સ્માઈલ પ્લીઝ / દાસ્તાન-એ-ડુંગળીઃ પ્યાજની આજ અને આવતીકાલની દુનિયાનું કાલ્પનિક ફનદર્શન

Dastan-e-Onion: A fantasy of the onion world today and tomorrow

Divyabhaskar.com

Dec 25, 2019, 06:28 PM IST

મહેશ શાહ: અમદાવાદમાં યોજાયેલા આઠમા ‘ગુજરાતી લિટરેચર ફેસ્ટિવલ’ (GLF)માં ડુંગળીની કિંમત અને કિસ્મત તથા માનવીની મસ્તીને આવરી લીધા હ્યુમર વન લાઇનરમાં.
22 ડિસેમ્બર, રવિવારે GLFમાં ‘દાસ્તાન-એ-ડુંગળી’ હાસ્યરસિક કાર્યક્રમમાં મેં રજૂ કરેલા વન લાઇનરની ઝલક.

આથી જાહેર કરું છું કે આજે હું લાલ-સફેદ ડુંગળી ખાધા વિના, ડુંગળીની સુંગધ લીધા વિના, ડુંગળીના સ્પર્શ કે ડુંગળીના દર્શન કર્યા વિના ડુંગળીની જે વિગતો રજૂ કરીશ તે સંપૂર્ણતઃ કાલ્પનિક અને શુદ્ધ મનોરંજક હશે.

તો ચાલો, ડુંગળી ઉર્ફે કાંદા ઉર્ફે કસ્તુરી ઉર્ફે ઓનિયન ઉર્ફે પ્યાજની આજ અને આવતીકાલની દુનિયાનું કાલ્પનિક દર્શન કરીએ.

