શનિ મહારાજ હાલ મિથુન, કર્ક, મકર અને ધન રાશિની પરેશાની વધારી શકે છે, કરો આ ઉપાય

shani margi 2018 How to Please Lord Shani Dev

divyabhaskar.com

Sep 11, 2018, 05:15 PM IST

ધર્મ ડેસ્ક: શનિ મહારાજ ધનુ રાશિમાં વક્રી હતા, હવે તેઓ માર્ગી થઈ ગયા છે. એટલે સીધી ગતિમાન રહેશે. જેના લીધે વિવિધ રાશિઓ પર અલગ-અલગ અસર પડશે. અમારા જ્યોતિષાચાર્ય દૂર્ગા પ્રસાદ જણાવી રહ્યા છે કે આ પરિવર્તનની અસર આઠ રાશિ પર સારી પડશે જ્યારે કર્ક, મકર અને ધન રાશિની પરેશાની વધશે.

મેષ રાશિ પર શનિ મહારાજ ભાગ્યને આગળ વધારવામાં મદદ કરશે. વિદેશયાત્રા સંબંધી કાર્યો પૂરા થશે.
ઉપાય તરીકે તમારે નિયમિત પીપળે જળ ચઢાવવું.


વૃષભ રાશિના જાતકો માટે આ સ્થિતિ આઠમા ભાવ પર થતી હોવાથી સ્વાસ્થ્ય સંબંધી ચિંતામાં રાહત થશે. ધન આવવાની સંભાવના ઘટશે.
ઉપાય તરીકે શિવજી ઉપર કાળા તલ નાખી જળથી અભિષેક કરો.


મિથુન રાશિનાં જાતકો માટે શનિ તમારા સાતમા ભાવ પર હોવાથી તમને પારિવારિક ક્લેશ થશે.
ઉપાય તરીકે શિવ મંદિરમાં મસૂરની દાળ ચડાવવી.


કર્ક રાશિના જાતકો માટે આ પરિવર્તન રોગ વૃદ્ધિ કરાવનારો અને આર્થિક રીતે નુકસાનકારક રહેશે. વિદ્યાર્થીઓ માટે ઉત્તમ છે.
ઉપાય તરીકે હનુમાન ચાલીસાના પાઠ અને હનુમાનજીને ચોળા ચઢાવો.


સિંહ રાશિના જાતકો માટે આ પરિવર્તન ઉત્તમ છે. તમારા નોકરી-ધંધામાં પ્રગતિ થાય. પારિવારિક ક્લેશ દૂર થશે.
ઉપાય તરીકે હનુમાનજીને તેલ-સિંદૂર ચડાવી, હનુમાન ચાલીસાના પાઠ કરવા.


કન્યા રાશિ ના જાતકો માટે આ પરિવર્તન સામાન્ય રીતે તમારા સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે અને પતિ-પત્ની વચ્ચેના અંતર દૂર કરાવશે. ધંધા વ્યાપારમાં સફળતા મળે
ઉપાયમાં નિયમિત રીતે પીપળાને જળ ચઢાવું.


તુલા રાશિ ના જાતકો માટે આ પરિવર્તન સામાન્ય રીતે તમારી તમામ ઈચ્છાઓ પૂર્ણ કરનાર અને આર્થિક રીતે સંકટ આપનાર સાબિત થશે.
ઉપાય તરીકે ગરીબને ભોજન કરાવવું

વૃશ્ચિક રાશિના જાતકો માટે આ પરિવર્તન એકંદરે સારું છે. વિરોધીઓનો વધારો થાય, પરંતુ આખરે વિજય તમારો થશે. આર્થિક રીતે સમય સામાન્ય રહેશે.
ઉપાય તરીકે તમારે હનુમાનજીને તેલ-સિંદૂર ચઢાવવું.


ધન રાશિના જાતકો માટે આ રાશિનો પરિવર્તન ઉત્તમ રહેશે. યાત્રા પ્રવાસ થશે. વ્યાપારમાં સારું રહેશે. નોકરિયાત વર્ગને ટ્રાન્સફર થાય તેવા યોગો છે.
ઉપાય તરીકે હનુમાનજીના મંદિરમાં મોતીચૂરના લાડુ ચઢાવવા,

મકર રાશિના જાતકો માટે આ પરિવર્તન તમારા દ્વાદશ ભાવ પર થતો હોવાથી ખર્ચમાં વધારો અને સંબંધો બગાડનાર રહેશે. ખોટા માણસોથી દૂર રહેવું.
ઉપાય તરીકે શનિ મંત્રનો જાપ કરી શિવજીને જળાભિષેક કરવો.

કુંભ રાશિના જાતકો માટે આ પરિવર્તન એકંદરે સારું રહેશે. આવક આપનારુ અને ધંધામાં વિકાસ કરાવશે. પતિ-પત્નીના સંબંધોમાં અથવા પ્રેમી પ્રેમિકા ન સંબંધોમાં તિરાડ પડે તેવું છે.
ઉપાયમાં નિયમિત રીતે પીપળે જળ ચઢાવું.


મીન રાશિના જાતકો માટે આ પરિવર્તન તમારા માટે અનુકૂળતા આપનાર છે. સંતાન પ્રાપ્તિના ચાન્સ વધે છે. ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ યાત્રા થઈ શકે.
ઉપાય તરીકે હનુમાન ચાલીસાના પાઠ નિયમિત કરવા.

(માહિતી: જ્યોતિષાચાર્ય દુર્ગાપ્રસાદ, Email id: durgaprasadastro@gmail.com)

સામા પાંચમ વ્રત વિધિ અને વ્રત કથા

X
shani margi 2018 How to Please Lord Shani Dev
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી