હ્યુમર / રાજનીતિ કી બાતેં સુન-સુન કે 'પક' ગયા હું

Humor article by pratik gautam

divyabhaskar.com

Apr 27, 2019, 11:34 AM IST

રિપોર્ટર ને ગેર સમજણ હતી કે ઈન્ટરવ્યૂ એ જ લઈ શકે છે. પછી તેણે એક અભિનેતાને ઈન્ટરવ્યૂ લેતા જોયો. ઈન્ટરવ્યૂમાં કેરી પર સવાલ થયા. નોકરી બચાવવાની લહાયમાં રિપોર્ટરે આમ(કેરી)સાથે જ વાત કરી લીધી.
રિપોર્ટર : પીએમ તમારી વાત કરી રહ્યા હતા, તમને કેવું લાગી રહ્યું છે?
આમ : મારી નહીં, આમ આદમી પાર્ટીની વાત કરી રહ્યા હશે, ફરી સાંભળજો.
રિપોર્ટર : અરે ના, તમારી જ વાત હતી. કાપીને ખાવાની કે દબાવીને ખાવાની વાત થતી હતી.
આમ : જુઓ, હું કહેતો હતો ને કે મને કાપવામાં તો એવી રીતે આવે છે જાણે હું કોઈ આમ આદમીની વાત હોઉં અને દબાવાય એવી રીતે છે જાણે ગરીબ વ્યક્તિ છું.
રિપોર્ટર : એક પાર્ટીએ "આપ' ને પોતાના નામ સાથે જોડી લીધું, હવે વડાપ્રધાને તમારી વાત કરી. રાજકારણમાં કેન્દ્રમાં આવી કેવું લાગે છે?
આમ : જરાય સારું નથી લાગતું. રાજનીતિ કી બાત સુન કર "પક' ગયા હૂં.
રિપોર્ટર : ક્યાંક એવું એટલા માટે તો નથી કે તમે ફળોના રાજા છો અને અાપણે લોકતંત્રની વાત કરી રહ્યા છીએ?
આમ : અરે યાર, અમારી સત્તા એક જ સિઝન ચાલે છે. એવા આરોપ ન મૂકશો.
X
Humor article by pratik gautam
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી