ગ્રહદશા

રાહુની અશુભ અસરથી વધે છે દુર્ભાગ્ય, વ્યક્તિને પડે છે ખોટું બોલવાની અને દારૂની આદત

 

ધર્મ ડેસ્ક: જ્યોતિષમાં કુલ 9 ગ્રહો વિશે જણાવવામાં આવ્યું છે અને બધા જ ગ્રહોની અસર અલગ-અલગ હોય છે. આ નવ ગ્રહોમાં રાહુ-કેતુને છાયા ગ્રહ માનમાં આવે છે. જો કોઇ વ્યક્તિની કુંડળીમાં રાહુ શુભ સ્થિતિમાં ન હોય તો, કોઇપણ વ્યક્તિ પાસેથી કોઇપણ વસ્તુ મફતમાં ન લેવી જોઇએ. મફતની દરેક વસ્તુ પર રાહુનો અધિકાર હોય છે. જ્યોતિષમાં જણાવ્યા અનુસાર રાહુ એક એવો ગ્રહ છે, જે ગમેત્યારે તેની અસર બદલી શકે છે. કોલકાતાની એટ્રોલોજર ડૉ. દીક્ષા રાઠીના જણાવ્યા અનુસાર, ક્યારેક-ક્યારેક નક્કી કરેલ કામ પૂરાં નથી થતાં અને અચાનક મન બદલાઇ જાય છે. આપણે કોઇ બીજા કામમાં લાગી જઈએ છીએ. આ રાહુની અસરના કારણે જ થાય છે.

 

- જો રાહુલગ્ન ભાવમાં હોય કે લગ્ન ભાવના સ્વામી સાથે હોય તો વ્યક્તિ જાણી-સમજીને વાતે-વાતે ખોટું બોલેછે અને વિચારે છે કે, તે જે કરી રહ્યો છે તે યોગ્ય છે. આવી વિચારસરણી રાહુના કારણે બને છે.
- રાહુના કારણે જ કોઇને દગો આપવાની પ્રવૃત્તિ વધે છે.
- જો કોઇ વ્યક્તિની કુંડળીમાં રાહુ શુભ હોય તો, તેને બીજાંની ગુપ્ત વાતો જાણવા મળી જાય છે. રાહુ રહસ્યનો કારક ગ્રહ છે.
- કુંડળીમાં રાહુ અશુભ હોવાથી વ્યક્તિ માંસ-મદિરાનું સેવન કરે છે, ખરાબ લતમાં ફસાય છે. અચાનક સ્વભાવ ગુસ્સાવાળો બને છે.
- રાહુની અશુભ અસર ઓછી કરવા માટે કેટલાક જ્યોતિષ ઉપાય કરવા જોઇએ.

 

રાહુ માટે કરવા જોઇએ આ જ્યોતિષ ઉપાય


- રાહુનો દોષ દૂર કરવા શનિ અને ભૈરવ મહારાજની વિશેષ પૂજા કરવી જોઇએ. 
- કોઇ ગરીબને કાળા ધાબળાનું દાન કરવું જોઇએ. આ ઉપાય સમયાંતરે કરવો જોઇએ.
- રોજ સવારે પક્ષીઓને બાજરીનું ચણ નાખવું. સમયાંતરે સાત પ્રકારનાં અનાજનું દાન કરવું જોઇએ.
- તામસી ખોરાક અને મદિરાપાનથી દૂર જ રહેવું જોઇએ.- રોજ સવારે શિવજીની પૂજા કરવી જોઇએ.

 

જમતા-જમતા વારંવાર ઊભા થવા પર થઈ શકે છે રૂપિયાનું નુકસાન, છોડેલું ભોજન કરવાથી ઓછી થઈ શકે છે ઉંમર

 

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

રાશિ-ઉપાયવધુ

વાસ્તુશાસ્ત્રવધુ

TOP