ગ્રહદશા

13 સપ્ટેમ્બરના ગણેશ ચોથઃ 10 દિવસ ઉજવાશે ગણેશોત્સવ, શુભ યોગમાં સ્થાપિત શ્રીગણેશ દૂર કરશે તમારી દરેક મુશ્કેલી

ધર્મ ડેસ્કઃ ભાદરવા મહિનાની સૂદ તિથિના ગણેશ ચોથ ઉજવવામાં આવે છે. આ વખતે ગણેશ ચોથ 13 સપ્ટેમ્બર, ગુરુવારના છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. અમર ડિબ્બાવાલા મુજબ, આ વખતે એંદ્ર યોગ અને તુલા રાશિના ચંદ્રમાં શ્રીગણેશની પ્રતિમા સ્થાપિત થશે. આ વખતે 10 દિવસીય ગણેશોત્સવ ખાસ રહેશે. તેમાં માટીની પાર્થિવ પ્રતિમા સ્થાપિત કરી પૂજન કરવું શ્રેષ્ઠ રહેશે.

 

શુભ યોગમાં થશે ગણેશ ઉત્સવની શરૂઆત


પં. ડિબ્બાવાલા મુજબ, 13 સપ્ટેમ્બરના એંદ્ર યોગ, તુલા રાશિનો ચંદ્ર, સ્વાતિ નક્ષત્ર અને ગુરુવારનો સંયોગ છે. પંચાંગ મુજબ આવા સંયોગ ખૂબ ઓછા બને છે. શુભ દિવસ, શુભ નક્ષત્ર, શુભ યોગ અને શુભ વાર હોવાથી શ્રીગણેશ ચારેય તરફ શુભ કરવા માટે બિરાજશે. ખાસ એ પણ તે આ સંયોગમાં પાર્થિવ પ્રતિમા પૂજન ફળદાયક હોય છે. એટલે કે દરેક પ્રકારના પ્રાયશ્ચિતથી મુક્ત કરે છે. તહેવાર 10 દિવસ સુધી રહેશે. 13થી 22 સપ્ટેમ્બર સુધી ગણેશોત્સવ પછી 23ના અનંત ચતુર્દશી પર પાર્થિવ પ્રતિમાનું વિસર્જન કરવામાં આવશે. આ વખતે તિથિઓની વધ-ઘટ નથી.

 

ભાદરવા સૂદમાં ઉજવાશે આ તહેવારો


કેવડા ત્રીજ, વરાહ જયંતી - 12 સપ્ટેમ્બર
ગણેશ સ્થાપના - 13 સપ્ટેમ્બર
ઋષિ પાંચમ - 14 સપ્ટેમ્બર
મહાલક્ષ્મી વ્રત શરૂ - 16 સપ્ટેમ્બર
રાધા અષ્ટમી - 17સપ્ટેમ્બર
ચંદ્ર નવમી - 18 સપ્ટેમ્બર
તેજા દશમી - 19 સપ્ટેમ્બર
ડોલ અગ્યારસ - 20 સપ્ટેમ્બર
વામન જયંતી - 21 સપ્ટેમ્બર
શનિ પ્રદોષ - 22 સપ્ટેમ્બર
અનંત ચતુર્દશી - 23 સપ્ટેમ્બર

 

 

આ પણ વાંચોઃ- વિઘ્નહર્તા શ્રીગણેશની પૂજામાં તુલસીનો ઉપયોગ શા માટે વર્જિત છે?

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

રાશિ-ઉપાયવધુ

વાસ્તુશાસ્ત્રવધુ

TOP