હ્યુમર / મસૂદ અઝહર કેમ પોતાની જાતે જ વૈશ્વિક આતંકી બની ગયો? આ છે પાંચ કારણો

Humor article by jay kumar

divyabhaskar.com

May 04, 2019, 04:08 PM IST

ઘણી માથાકૂટ પછી મસૂદ અઝહર વૈશ્વિક આતંકી જાહેર થઈ ગયો. આ કમાલ કેવી રીતે થઈ? જાણો તેના 5 મોટાં કારણ.
1. બગદાદીને ભારતીય ટીવી ચેનલવાળા 1000 વખત મારી ચૂક્યા હતા, પણ મસૂદ તે સન્માનથી વંચિત હતો. તેને લાગ્યું કે આ સન્માન તેણે વૈશ્વિક આતંકી જાહેર થયા પછી મળશે. તો તેણે ચીનને રિક્વેસ્ટ કરી.
2. ઠગ્સ ઓફ હિન્દુસ્તાન ચાર મહિના પહેલાં ચીનમાં રિલીઝ થઈ હતી. ચીનના અધિકારી તેને વારંવાર આ મૂવી બતાવી તેનો અર્થ પૂછતાં હતાં. ફ્રસ્ટ્રેટ થઈને મસૂદે કહી દીધું કે તેનાથી સારું તો મને વૈશ્વિક આતંકી જાહેર કરી દો.
3. મોદીજી દરેક રેલીમાં કહેતા હતા કે પાકિસ્તાનમાં ઘૂસીને મારીશું. હવે સન્ની પાજી પણ આવી ગયા હતા. તો તેના ડરથી તેણે વૈશ્વિક આતંકી બનવું યોગ્ય સમજ્યું. તેનાથી તે એક સ્થાને સુરક્ષિત તો રહેશે.
4. સિદ્ધુ પાજીએ પણ ભયાનક ધમકી આપી હતી કે તે જ્યારે આગામી વખત પાક. જશે તો તેને પોતાનું ભાષણ સંભળાવ્યા વિના નહીં માને. તો ભાષણ સાંભળવા કરતાં તેણે ગ્લોબલ ટેરરિસ્ટ બનવાનું યોગ્ય સમજ્યું.
5. પાક.નું દરેક બાળક ચીની એપ ટિક-ટોક પર મસૂદની એક્ટિંગ કરવા લાગ્યું હતું. તેનાથી અકળાઈને તેણે બેનની રિક્વેસ્ટ કરી. તેનાથી ટિક-ટોક પર તેની એક્ટિંગ પણ બેન થઇ જશે.
X
Humor article by jay kumar

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી