હ્યુમર / વિશ્વનાં સૌથી ગરમ શહેરોમાં 6 ભારતનાં છે

Humor description by saurabh jain

Divyabhaskar.com

Jun 08, 2019, 06:33 PM IST

- અન્ય ચાર શહેરો પણ આપણાં હોત, પરંતુ સેલ્ફીના ચક્કરમાં અજાણતા જ થોડું પ્રકૃતિના સંરક્ષણનું કામ થઇ ગયું.


{ સલમાનની ફિલ્મ ‘ભારત’માં કુલ 9 ગીતો છે, જેનો સમયગાળો 35 મિનિટ છે.


-ફિલ્મ નિર્માતાઓએ ગરમીને કારણે મલ્ટિપ્લેક્સમાં દર્શકોની ઊંઘનું પૂરતું ધ્યાન રાખ્યું છે.


{મધ્યપ્રદેશમાં સરપ્લસ વીજળી હોવા છતાં અઘોષિત વીજળી કાપ ચાલુ છે.


- કમલનાથજી, દિગ્વિજય સિંહને એવું કહેતા જણાયા કે એવી સરકાર ચલાવીશ કે લોકો તમારા કરતાં મને વધુ યાદ કરશે.


{માયાવતીએ સપાનો દેખાવ ખરાબ ગણાવતા ગઠબંધન તોડી નાંખ્યું છે.


- તેમની વાત માનીએ તો બસપાની પહોંચ એટલી હતી કે કોલંબોના મેયર તેમનામાંથી કોઇ થાત, એ તો સપાએ ખેલ બગાડ્યો

X
Humor description by saurabh jain

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી