હ્યુમર / 'બધા પાઉડર-સાબુ પોતાની દુકાન સમેટી લે'

humour article of pratik gautam

Divyabhaskar.com

Aug 17, 2019, 12:48 PM IST

ઝાકળનાં ટીપાંનો ઇન્ટરવ્યૂ

વડાપ્રધાને એક ચેનલના કાર્યક્રમમાં કહ્યું કે બાળપણમાં તેઓ ઝાકળના ટીપાંનો સાબુની જેમ ઉપયોગ કરી લેતા હતા. રિપોર્ટરને તો તમે ઓળખો જ છો. આવી જ તકની શોધમાં રહે છે. જોકે, વરસાદમાં ઝાકળ શોધવી બહુ મુશ્કેલ હતું. છતાં કોઇ ખૂણામાં આળસ ખાતી દેખાઇ ગઇ તો તેને જણાવવા લાગ્યો:
ઝાકળ: અરે, અરે, અરે! ઓ કાકા, ક્યાં ધસી આવી રહ્યા છો?
રિપોર્ટર: તમને નથી ખબર, પીએમએ તમારો ઉલ્લેખ કર્યો છે.
ઝાકળ: અરે ઝાકળ નહીં, ડિજિટલ ઇન્ડિયાનો સમય છે, 'ઓએસ' કહ્યું હશે કે આતંકવાદની વાત કરીને 'ઓસામા' કહ્યું હશે. તમે ખોટું સાંભળ્યું હશે.
રિપોર્ટર: ના, ઝાકળ જ કહ્યું છે. તેમણે કહ્યું કે તેઓ બાળપણમાં સાબુના બદલે ઝાકળનો ઉપયોગ કરી લેતા હતા.
ઝાકળ: એટલે આજકાલ લોકો જમીન પર કપડાં રગડવા આવે છે. મને લાગ્યું કે બટાકાવાળી ફેશન હશે.
રિપોર્ટર: બટાકાવાળી કઇ?
ઝાકળ: જેમ અત્યારે તમે ઝાકળમાંથી સાબુનું કહો છો તેમ જ થોડા દિવસ પહેલાં મેં જોયું હતું કે લોકો બટાકામાંથી સોનું કાઢવાના ચક્કરમાં પાગલ થઇ રહ્યા હતા.
રિપોર્ટર: ઓ હો, તો તો તમે ઘણું બધું મિસ કરી દીધું. ધ્યાન આપ્યું હોય તો નાળામાંથી ગેસ કાઢતા લોકો પણ દેખાઇ જાત.
ઝાકળ: એ બધું મને નથી ખબર. આમ પણ હું ઝાકળ રહીને ખુશ નથી. હું કોઇ એવી મોસમની શોધમાં છું કે જ્યારે હું આૅસમ થઇ જાઉં.
રિપોર્ટર: બહુ ગંદું વર્ડપ્લે કર્યું છે, મને સમજાતું નથી કે તમે કપડાં કેવી રીતે સાફ કરી લેતા હતા?
ઝાકળ: એ જાણવું હોય તો એક વાર મને વોશિંગ મશીનમાં નાખીને જોઇ લો. ખબર પડી જશે.
રિપોર્ટર: બહુ ઊડશો નહીં, હમણાં સૂરજ આવશે તો ઊડી જશો. એ કહો કે આ નવા ખુલાસા બાદ તમને તમારું ફ્યુચર કેવું લાગે છે?
ઝાકળ: ફ્યુચરનું શું કહું, બસ એ સમાચાર છાપી દેજો કે બધા પાઉડર-સાબુ પોતાની દુકાન સમેટી લે. વડાપ્રધાને અજમાવેલી બ્રાન્ડ માર્કેટમાં આવી રહી છે.
રિપોર્ટર: બ્રાન્ડની ટેગલાઇન શું હશે?
ઝાકળ: જાવ, લખી દેજો, દાગ હી અચ્છે હૈ.

X
humour article of pratik gautam

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી