ગ્રહદશા

બુધ ગ્રહ થશે માર્ગી, ગુરુ ગ્રહનો ઉદય: મેષ રાશિના લોકો માટે ધનની પ્રાપ્તિના સ્ત્રોત ઉત્પન્ન થશે, સિંહ રાશિના લોકોને મળશે નવું વાહન ખરીદવાનો મોકો, જાણો 12 રાશિ પર કેવી થશે અસર

ધર્મ ડેસ્કઃ- ગુરુવાર, 6 ડિસેમ્બરથી ગ્રહ ગોચર પરિભ્રમણમાં બુધ ગ્રહ માર્ગી થશે, જ્યારે ગુરુનો અસ્તમાંથી ઉદય વૃશ્ચિક રાશિમાં થશે. જ્યારે સૂર્ય ગ્રહનું વૃશ્ચિક રાશિમાં પરિભ્રમણ ચાલુ છે, જેથી આ ત્રણ ગ્રહોની યુતિ આગામી ટૂંક સમયમાં સરકારી ખાતામાં, નિગમ, સેમી બોર્ડ સંસ્થા, એસોસિએશન, સેવા-આયોગ જેવી સંસ્થામાં, મોટા અધિકારીઓની ટ્રાન્સફર તથા નવા અધિકારીઓની નિમણૂક થવાની પ્રબળ શક્યતા રહેલી છે. ખાદ્ય પદાર્થ કે જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓમાં, કાપડ ઉદ્યોગ, સોના-ચાંદીના ખરીદ-વેચાણના ધંધામાં તેજી આવવાનો પ્રબળ શુભ સંકેત વર્તાઈ રહ્યા છે. પાણીને લગતી તમામ વસ્તુઓ મોંઘી બને. શિક્ષણ પદ્ધતિમાં વધારે શુભ પરિવર્તન થઈ શકે છે. બેંક, વીમા કંપની, તેમજ વાહન વ્યવહારને લગતી વધારે સેવા બને આગામી સારી સેવા ઉપલબ્ધ થઈ શકે છે. આગામી સમયમાં લેખન, વાંચન, કૌશલ્યમાં અલગ-અલગ દેશની ભાષાનો ફેલાવો થાય તેમજ લોકો શીખવા, સમજવા માટે વધારે ઉત્સુક બની શકે છે. આજથી લગ્ન પ્રસંગોનો પ્રારંભ થશે અને તા. 8થી માગશર મહિનાનો પ્રારંભ થશે. આ માસમાં સખત ઠંડી પડશે અને તાવ, શરદી, ઉધરસના દર્દીઓ વધશે. સીનિયર સીટીઝન વર્ગ માટે આ સમયે વધુ કપરો બની શકે છે. અમદાવાદના જાણીતા જ્યોતિષાચાર્ય આશિષ રાવલ તથા પ્રદ્યુમન ભટ્ટ મુજબ આગામી સમય દરેક રાશિ માટે કેવો રહેશે, જાણો-

 

મેષ રાશિ
કુટુંબમાં માંગળિક કાર્યો આવી શકે છે. ધન પ્રાપ્તિ માટે અનેકવિધ માધ્યમથી આવકના સ્તોત્ર ઉત્પન્ન થઈ શકે છે. વાણી દ્વારા માન-સન્માન પ્રાપ્ત થઈ શકે છે.

 

વૃષભ રાશિ
આવક કરતા જાવકની સ્થિતિ સર્જાય તેવી શક્યતાઓ છે. ગળાને લગતી તકલીફો થઈ શકે છે. સરકારી સબસિડી, સહાય મળવાના પ્રબળ યોગ બની રહ્યા છે.

 

મિથુન રાશિ
નોકરી-ધંધામાં નવી તકો ઉત્પન્ન થઈ શકે છે. આકસ્મિક આવક વધી શકે છે. નવા મિત્રો સાથે મુલાકાત થઈ શકે છે. માનસિક ચિંતા રહેશે.

 

કર્ક રાશિ
પ્રેમ-પ્રસંગોના યોગ બની શકે છે. શ્વાસ તથા હ્રદયને લગતી બીમારીઓમાં ધ્યાન રાખવું. વિદેશ જવાની પ્લાનિંગ કરી રહ્યા છો તો વિઝા મળવાની શક્યતાઓ છે.

 

સિંહ રાશિ
કોર્ટ-કચેરીમાં લાંબા સમયથી ચાલી રહેલા વિવાદોનો ઉકેલ આવી શકે છે. નવા મકાન, વાહન અને મોબાઇલ ખરીદવાના યોગ બની રહ્યા છે.

 

કન્યા રાશિ
નવા ધંધામાં સાહસ કરવાથી કામમાં સફળતા મળી શકે છે. મિત્રો દ્વારા લાભ થવાની સ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે. કમર સાથે જોડાયેલી તકલીફો થઈ શકે છે.

 

તુલા રાશિ
શેર બજારમાં રોકાણ કરવા માટે સમય સારો છે. જીવન સાથી સાથે સંબંધો મધુર બનશે. વિદેશમાં રહેતા મિત્રો કે સગા-સંબંધીથી લાભ થઈ શકે છે.

 

વૃશ્ચિક રાશિ
રાજકીય ક્ષેત્રે સમય સારો રહેશે. વિરોધી શત્રુથી સતત સાવચેત રહેવું. માતાજીની ઉપાસના વધારે ફળદાયી નીવડશે.

 

ધન રાશિ
ધાર્મિક કાર્યો પાછળ રૂપિયા ખર્ચ થઈ શકે છે. વેપારી વર્ગે ઉધાર આપેલા રૂપિયા પાછા મળે તેવી શક્યતાઓ ઓછી દેખાઇ. કુટુંબમાં ઝઘડા થયા કરે.

 

મકર રાશિ
આકસ્મિક ખર્ચ આવી શકે છે. કાળી વસ્તુથી ફાયદો થઈ શકે છે. લાંબા સમયના સંબંધો બગડે.

 

કુંભ રાશિ
નજીકના સ્વજનનો અલવિદા કહી શકે છે. આકસ્મિક સારા સમાચાર મળી શકે છે. આંખોને લગતી બીમારી થઈ શકે છે.

 

મીન રાશિ
શુભ સમય, શુભ તક, માનસિક ચિંતા ઘટી શકે છે. વિલ અને વારસો મેળવવા માટે સમય શુભ છે.

 


આ પણ વાંચોઃ- એક વ્યક્તિને દરિયાકિનારે એક ચાંદીની છડી મળી, જ્યારે તે દરિયામાં સ્નાન કરવા લાગ્યો તો તે છડી તેના હાથથી છૂટી ગઈ, તે વ્યક્તિ ખૂબ ઉદાસ થઈ ગયો

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

રાશિ-ઉપાયવધુ

વાસ્તુશાસ્ત્રવધુ

TOP