તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજે નવા વર્ષની સૌપ્રથમ શનિશ્ચરી અમાસ, શનિદેવને રીઝવવાથી પીડામાંથી મુક્તિ મળશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • શનિદેવને રીઝવવા માટે આજનો દિવસ શ્રેષ્ઠ.
  • શનિની પનોતી ધરાવતા લોકો શનિદેવને રીઝવીને પીડામાંથી મુક્તિ મેળવી શકશે.
  • શનિદેવને કાળા તલ અને અડદ અર્પણ કરવા.

અમદાવાદઃ આજે વિક્રમ સંવત 2075 અને વર્ષ 2019ની પ્રથમ શનિશ્ચરી અમાસ છે. સૂર્ય પુત્ર શનિદેવની કૃપા મેળવવા માટે હનુમાનજી તેમજ શનિદેવના મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જામશે. શનિદેવને રીઝવવા માટે આ દિવસ શ્રેષ્ઠ માનવામાં આ‌વે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર, શનિદેવને ક્રૂર ગ્રહ ગણવામાં આવે છે. કાર્ય અને સફળતાના દેવતા એવા શનિદેવ વ્યક્તિને તેના કર્મ અનુસાર શુભ કે અશુભ ફળ આપે છે. તેથી જ ભક્તો શનિદેવને રીઝવીને પીડામાંથી મુક્તિ મેળવી શકશે.

 

જૂના વસ્ત્રોનું દાન, શનિદેવને તેલ અડદ અર્પણ કરવાથી શનિ પીડા ટળી શકશે
ઘણા જાતકોની કુંડળીમાં અશુભ શનિ નીચનો, અસ્તનો કે શત્રુક્ષેત્રી શનિ હોવાને કારણે કે પનોતીને કારણે શનિ પીડા આપે છે, જેમાં સંબંધીઓ વચ્ચે કે કૌટુંબિક વેર વધતાં કોર્ટ કચેરીના ધક્કા શરૂ થાય છે, વેપાર ધંધા અને નોકરીમાં નુકસાની, દેવું વધવું, ડાયાબિટીસ, સંધિવા કે હૃદયને લગતી સમસ્યા જેવી શનિ પીડા અનુભવાતા હોય તેમણે જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિદેવને રીઝવવા. જ્યોતિષીઓના મતે શનિ અમાસના દિવસે શનિ આરાધના ઉપાસના દાન પુણ્ય કે પૂજા કરવાથી અવશ્ય શનિ કૃપા પ્રાપ્ત થાય છે, શનિ પીડામાંથી મુક્તિ મળે છે. શાસ્ત્ર અનુસાર શનિ અમાસના દિવસે કે રાત્રે કેટલાક ઉપાયો કરવામાં આવે તો ચોક્કસ શનિદેવના આશીર્વાદની પ્રાપ્તિ થાય છે. જીવનની પીડા, કષ્ટ, બાધા પણ દૂર થાય છે.

 

આ કારણોથી શનિ પીડા ટળે

  • શનિવારે ઉપવાસ રાખી સાંજના સમયે શનિ દર્શન બાદ અડદની દાળ અને રોટલીનું ભોજન લેવું.
  • પોતાના જૂના વસ્ત્રો તથા યથાશક્તિ ગરીબોને અન્નદાન કરવું.
  • કાળા અડદ, કાળા સફેદ તલ, તેમજ તલના તેલનું દાન કરવું.
  • લોખંડના વાસણ કે કાળા કામળાનું દાન કરવું.
  • શનિદેવને તેલ અડદ અને કાળા તલ અર્પણ કરવા.
  • શનિમંત્રની રાત્રે પોતાને પડતી પીડા દૂર થઈ જાય તેવી પ્રાર્થના કરવી.

 

અન્ય સમાચારો પણ છે...