય છે. આ દિવસ આ બંને ગ્રહ એક સાથે એક રાશિમાં હોય છે. 6 ડિસેમ્બરના સવારે સૂર્ય અને ચંદ્ર બંને એક સાથે વૃશ્ચિક રાશિમાં રહેશે.

 

- શાસ્ત્રોમાં અમાસ તિથિના સ્વામી પિતૃદેવને માનવામાં આવે છે એટલે આ દિવસે પિતૃઓની તૃપ્તિ માટે તર્પણ, દાન-પુણ્યનું મહત્વ છે.

 

- અમાસ પર સોમવાર, મંગળવાર અને ગુરુવારની સાથે જ્યારે અનુરાધા, વિશાખા અને સ્વાતિ નક્ષત્રનો યોગ બને છે, તો આ ખૂબ પવિત્ર માનવામાં આવે છે. 6 ડિસેમ્બરના આ યોગ બની રહ્યો છે.

 

- અમાસના દિવસે તીર્થ સ્નાન, જાપ, તપ અને વ્રત કરવાની પરંપરા છે. તેનાથી બધા પાપમાંથી મુક્તિ મળે છે.

 

- આ તિથિ પર સંયમથી રહેવું જોઈએ. ખાસ કરીને આ દિવસે અધાર્મિક કામ કરવાથી બચવું જોઈએ. અમાસના રાતે પૂજા-પાઠ, મંત્ર સાધના અને તપ કરવામાં આવે છે.

 

- જે લોકો અમાસના વ્રત રાખવા ઈચ્છે છે તેમણે આ દિવસે માત્ર દૂધનું સેવન કરવું જોઈએ. સાથે જ ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ. સામાન્ય રીતે આ વ્રત એક વર્ષ સુધી કરવામાં આવે છે. તેનાથી તન, મન અને ધનની પરેશાનીઓ દૂર થઈ શકે છે.

 

- કૂર્મ પુરાણ મુજબ આ દિવસે શિવજીની આરાધનાની સાથે વ્રત કરવામાં આવે તો વ્યક્તિ ગંભીર બીમારીઓથી અને દુર્ભાગ્યથી બચી શકે છે.

 


આ પણ વાંચોઃ- રાજાનો એક પગ અને એક આંખ નહોતી, તેણે ચિત્રકારોને કહ્યું કે મારી સુંદર તસવીર બનાવો, બધા ચિત્રકારોએ વિચાર્યુ - એક કાણા-લંગડાની સુંદર તસવીર કેવી રીતે બનશે?, પરંતુ એક ચાલાક ચિત્રકારે બનાવી એવી તસવીર કે બધા રહી ગયા દંગ

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

રાશિ-ઉપાયવધુ

વાસ્તુશાસ્ત્રવધુ

TOP