હ્યુમર / સ્માર્ટ સ્પીકર એલેક્સા હવે હિન્દીમાં પણ વાત કરશે

Humor description by saurabh jain

Divyabhaskar.com

Jun 15, 2019, 06:23 PM IST

- ત્યારે તો તમિલનાડુમાં તેના પર પ્રતિબંધ મુકાઈ જશે?
ચંદ્ર પર જવા માટે 15 જુલાઈએ ચંદ્રયાન-2 મિશન લોન્ચ થશે.
- રોબર્ટ વાડરાએ સાઈટ વિઝિટ કરવા ઈડી પાસે મંજૂરી માગી છે.
એક ન્યૂઝ ચેનલે લાપતા AN-32 વિમાનને એલિયન્સ લઈ ગયા હોવાનો દાવો કર્યો.
- તો ભાનગઢના કિલ્લામાં ભૂતની ટીવી રિપોર્ટરની વાતવાળી કહાની હવે જૂની થઈ ગઈ શું?
આંધ્રપ્રદેશમાં 25 સભ્યોના મંત્રીમંડળમાં 5 ઉપમુખ્યમંત્રી.
- જગન રેડ્ડીની જગ્યાએ યોગી આદિત્યનાથ હોત તો આ ઝંઝટને મૂળમાંથી જ ખતમ કરવા માટે મંત્રીપદનું નામ બદલીને ઉપમુખ્યમંત્રી રાખી દેત.
ભૂતપૂર્વ પાકિસ્તાની રાષ્ટ્રપતિ ઝરદારીની નકલી બેન્ક ખાતા કેસમાં ધરપકડ થઈ.
- ખરો અજીબ દેશ છે. તેમના રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અથવા પદ પર રહેતા કે પછી જેલમાં.
રણદીપ સુરજેવાલાએ કહ્યું છે કે રાહુલ ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ હતા, છે અને રહેશે.
આ નિવેદન પર કોંગ્રેસ કરતાં વધુ આનંદ ભાજપના કાર્યકરોને થયો.
ગુજરાતમાં વાયુ તોફાનના કારણે હવામાન પર અસર.
વાયુનું નામ પોતિકું લાગે છે, ફૈની, હુડહુડ તો નામથી જ પરાયા લાગતા.

X
Humor description by saurabh jain

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી