તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્નાન ન કરનારને પણ ઉત્તરાયણનાં પુણ્યનો પૂરો લાભ મળશે, કેન્દ્ર સરકારની જાહેરાત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કેન્દ્રે જાહેરાત કરી કે ઠંડીના પ્રકોપને જોતાં ઉત્તરાયણે સ્નાન નહીં કરનારને પણ પૂર્ણ પુણ્ય ઉપલબ્ધ કરાવાશે. તેના માટે કેબિનેટે સ્નાન પુણ્ય સંબંધિત નિયમમાં સુધારા કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. દરમિયાન કોંગ્રસે સરકારના આ નિર્ણય સામે આકરો વિરોધ કરતાં પાર્ટીના સાત વરિષ્ઠ નેતાઓને ઉત્તરાયણની વહેલી સવારે નહાવાના નિર્દેશ આપ્યા છે.


આ નિર્ણય અહીં શુક્રવારે સાંજે બોલાવેલી કેબિનેટની વિશેષ બેઠકમાં લેવાયો હતો. નિર્ણય વિશે એક સરકારી પ્રવક્તાએ કહ્યું કે દેશની મોટી વસતી ઠંડીને કારણે સ્નાન કરવાનું અવોઈડ કરી રહી છે, પણ ઉત્તરાયણે સ્નાન કરવા પર મળતાં પુણ્યને ધ્યાનમાં રાખી મોટા ભાગના લોકો ધર્મસંકટમાં છે. લોકોને આ ધર્મસંકટથી બહાર કાઢવા માટે સરકારે અત્યાર સુધીનો આ સૌથી મોટો નિર્ણય કર્યો છે. તેનાથી સ્નાન ન કરનારા 20 કરોડ લોકોને લાભ થશે. વડાપ્રધાને પણ નિર્ણય વિશે ટ્વીટ કરતાં કહ્યું કે લ્યો, અચ્છે દિન આવ્યા કે નહીં, અચ્છી સવાર તો આવી જ ગઈ છે.


રાહુલે સ્નાન કરવા આહવાન કર્યું

રાહુલે પ્રસ્તાવિત સુધારાનો વિરોધ કર્યો છે. તેમણે વટહુકમને ફાડવાના તેમના જૂના અનુભવનો ફાયદો ઉઠાવતાં આ મામલે કરાયેલા બંધારણીય સુધારા પ્રસ્તાવની એક ડમી કોપી પત્રકારો સામે ફાડી નાખતાં દેશવાસીઓને સ્નાન કરવા અપીલ કરી છે.


લોકોને સ્નાન માટે પ્રેરિત કરવા તેમણે પોતાની જ પાર્ટીના સાત વરિષ્ઠ નેતાઓને ઉત્તરાયણની સવારે 4 વાગ્યે બ્રહ્મમુહૂર્તમાં સ્નાન કરવાના નિર્દેશ આપ્યા હતા.

 

નોંધઃ આ આર્ટિકલ માત્ર મનોરંજનના હેતુસર લખવામાં આવ્યો છે. તેમાં કોઈનું અપમાન કરવાનો લેશમાત્ર ઈરાદો નથી.

અન્ય સમાચારો પણ છે...