 • ડુંગળી હવે ડોલર, પાઉન્ડ, યુરો જેવા ચલણ અને પેટ્રોલથી પણ મોંઘી થઇ છે.
 • કેરીએ કહ્યું છે, કસ્તુરીનો ભાવ વધારો કૃત્રિમ છે. એથી કસ્તુરી સમાજે કેરી સમાજની તાત્કાલિક માફી માગવી જોઇએ.
 • ડુંગળીના ભાવવધારાનો વિવાદ પારકી પંચાત પ્લેટફોર્મમાં પહોંચ્યો છે. એની સમાધાન ફોર્મ્યુલા બની છે, જેમાં લાલ ડુંગળી જૂના ભાવે ગરીબો અને સફેદ ડુંગળી અમીરોને પ્રીમિયમ દરથી આપવાનો મત વ્યક્ત થયો છે.
 • ડુંગળીના ભાવવધારા પછી ડુંગળી પરિવારમાં વિખવાદ થયો છે.
 • સફેદ ડુંગળી ગ્રુપે દાવો કર્યો છે કે બજારમાં લાલ ડુંગળીનો મોટો જથ્થો ઉતારીને સફેદ ડુંગળીને સહેતુક અન્યાય કર્યો છે.
 • કાંદા કુટુંબમાં ઔર એક વિવાદ થયો છે. લાલ અને સફેદ ડુંગળીએ દાવો કર્યો છે કે લીલી ડુંગળી અમારા પરિવારની સભ્ય નથી. એથી લીલી ડુંગળીએ સ્વેચ્છાએ અને માનભેર ભાજી પરિવારમાં ભળી જવું જોઇએ.
 • શાકભાજીના ભાવનો વિવાદ થાય ત્યારે અંતિમ નિર્ણય માટે ‘ઓનિયન પોલ’ થશે.
 • વ્યાજ અને પ્યાજ આંખમાં આંસુ લાવી શકે છે.
 • પહેલાં ડુંગળી સસ્તા ભાવે ગધેડે કૂટાતી હતી. હવે ભાવ વધારા પછી ડુંગળી ઘોડાગાડીમાં લાવવી પડે છે.
 • છત અને અછત - બંને સંજોગમાં ડુંગળીની બોલબાલા અકબંધ રહી છે.
 • ચાય પે ચર્ચાની પેટર્ન પર સામાજિક સંવાદ માટે શરુ કરાશે ‘ડુંગળી ડાયલોગ’.
 • લાલ અને સફેદ ડુંગળીના વપરાશ પર નિયંત્રણ રાખવા માટે 'ઓડ-ઇવન ઓનિયન સ્કીમ' બનાવાશે. જેમાં એકી અંકના મહિનામાં લાલ ડુંગળી અને બેકી અંકના મહિનામાં સફેદ ડુંગળી વાપરવાની રહેશે.
 • પહેલાં ડુંગળી સમારતી વખતે આંસુ આવતા હતા. હવે મોંઘા ભાવની ડુંગળી સમારતાં આંસુ આવે એ હરખના આંસુ ગણાશે.
 • વચન ભંગ કરનાર વ્યક્તિ માટે જાણીતી ઉપમા છે - ડુંગળીની જેમ ફરી ગયો. હવે રાતોરાત પ્રગતિ થઈ હોય તેના માટે કહેવાશે – એનું તકદીર ડુંગળી જેવું જોરદાર છે.
 • ગુજરાતની ગૃહિણીઓ વટ મારવા પડોશણને કહેશે- અમને દેશી ડુંગળી ભાવતી નથી. ફોરેન ઓનિયન લાવીએ છીએ.
 • અમદાવાદી ગૃહિણીઓની નવી રેસિપી છે – ઇન્ટર નેશનલ ઓનિયન સબ્જી. એમાં હશે – ઇન્ડિયન, ઇરાની, તુર્કી અને અફઘાની ડુંગળીનું મીક્ષ શાક.
 • કસ્ટમ શોપમાં 'ઇમ્પોર્ટેડ ઓનિયન વિભાગ'માં તુર્કી, ઇરાની અને અફઘાની ડુંગળી મળશે.
 • બેંક મેનેજમેન્ટ લોકર ધારકોને સૂચના મોકલશે- લોકરમાં ડુંગળી મૂકી શકાશે નહીં.
 • દેશનું સૌથી મોટું 'ઓનિયન મુવિંગ સ્ટેચ્યૂ' ગુજરાતમાં બનાવાશે. 'કસ્તુરી મહાશિલ્પ' ડુંગળીના ફોતરાં- લીલી ડુંગળીના પાંદડામાંથી બનશે.
 • ડુંગળી ઉત્પાદન-સંગ્રહ-વિતરણ-ઉપયોગ દર્શાવતું 'ઓનિયન મ્યુઝિયમ' બનાવાશે. એમાં ગાઇડ તરીકે ડુંગળી પકવતા ખેડૂતોના સંતાનોને જોબ અપાશે.
 • ફેશન શોમાં કાંદાનાં ફોતરાંમાંથી બનાવેલા કોસ્ચ્યૂમ આધારિત કાંદા કેટવોક રજૂ થશે.
 • અમદાવાદમાં કાંદા કાર્નિવલ યોજાશે. એમાં કાંદા કથા, કાંદા કાવ્યો, ડુંગળી ડાન્સ, ઓનિયન સનેડો, પ્યાજ પર્ફોર્મન્સ થશે.
 • અમદાવાદમાં દેશનો પ્રથમ ઓનિયન મોલ બનશે, જેમાં દેશવિદેશની ડુંગળી અને ડુંગળીની સ્વાદિષ્ટ વાનગીઓ મળશે.
 • સોના-ચાંદી-પ્લેટિનમ જવેલરીની જેમ હવે શાકભાજીની વેજીટેબલ જ્વેલરી બનશે. એમાં સૌ પ્રથમ ઇન્ટ્રોડ્યૂસ થશે ઓનિયન ઓર્નામેન્ટ.
 • શાકભાજીના વેપારીઓ માટે કાંદા ક્રેડિટ કાર્ડ શરુ થશે. તથા ગૃહિણીઓને શાકભાજીમાં ડિસ્કાઉન્ટ આપવા શરુ થશે - કાંદા કુપન.
 • શાકભાજીને આવરી લેતી ગ્રીન ગેમ્સમાં ડુંગળી ફેંક રમતનો સમાવેશ થશે.
 • લાલ-સફેદની જેમ નવા રંગની ડુંગળીની જાત વિકસાવાશે.
 • રેડ ઓનિયન પર્ફ્યુમ અને વ્હાઇટ ઓનિયન બોડી સ્પ્રે બનાવાશે.
 • કેરીના ટોપલાની જેમ કસ્તુરીના ટોપલા ગિફટ પેક મળશે.
 • શિયાળામાં ધાબળા દાનની જેમ ગરીબોને કસ્તુરી દાન અપાશે.
 • બાલમંદિરમાં વેશભૂષા હરિફાઇમાં બાળકો હવે બાળકો ડુંગળીનો વેશ ધારણ કરશે.
 • હાલમાં જન્મેલા બાળકોનાં નામ કસ્તુરી આધારિત હશે. જેમ કે કસ્તુરીરંજન, કસ્તુરીભંજન, કસ્તુરીકિર્તન, કાંદેશ, પ્યાજેશ, પ્યાજિકા, કાંદાકુંવર, ઓનિયની, ડુંગળીરાય, ઓનિયનરાય વગેરે.
 • ડુંગળીના હોલસેલરો દાન આપતી વખતે રામ ભરોસેના બદલે લખાવશે - ડુંગળી ભરોસે.

પેરોડી સોંગઃ

 • ગરીબો ગીત ગાય છે- યે પ્યાજ બડી ત્રસ્ત-ત્રસ્ત....
 • અમીરો પ્રેમથી ગાતા હશે – યે પ્યાજ બડા હૈ મસ્ત-મસ્ત...
 • હોટલનો વેઇટર પણ ગાય છે – નહીં મેલું રે તારા સલાડમાં કાંદા નહીં મેલુ રે.

[email protected]

X

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી