હ્યૂમર / હવે એ દિવસ દૂર નથી કે જ્યારે બળવાખોર ધારાસભ્યોને ચંદ્ર પર સંતાડશે

Humor article by saurabh jain

Divyabhaskar.com

Jul 27, 2019, 12:34 PM IST

પાકિસ્તાની કોર્ટે હાફિઝ સઇદની હિરાસત 14 દિવસ માટે લંબાવી.
આ 14 દિવસ સઇદને બિરયાની ખવડાવવા માટે નાણાની વ્યવસ્થા કરવા માટે જ ઇમરાને કતર એરવેઝના વિમાનમાં અમેરિકા જવું પડ્યું.
ચંદ્ર પર જવા માટે ચંદ્રયાન-2 પૃથ્વી પરથી રવાના થયું.
હવે એ દિવસ દૂર નથી કે જ્યારે બળવાખોર ધારાસભ્યોને ચંદ્ર પર સંતાડાશે.
અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પનું નિવેદન કે મોદીએ કાશ્મીર મુદ્દે મધ્યસ્થી કરવા કહ્યું હતું.
શ્રાવણ ભારતમાં શરૂ થયો છે અને તેનો નશો અમેરિકામાં જોવા મળી રહ્યો છે.
મ.પ્ર.ના ભાજપના બે ધારાસભ્યએ વિધાનસભામાં એક બિલ પર ક્રોસ વોટિંગ કર્યું.
ટીમ ઇન્ડિયા બાદ જો કોઇ ઓવર કોન્ફિડન્સમાં છે તો તે ભાજપ જ છે.
અક્ષયની ફિલ્મ 'મિશન મંગલ'નું ટ્રેલર આવી ગયું છે.
શું એનડીએ સરકારે તેની યોજનાઓ અને કાર્યો પર ફિલ્મ બનાવવાનો હવાલો અક્ષયને આપી રાખ્યો છે?
કર્ણાટકમાં કુમાર સ્વામીની સરકાર બહુમતી પુરવાર ન કરી શકી.
કળીયુગમાં પ્રાર્થનાઓ પણ મૂંઝાઇ જાય છે. લોકો વરસાદ પડવાની પ્રાર્થના કરી રહ્યા હતા પણ સરકાર પડી ગઇ.
ચંદ્ર પર સોનું કદાચ હોય... અને હોય તો હીમાદાસ ચંદ્રયાનથી પહેલા પહોંચી ગયા હોત !

X
Humor article by saurabh jain

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી