ઈન્ટર્વ્યૂ જરા હટકે / દેશભક્તિઃ ભારત-પાક મેચ વખતે અને ફિલ્મોમાં જ દેખાઉં છું

humor article

  • પ્રજાસત્તાક દિન પર 'દેશભક્તિ' સાથે ખાસ વાતચીત

DivyaBhaskar.com

Jan 26, 2019, 12:04 PM IST

પ્રતીક ગૌતમઃ ગણતંત્ર દિવસની તૈયારીઓ વચ્ચે રિપોર્ટર 'દેશભક્તિ'ની શોધમાં હતો. રાજપથથી નિરાશ થઈ જ રહ્યો હતો કે જનપથ પર તેને દેશભક્તિ મળી ગઈ.

રિપોર્ટર - દેશભક્તિજી, તમે જનપથ પર શું કરી રહ્યાં છો?

દેશભક્તિ - દેશભક્તિ જનતાના પથ પર જ ચાલે છે, રાજપથ તો સત્તાવાળા માટે છે.

રિપોર્ટર - વાહ, ખૂબ જ સારો વિચાર છે. આજકાલ યુનિવર્સિટી તરફ નથી જતાં?

દેશભક્તિ - જતી તો હોઉં છું, પરંતુ લોકો આજકાલ સૂત્રો વધુ અને અમારું ઓછું સાંભળે છે.

રિપોર્ટર - લોકો ફરિયાદ કરે છે કે તમે દુર્લભ થયાં છો, 26 જાન્યુઆરી- 15 ઓગસ્ટ અને ભારત-પાકિસ્તાનની મેચમાં જ દેખાવ છો.

દેશભક્તિ - દુર્લભ તો ભારત-પાકિસ્તાનની મેચ થઈ ગઈ છે (હસે છે). આમ તો કેટલાક કહેવા લાગ્યા છે કે આજકાલ માત્ર ફિલ્મોમાં જ દેખાઉં છું.

રિપોર્ટર - હા, હા એમ પણ કહે છે. એ શું સાચું છે?

દેશભક્તિ - અરે ના, એ સાચું હોત તો તમે આમ રસ્તામાં અમારાં કામ માટે રખડતાં ન હોત. ઓફિસવાળા ઓફિસ અને સ્કૂલવાળા સ્કૂલે જતા ન હોત. બધા કામ કરે છે, તેનું કારણ પણ તો હું જ છું.

રિપોર્ટર - સારું, તમને પ્રોત્સાહન આપવા માટે શું કરવું જોઈએ?

દેશભક્તિ - મને પ્રોત્સાહન આપશો? હું દેશ પ્રત્યે ભક્તિ છું, દેશની નિકાસ નહીં. હું અંદરથી આવું છું બાળક. તને જે એક કામ મળ્યું, સારી રીતે બસ તે કરતા જાવ, ત્યારે અસર જોવા મળશે.

રિપોર્ટર - તેની અસર શું જોવા મળશે?

દેશભક્તિ - મારી એક મિત્ર છે ભાવના. બધા તેને દેશભક્તિની ભાવના તરીકે બોલાવે છે. તમે પોતાનું કામ કરશો તો તે સતત વધતી જશે.

રિપોર્ટર - પરંતુ કેટલાક લોકોમાં દેશભક્તિની ભાવના નથી હોતી, તેનું શું કરીએ?

દેશભક્તિ - તમે જજ ન બનો. તેમને તેમના હાલ પર છોડી દો. હું તો બંને તરફથી પરેશાન છું, કોઈના માટે દેશભક્તિ એપ અનઈન્સ્ટોલ કરવામાં છે, તો કોઈના માટે તેની હામાં હા ન મેળવવી એ દેશદ્રોહ છે.

રિપોર્ટર - તેનો ઈલાજ શું છે?

દેશભક્તિ - લો, આ લાડુ ખાવ. આ લાડુ ગણતંત્ર દિવસનો છે. એ તમને યાદ અપાવશે કે બંધારણમાં દરેક સવાલનો જવાબ અને બીમારીની સારવાર છે.

X
humor article
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી