ગ્રહદશા

સૂર્યનું કુંડળીમાં ગોચર ભ્રમણ: આઠમાં સ્થાન પરથી ભ્રમણથી આકસ્મિક ધનલાભ થાય, બારમાં સ્થાનનું ભ્રમણ આર્થિક નુકસાન કરાવે

ધર્મ ડેસ્ક: ઘણા  લોકોને એવું લાગતું હોય કે કોઈ ચોક્કસ મહિનામાં મારી સાથે સારા કે નરસા પ્રસંગો કે ઘટનાઓ બને છે. કેટલીક વાર તેનું કારણ સૂર્યનું ભ્રમણ હોઈ શકે છે. સૂર્ય દરેક રાશિમાં ચોક્કસ સમય માટે ભ્રમણ કરે છે. ૧૨ રાશિનું ભ્રમણ પૂરું કરતા સૂર્યને એક વર્ષ લાગે છે, આમ એક રાશિમાં તે એક મહિનો રહે છે.  કુંડળીનાં ૧૨ સ્થાન પરથી સૂર્યના ભ્રમણની અસરો વિષે જાણીએ.

 

પ્રથમ સ્થાન: આ ભ્રમણમાં વ્યક્તિ આત્મવિશ્વાસથી ભરપૂર જોવા મળે છે. પોતાની ઈચ્છાશક્તિ માટે જુસ્સાથી આગળ વધે છે. નેતૃત્વના ગુણ, પોતાના અધિકારો અને સામર્થ્ય સાથે રાખીને કાર્યોમાં આગળ વધે છે.

 

બીજું સ્થાન: ભૌતિક સગવડો મેળવવા તરફ પ્રયત્ન વધે. સામાજિક મોભો વધારવા ખર્ચાઓ થાય. પરિવારમાં કોઈને સિદ્ધિ પ્રાપ્ત થઇ શકે.

 

ત્રીજું સ્થાન: વ્યક્તિની વાતચીતમાં એક અહં કે અધિકાર જણાય. કેટલીક વાર તેઓ અન્યને સલાહ આપે. ભાઈ-બહેન, મિત્રો, પડોશીઓ સાથેની લેણદેણ વધે. નાની મુસાફરી થાય.

 

ચોથું સ્થાન: રોજિંદી બાબતો પર ધ્યાન કેન્દ્રિત થાય. ઘર, મિલકત, પરિવારનાં કાર્યો હાથ પર લઇ પાર પાડવામાં આવે તેવું બને. પોતાની જીવનશૈલીમાં જોઈતા ફેરફાર આવી શકે.

 

પાંચમું સ્થાન: અભ્યાસ, મનોરંજન, રમતગમતમાં રસ વધે. પ્રેમપ્રસંગો કે ટૂંકા ગાળાના સંબધો, વાતચીત બને. સંતાન પ્રત્યેની જવાબદારીમાં વધારો થઇ શકે.

 

છઠ્ઠું સ્થાન: નોકરીમાં કે કાર્યક્ષેત્રે ઉપરીની મદદ મળી રહે. પોતાના નેતૃત્વ કે દેખરેખ હેઠળ કાર્યો થઈ શકે. આરોગ્ય માટે સજાગ બની તેને લગતાં પગલાં લેવા આ સમય સારો કહી શકાય. 

 

સાતમું સ્થાન: જીવનસાથી પ્રત્યેનો ઢોળાવ વધે અગર તો તેમના તરફ માલિકીભાવના વધે. અન્યની નજરમાં પોતાનો માન-મોભો વધારવાના પ્રયત્નો થાય. કાર્યક્ષેત્રે પ્રમોશન જોઈતું હોય તો સિનિયર લોકોની મદદ મળી રહે.

 

આઠમું સ્થાન: આ ભ્રમણ દરમિયાન વારસાઈ ધન, લોટરી, જૂનાં રોકાણોમાંથી કે આકસ્મિક આર્થિક લાભ થઇ શકે. વણઉકેલ્યા પ્રશ્નો બાબતે સ્પષ્ટતા થાય. રહસ્યમય બાબતો, જાસૂસી કે ગોપનીય માહિતી વગેરે તરફ મન ખેંચાય.

 

નવમું સ્થાન: આ સ્થાનમાં ભ્રમણ દરમિયાન ઉચ્ચ અભ્યાસ માટેનાં આયોજનો થઇ શકે. ધાર્મિક ને તત્ત્વજ્ઞાનમાં રસ વધે. લાંબી મુસાફરીના યોગ બની શકે. અધૂરાં કાર્યો ઝડપથી પૂરાં થઇ શકે.

 

દસમું સ્થાન: સત્તા કે પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય. સાથે મહત્વાકાંક્ષા અને જવાબદારીઓમાં વધારો થાય. સામાજિક પ્રતિષ્ઠા વધે. પિતા તરફથી સહકાર કે મદદ મળી રહે.

 

અગિયારમું સ્થાન: નવી ઓળખાણો થાય. ગ્રૂપ એક્ટિવિટીમાં સરાહના થાય. મિત્રોથી લાભ રહે. કાર્યક્ષેત્રે અનુકૂળ વાતાવરણ રહે. સૂર્ય રાહુથી દૂષિત થતો હોય તો વ્યક્તિ સ્વાર્થી બને.

 

બારમું સ્થાન: અંત:પ્રેરણા, તત્વજ્ઞાન, ગૂઢ જ્ઞાન તરફ મન રહે. લગ્નેતર સંબંધો થઇ શકે. વ્યસન તરફ મન વળી શકે. આર્થિક નુકસાન અગર તો ખર્ચામાં વધારો થઇ શકે. ઉપરોક્ત બાબતો સૂર્યનાં ૧૨ સ્થાનમાં ભ્રમણ માટે સર્વ સામાન્ય છે. 


(માહિતી- શ્રદ્ધા  ગિરા, theastrosmile@gmail.com )

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

રાશિ-ઉપાયવધુ

વાસ્તુશાસ્ત્રવધુ

TOP