તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ન્યુ યર રિઝોલ્યુશન સાથે એક ખાસ મુલાકાત, 12 મહિના પછી ફરી આવશે અચ્છે દિન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રિપોર્ટર નવા વર્ષમાં પરેશાન હતો. પહેલા દિવસે લેવા માટે તેને કોઇ નવું રિઝોલ્યુશન (સંકલ્પ) ન મળ્યું. એના મિત્રો બધા જ રિઝોલ્યુશન લઇ ચૂક્યા હતા. બે દિવસ દુ:ખી રહ્યા બાદ તેણે કામમાં મન લગાવ્યું અને નવી સ્ટોરીની શોધમાં રસ્તા પર ચાલી નીકળ્યો. ત્યારે કોઇ આવીને તેના પગમાં પડ્યું.

 

રિપોર્ટર : અરે ભાઇ, ભાઇ, ભાઇ! કોણ છે? શું કરી રહ્યા છો?

 

રિઝોલ્યુશન : ન્યુ યર રિઝોલ્યુશન છું. દયા કરો. એક નજરે જોઇ લો.

 

રિપોર્ટર : અરે બીજા કોઇને બનાવજે, મને ખબર છે કે રિઝોલ્યુશન્સ કેવા શાનદાર દેખાય છે.

 

રિઝોલ્યુશન : ભાઇ, દેખાતા હતા. મને નવા વર્ષે લેવાયો ત્યારે હું પણ તેવો જ દેખાતો હતો. ચાર દિવસમાં આ હાલ થઇ ગયા.

 

રિપોર્ટર : ચીનનો માલ પણ આનાથી તો વધુ ટકે છે, તું કેમ ચાર દિવસ પણ ન ટક્યો?

 

રિઝોલ્યુશન : વિશ્વાસ નથી થતો મારા પર? તો જુઓ, તે જે ચીંથરેહાલ દેખાય છે ને તે મારો ભાઇ છે, પૈસા બચાવવાનો રિઝોલ્યુશન છે. તે લેનારે નવા વર્ષની પાર્ટીનું બિલ ભર્યું તો તેના આ હાલ થયા. તે જુઓ, પેલો બેસીને હાંફી રહ્યો છે ને તે વજન ઘટાડવાનું રિઝોલ્યુશન છે.

 

રિપોર્ટર : હે ભગવાન, આ તો ખરેખર દુર્ગતિ થઇ ગઇ છે.

 

રિઝોલ્યુશન : તો શું? અને ખબર છે, સૌથી વધુ દુર્ગતિ કોની થઇ? મારા નાના ભાઇની. જિમમાં જવાનું રિઝોલ્યુશન. તેની સૌથી વધુ ડિમાન્ડ હતી. બધા લેવા ઇચ્છતા હતા. આજે જુઓ બિચારાના શું હાલ છે!

 

રિપોર્ટર : પણ તમારે આમ ભટકવું ન પડે તે માટે તમે કોઇ પ્રયાસ ન કર્યો?
 

રિઝોલ્યુશન : યાદ ન કરાવશો. પહેલા દિવસે તો બધું બરાબર હતું, પણ બીજા દિવસથી જ એવી એવી અડચણો આવી કે ક્યારેય ત્યાં પાછા જવાનું મન ન થાય.

 

રિપોર્ટર : હા, મન કી બાત જ થાય છે. તારી વાત સાંભળીને તો મને પણ રિઝોલ્યુશન લઇને ઘરે જવાનું મન નથી થતું પણ એ કહે કે આ રીતે ક્યાં સુધી ભટકશો?

 

રિઝોલ્યુશન : બધાના દિવસો ફરે છે સાહેબ, અમે તો રિઝોલ્યુશન છીએ. 12 મહિનામાં ફરી ન્યુ યર આવશે. ફરી અમારા 'અચ્છે દિન' આવશે.

અન્ય સમાચારો પણ છે...