હ્યુમર / બિહારમાં ગરમીના પ્રકોપ અંગે જાણવા CM નીતીશનું હવાઈ સર્વેક્ષણ

Humor description by Pratik Gautam

Divyabhaskar.com

Jun 22, 2019, 05:49 PM IST

-પૂરના સમયે જેમ ભોજનના પેકેટ હેલિકોપ્ટરમાંથી ફેંકાય છે, શક્ય છે નીતીશ કૂલર ફેંકવાનું વિચારી રહ્યા હોય.
દ. કોરિયા અને બાંગ્લાદેશમાં દૂરદર્શનનું પ્રસારણ કરી શકાશે.
- કચરામાંથી ખાતર બનાવવાની વિધિ જાણવી તો બધા માટે જરૂરી છે.
ઈમરાન ખાને ટિ્વટર પર રવીન્દ્રનાથ ટાગોરની પંક્તિને ખલીલ જિબ્રાનના નામથી શેર કરી.
- હકીકતમાં પંક્તિ અંગ્રેજી માં હતી, આ પીડાને પાક કેપ્ટન સરફરાઝથી સારું બીજું કોણ સમજી શકે છે.
મેંગ્લુરુના એક ખેડૂતે વૃક્ષ પર ચઢવા માટે ગાડી બનાવી.
- તે ગાડીને ચલાવવા માટે વૃક્ષ તો હોવાં જોઈએ ને!
આર્જેન્ટિના, ઉરુગ્વે અને પેરાગ્વેમાં એક સાથે વીજળી ગુલ થઈ.
- હવે કમલનાથ ગૌરવથી કહી શકે છે વિશ્વના અન્ય દેશ પણ એમપીનું વિકાસ મોડલ અપનાવી રહ્યા છે.
મુઝફ્ફરપુરમાં ICUમાં રિપોર્ટિંગ પર ન્યૂઝ રિપોર્ટર સોશિયલ મીડિયામાં ટ્રોલ.
- ક્રાંતિકારી પત્રકારત્વના આગામી તબક્કામાં ટીવી રિપોર્ટર સીવર લાઈનમાં અંદર ઉતરીને સફાઈ કર્મચારીઓના સવાલ-જવાબ કરી શકે છે.
USમાં 85 વર્ષની વયે એક લેખકે ગ્રેજ્યુએશન પૂરું કર્યું.
- આપણે ત્યાંના લેખક તો સોશિયલ મીડિયા પર ડી-લિટની સિદ્ધિ પ્રાપ્ત કરે છે.
વર્લ્ડ કપમાં ભારતે પાકને ખરાબ રીતે હરાવી દીધું.
- હવે ચાયપત્તીવાળા તેમને કપની જગ્યાએ ચમચી પકડાવી રહ્યા છે.

X
Humor description by Pratik Gautam

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી