હ્યુમર / મોંઘવારીના દરે કર્યો આપઘાતનો પ્રયાસ

Suicide attempt at inflation rate

Divyabhaskar.com

Aug 17, 2019, 12:58 PM IST

એક ચોંકાવનારા ઘટનાક્રમમાં મોંઘવારીના દરે આપઘાતનો પ્રયાસ કર્યો. તેને હોસ્પિટલમાં દાખલ કરાયો છે, જ્યાં તેની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. સૂત્રોના કહેવા મુજબ, તે 25 મહિનાની સૌથી નીચી સપાટીએ ગગડ્યો હોવાનું સામે આવ્યું હતું તે દિવસથી જ માનસિક રીતે ખૂબ પરેશાન હતો. તેની પાસેથી એક સ્યૂસાઇડ નોટ પણ મળી આવી છે, જેમાં લખ્યું છે, 'હું મોંઘવારી છું, હું કેવી રીતે ગગડી શકું? તેમ છતાં એમ કહીને મને હેરાન કરાય છે કે હું નીચે ગગડી રહી છું. મને શું નેતા સમજી લીધી છે?'

X
Suicide attempt at inflation rate

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી