સાચી મકર સંક્રાંતિ 21મી ડિસેમ્બરે, આજ દિવસે સાયન રાશિ પ્રમાણે સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ

આજથી 1800 વર્ષ પહેલા સૂર્યનો મકર સંક્રાંતિ પ્રવેશ સાયન અને નિરયન રાશિ પ્રમાણે 21 ડિસેમ્બર હતો

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - Dec 19, 2018, 11:58 AM
Why do we celebrate Makar Sankranti 21 December

સુરત : 21 ડિસેમ્બરે સવારે 3.54 કલાકે સાયન રાશિ પ્રમાણે સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ થતાં મકરસંક્રાંતિનો પ્રારંભ થશે. આ સમયે સાયન રાશિ પ્રમાણે મંગળનું વૃશ્ચિક લગ્ન અને ત્રીજે સૂર્ય, શનિ અને કેતુની યુતિ શાસકો માટે કસોટીનો સમય રહેશે. 21 ડિસેમ્બરે વર્ષની સૌથી લાંબી રાત ભારતમાં 13.12 કલાકની રહેશે. જ્યારે દિવસ 10.48 કલાકનો રહેશે. આ સમયે સૂર્યની સાથે ગોચર ભ્રમણમાં શનિ-કેતુ હોવાથી આગામી ત્રણ મહિના શાસકો માટે કસોટી સમાન રહેશે.


આજથી 1800 વર્ષ પહેલા સૂર્યનો મકર સંક્રાંતિ પ્રવેશ સાયન અને નિરયન રાશિ પ્રમાણે 21 ડિસેમ્બર હતો. આથી 21 ડિસેમ્બરની રાત વર્ષની સૌથી લાંબી રાત છે. આ અંગે પંડિત દેવવ્રત કશ્યપે જણાવ્યું હતું કે શાસ્ત્રોમાં સૂર્યનો સાયન મકર રાશિમાં પ્રવેશ 21 ડિસેમ્બરે રાતે એટલે 22 ડિસેમ્બરે સવારે 3.54 કલાકે થાય છે. આ દિવસે સાયન રાશિ પ્રમાણે કુંડળી મૂકતા વૃશ્ચિક લગ્ન આવે છે. મકર રાશિમાં આ સમયે શનિ અને કેતુ સાથે સૂર્યની યુતિ થાય છે. આથી સાયન રાશિના ફળકથન પ્રમાણે આગામી ત્રણ મહિના શાસકો માટે કસોટીના રહેશે. મીન રાશિમાં પાંચમાં સ્થાનમાં મંગળ ભાગ્ય સ્થાનને જોતા સત્તાપક્ષથી ખેડૂતો અને વિદ્યાર્થીઓને અસંતોષ રહેશે.


લગ્નેશ મંગળ હોવાથી આતંકવાદ અને આગની ઘટનાઓ વધતી જણાશે. એપ્રીલ મહિના સુધી ધરતીકંપની શક્યતા વધુ રહેશે. ગરીબ અને નીચલા વર્ગમાં અસંતોષ જોવા મળશે. વિદ્યાર્થીઓ દ્વારા આંદોલન થવાની શક્યતા રહેલી છે. આ સમયમાં બાળકો અને સ્ત્રીઓ પર અત્યાચારોની સંભાવના રહેશે. બુધ અને ગુરૂ ધનરાશિમાં બીજા સ્થાનમાં હોવાથી શૈક્ષણિક ક્ષેત્રે ઉથલપાથલ જોવા મળશે. દેશમાં વેપાર-ધંધાની સ્થિતિ મધ્યમ રહેશે. ખાસ કરીને હીરા, ટેક્સટાઈલ અને રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં નાણાંકીય ભીડ રહેશે. ઉઠમણાં વધશે. ખાણ અને ખનિજના કૌભાંડો બહાર આવે. આઠમાં સ્થાનમાં ચંદ્ર ભાગ્યહાની, રોગચાળો અને કમોસમી વરસાદની સંભાવના રહેશે. નવું બજેટ આવ્યા બાદ આર્થિક સ્થિતિમાં થોડો સુધારો જોવા મળશે.


પૃથ્વી 23.5 ડીગ્રી પર દક્ષિણાયનમાં હોય છે


વર્ષના બે દિવસ 21 ડિસેમ્બરે સૌથી લાંબી રાત અને 21 જૂને સૌથી લાંબો દિવસ હોય છે. આ વર્ષે 21 ડિસેમ્બરે સૌથી લાંબી રાત આવી રહી છે. જે દિવસે રાત 13.12 કલાકની અને દિવસ 10.48 કલાકનો રહેશે. સૂર્યના કિરણો દક્ષિણ ગોળાર્ધ પર સીધા પડતાં હોવાથી ઉત્તર ગોળાર્ધમાં લાંબી રાત્રિઓનો સમય હોય છે. આ સમયને દક્ષિણાયન પણ એટલે જ કહે છે. 22 ડિસેમ્બરથી દિવસ મોટો થતો જશે. આજથી 1800 વર્ષ પહેલા સાયન અને નિરયન બંને રાશિ પ્રમાણે 21 ડિસેમ્બરે મકર સંક્રાંતિ મનાવાતી હતી. ધનંજય રાવલ, ખગોળશાસ્ત્રી.

X
Why do we celebrate Makar Sankranti 21 December
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App