વર્ષ 2019માં થશે 3 સૂર્યગ્રહણ અને 2 ચંદ્રગ્રહણ, તેમાંથી માત્ર 2 ગ્રહણ જ ભારતમાં દેખાશે, જ્યાં દેખાશે ગ્રહણ ત્યાં જ થશે તેની અસર

Eclipse of 2019, solar eclipse 2019, lunar eclipse 2019, solar eclipse on January 6

Divyabhaskar.com

Dec 18, 2018, 11:52 AM IST

ધર્મ ડેસ્કઃ- થોડા દિવસ પછી વર્ષ 2019 શરૂ થવાનું છે. નવા વર્ષના પહેલા સપ્તાહમાં જ સૂર્યગ્રહણનો યોગ બની રહ્યો છે. આ ગ્રહણ 5 જાન્યુઆરી, શનિવારના અડધી રાતથી શરૂ થઈને 6 જાન્યુઆરી, રવિવારના મધ્ય સુધી હશે. જોકે, આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં. આ કારણે અહીં તેનો કોઈ પ્રભાવ નહીં માનવામાં આવે. આ ગ્રહણ મધ્ય-પૂર્વી ચીન, જાપાન, ઉત્તરી-દક્ષિણી કોરિયા, ઉત્તર-રૂપ્વી રશિયા, મધ્ય-પૂર્વી મંગોલિયા, પ્રશાંત મહાસાગર, અલાસ્કાના પશ્ચિમી તટો પર દેખાશે.

2019માં થશે કુલ 5 ગ્રહણ

- વર્ષ 2019માં કુલ 5 ગ્રહણ થશે. તેમાં ત્રણ સૂર્યગ્રહણ અને બે ચંદ્રગ્રહણ સામેલ છે.


- સૌથી પહેલા 6 જાન્યુઆરીના સૂર્યગ્રહણ થશે. આ ભારતમાં નહીં દેખાય.


- 21 જાન્યુઆરીના ચંદ્રગ્રહણ થશે. આ પણ ભારતમાં દેખાશે નહીં.


- 2 જુલાઈના ખગ્રાસ સૂર્યગ્રહણ થશે. આ પણ ભારતમાં દેખાશે નહીં.


- 16 જુલાઈના ખંડગ્રાસ ચંદ્રગ્રહણ થશે. આ ગ્રહણ ભારતમાં દેખાશે.


- વર્ષ 2019નું છેલ્લું સૂર્યગ્રહણ 26 ડિસેમ્બરના થશે. આ ગ્રહણ માત્ર દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારમાં જ દેખાશે.

ભારતમાં દેખાશે આ 2 ગ્રહણ

- 16 જુલાઈના ખંડગ્રાસ ચંદ્રગ્રહણ થશે. આ ગ્રહણ ઉત્તરાષાઢા નક્ષત્ર તથા ધન-મકર રાશિ પર થશે. ગ્રહણનો સ્પર્શ રાતે 01:32થી થશે અને મોક્ષ રાતે 04:30 પર થશે. ગ્રહણ પર પર્વકાળ 2 કલાક 58 મિનિટનો રહેશે.

- વર્ષ 2019નું છેલ્લું સૂર્યગ્રહણ 26 ડિસેમ્બરના થશે. આ ખંડગ્રાસ સૂર્યગ્રહણ હશે, જે મૂળ નક્ષત્ર તથા ધન રાશિ પર માન્ય રહેશે. આ ખંડગ્રાસ સૂર્યગ્રહણ માત્ર દક્ષિણ ભારતના કેટલાક ક્ષેત્રોમાં જ દેખાશે. જે વિસ્તારમાં આ ગ્રહણ દેખાશે, માત્ર ત્યાં જ તેનાથી જોડાયેલા નિયમ માન્ય અને પ્રભાવી રહેશે.


આ પણ વાંચોઃ- જો દરેક વખતે સફળ થવા ઈચ્છો છો તો ડૉ. એપીજે અબ્દુલ કલામે જણાવી છે એક રીત

X
Eclipse of 2019, solar eclipse 2019, lunar eclipse 2019, solar eclipse on January 6
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી