હ્યુમર / આ 5 કામથી મશીની નેતા તૈયાર થશે

Humor article by jay kumar

divyabhaskar.com

May 11, 2019, 11:29 AM IST

અમુક દિવસ પહેલાં સમાચાર આવ્યા હતા કે ન્યુઝીલેન્ડમાં રોબોટ પોલિટિશિન ડેલવપ કર્યા છે. આ રોબોટને ડેવલપ કરવામાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો યુઝ કર્યો. આ કારણે તેનું નામ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પોલિટિશિયન રાખ્યું છે. તેને એટલો લાયક બનાવાઈ રહ્યો છે કે તે દરેક વસ્તુનો પ્રોપર જવાબ આપી શકે. તેનાથી સોશિયલ મીડિયાનો પણ એક્સપોઝર કરાવાઈ રહ્યો છે જેથી તે પોતાનું જ્ઞાન અને માહિતી વધારી શકે. જો આપણે એવાં મશીની નેતા તૈયાર કરવા છે તો તેના માટે 5 કામ કરવા પડશે :


1. સૌથી પહેલાં તો તેનું નામ બદલવું. નવું નામ હશે- આર્ટિફિશિયલ અનઈન્ટેલિજન્સ પોલિટિશિયન. માનવી હોય કે રોબોટ, કાં એ તો ઈન્ટેલિજન્સ હોય કાં પોલિટિશિયન.


2. આ રોબોટના અલ્ગોરિધમ અને પ્રોગ્રામિંગમાં ભ્રષ્ટાચાર, ભાઈ-ભત્રીજાવાદ, જાતિવાદ અને સાંપ્રદાયિકતા જેવી વસ્તુઓ ઉમેરવી પડશે. તેના વિના આ રાજકીય રોબોટ કંઇ કામનું નહીં હોય.


3. તેના સોફ્ટવેર પર ઘણી મહેનત કરવી પડશે. તેને એવી રીતે બનાવવું પડશે કે મોટા ભાગની વસ્તુઓના તો તે જવાબ જ ના આપે. જો જવાબ આપે તો પોલિટિશિયન રોબોટ શેનો. તેને એ જરૂરથી ખબર હશે કે નકામી વસ્તુઓ પર ક્યારેક બૂમબરાડા પાડવા નહીં.


4. પૈસા કેવી રીતે પડાવી શકાય તેનું સ્પેશિયલ સોફ્ટવેર તેમાં નાખવું પડશે. નહિંતર કોણ તેને નેતા માનશે?


5. ન્યુઝીલેન્ડનો રોબોટ સોશિયલ મીડિયાની મદદથી પોતાનું જ્ઞાન વધારી રહ્યો છે. અાપણે ત્યાંના રોબોટને નેતાઓનાં નિવેદન કે ટિ્વટ વંચાવવા પડશે. જો આપણે ત્યાં આ પ્રકારના રોબોટને એ વાતની ટ્રેનિંગ હાલ ચૂંટણીના દરોમાં મળી જશે તો જીવનભર કામ લાગશે.

X
Humor article by jay kumar

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી