ગ્રહદશા
Home » Jyotish Vastu » Grahyuti » Shani's Remedy, Shani Will Change The Move On 6th September, Lord Shani Dev

તમારું કામ ઇમાનદારીથી કરો, ગરીબોને સતાવો નહીં, કોઈ સાથે અન્યાય ન કરો, આવા જ 5 કામ જેનાથી પ્રસન્ન થાય છે શનિદેવ

ધર્મ ડેસ્કઃ શનિ ગ્રહ સમય-સમય પર વક્રી અને માર્ગી ચાલ ચાલતો હોય છે. આ વખતે 6 સપ્ટેમ્બરથી શનિ માર્ગી થવાનો છે. હિન્દુ ધર્મમાં શનિદેવને લઈને અનેક માન્યતાઓ પ્રચલિત છે. જેમ કે શનિ ક્રૂર ગ્રહ છે, તે માત્ર અશુભ ફળ જ આપે છે અને જેના પર શનિની દ્રષ્ટિ પડી જાય તેના ખરાબ દિવસો શરૂ થઈ જાય છે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ શનિ અશુભ ફળ જ નહીં પરંતુ શુભ ફળ પણ પ્રદાન કરે છે અને એ પણ કોઈ ઉપાય કર્યા વિના.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા મુજબ શનિદેવ ન્યાયાધીશ છે એટલે કે જે લોકો ખોટાં કામ કરે છે, માત્ર તેમને જ પરેશાન કરે છે અને જે લોકો પોતાનું કામ ઇમાનદારીથી કરે છે, ખરાબ કામોથી બચીને રહે છે તેમના પર શનિદેવ ક્યારેય અશુભ પ્રભાવ નથી નાખતા. શનિદેવને પ્રસન્ન કરવા માટે તેલ ચઢાવવું અથવા કાળી વસ્તુઓનું દાન કરવું પણ જરૂરી નથી. જાણો કઈ વાતોનું ધ્યાન રાખવાથી શનિના અશુભ ફળની અસર નથી થતી.

- જો તમે તમારું કામ ઇમાનદારીથી કરો છો અને મહેનત કરવાથી પાછા નથી હટતા તો શનિ ક્યારેય તમને પરેશાન નહીં કરે.

- શનિ મજદૂર અને ગરીબ લોકોનો પ્રતિનિધિ માનવામાં આવે છે. જો તમે કોઈ મજદૂરનો હક નથી છીનતા, ગરીબને નથી સતાવતા તો તમને શનિ ક્યારેય પ્રભાવિત નહીં કરે.

- શનિને ન્યાયનો ગ્રહ કહેવામાં આવે છે. જો તમે કોઈની સાથે અન્યાય નથી કરતા તો પણ શનિ તમારેથી ખુશ રહે છે.

- શનિને સારું ચરિત્ર પસંદ છે. જો તમે તમારા કેરેક્ટરનું પૂરું ધ્યાન રાખો છો તો પણ શનિ ક્યારેય ખરાબ નથી કરતો.

શનિને માંસાહાર અને દારુ પસંદ નથી. જો તમને શનિની શુભ અસર જોવી છે તો જેટલું શક્ય હોય આ આદતોથી દૂર રહો.


આ પણ વાંચોઃ- 9 સપ્ટેમ્બરના અમાસઃ હનુમાનજી સામે 11 દીવા પ્રગટાવી હનુમાન ચાલીસાના પાઠ કરવાથી ટળી શકે છે મુશ્કેલીઓ

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

રાશિ-ઉપાયવધુ

વાસ્તુશાસ્ત્રવધુ

TOP