તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

અમેરિકન રાષ્ટ્રપતિ ચૂંટણી:ટ્રમ્પે કહ્યું કે, જે વાયદો કરું છું, તેને પુરો પણ કરું છું; જાણો 4 વર્ષમાં તેમના 15 મોટા વાયદાઓનું શું થયું?

વોશિંગ્ટન11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વોશિંગ્ટન પોસ્ટના જણાવ્યા પ્રમાણે, ટ્રમ્પે 20 હજાર વખત જુઠ્ઠાણું કહ્યું
  • રોજગાર, મેક્સિકોની સરહદ પર દીવાલ અને ઈમિગ્રેન્ટ્સ સાથે જોડાયેલા વાયદા અધૂરા

2016માં ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે 280 વાયદા કર્યા હતા. ટ્રમ્પે દાવો કર્યો કે તેમણે જે વાયદો કર્યો છે, તેને પુરો પણ કર્યો છે. ઉમેદવાર હતા ત્યારે અને રાષ્ટ્રપતિ બન્યા પછી તેમને કરેલા 15 મોટા વાયદાઓનું શું થયું? આવો જાણીએ..

1. 16 જૂન 2015- દેશની દક્ષિણ સરહદ પર મોટી દિવાલ બનાવીશ, જેની કિંમત મેક્સિકો ચુકવશે
ટ્રમ્પે 3,174 કિમી સરહદ પર માત્ર 491 કિમીની દિવાલ બનાવી છે. ઘણી જગ્યાઓએ પહેલાથી બનાવેલા બેરિયર છે. ઘણી જગ્યાઓ એવી છે જ્યાં માત્ર ગાડીઓ જ રોકાય છે. લોકો સરળતાથી નીકળી જાય છે.
એક માઈલ દીવાલની કિંમત 3 કરોડ ડોલર (અંદાજે 219 કરોડ રૂપિયા) છે.મેક્સિકો આ રકમ નહીં આપે. એટલે કે પૈસા અમેરિકન ટેક્સપેયર્સના ખિસ્સામાંથી જ આવશે.

2. 29 જુલાઈ 2015- અમે તેમને શોધી લેશું(ગેરકાયદે ઈમિગ્રેન્ટ્સ માટે) તેમને બહાર કાઢીશું
ટ્રમ્પે ત્રણ વર્ષમાં લગભગ 7 લાખ 50 હજાર ગેરકાયદે ઈમિગ્રેન્ટ્સને(ગેરકાયદે પ્રવાસી)તેમના દેશમાં પરત મોકલ્યા છે. પરંતુ આમાંથી મોટાભાગના અમેરિકામાં ઘુસવાનો પ્રયાસ કરી રહ્યા હતા, અહીંયા રહેતા ન હતા.

તેમણે ક્યારેય પણ આ ઈમિગ્રેન્ટ્સને કાઢવાનો પ્રયાસ નહોતો કર્યો. માત્ર ભયનો માહોલ બનાવ્યો હતો. માઈગ્રેન્ટ્સને તેમના બાળકોથી અલગ કરી દેવાયા હતા. જેનાથી માઈગ્રેન્ટ્સની સંખ્યામાં થોડો ઘટાડો થયો હતો. ઓબામાએ ત્રણ વર્ષમાં જેટલા ઈમિગ્રેન્ટ્સને કાઢ્યા હતા, ત્રણ વર્ષમાં ટ્રમ્પ એટલા લોકોને કાઢી ન શક્યા.

3. 21 જુલાઈ, 2016- કાયદો વ્યવસ્થાનું પાલન કરાવો, ગુના અને હિંસા ઝડપથી ખતમ થઈ જશે.20 જાન્યુઆરી 2017 સુધી સુરક્ષા પહેલાની જેમ થઈ જશે
ટ્રમ્પે પોતે સ્વીકાર કર્યો છે કે તે કાયદો-વ્યવસ્થા જાળવી રાખવામાં નિષ્ફળ રહ્યા છે. 27 ઓગસ્ટ 2020ના રોજ તેમણે પોતે કહ્યું કે, રસ્તા પર હિંસા અને જોખમ છે.

4. 21 જુલાઈ, 2016- ઓબામા કેયર ખતમ કરશે, બીજી યોજના લાવશે
ટ્રમ્પ ઓબામાના હેલ્થ કેર પ્રોગ્રામને ખતમ ન કરી શક્યા. તેને બદલવા માટે કાયદાકીય કાર્યવાહી કરી રહ્યા છે. એવું ક્યારે જણાવ્યું નથી કે તેની જગ્યાએ કેવી સ્કીમ લાવશે?

5. 16 જૂન, 2015- સૌથી વધુ નોકરી આપનારો રાષ્ટ્રપતિ બનીશ
શરૂઆતમાં ઓબામા પ્રશાસન જેટલી જ નોકરી મળી હતી. કોરોનાએ તેને પણ ખતમ કરી દીધી. ટ્રમ્પના પદ સંભાળ્યા પછીથી અત્યાર સુધી લગભગ 50 લાખ લોકો બેરોજગાર થઈ ગયા છે. આ કોઈ પણ અમેરિકન રાષ્ટ્રપતિનો સૌથી ખરાબ રેકોર્ડ છે.

5. 20 માર્ચ, 2016- જજોની ભરતી કરવા જઈ રહ્યો છું
ટ્રમ્પે અમેરિકામાં ઘણા જજોને તહેનાત કર્યા છે. આ તેમની સફળતા છે. પરંતુ આ કામમાં તેમની મદદ સેનેટના મેજોરિટી લીડર મિચ મેક્કોનેલે કરી છે. તેમણે , ઓબામાને આ ભરતી કરવા માટે અટકાવ્યા હતા.

7. 21 જુલાઈ, 2016- અમેરિકન લોકોના સન્માનની સત્ય સાથે કરશે, સત્ય સિવાય કંઈ નહીં
વોશિંગ્ટન પોસ્ટના જણાવ્યા પ્રમાણે, ટ્રમ્પે અત્યાર સુધી 20 હજારથી વધુ વખત ખોટા અથવા ભ્રમિત કરનારા નિવેદન આપ્યા છે.

8. 21 જુલાઈ, 2016- રોડ, હાઈવે, બ્રિજ, ટનલ, એરપોર્ટ અને ભવિષ્યની રેલવે બનાવશે
ટ્રમ્પે ક્યારેય ઈન્ફ્રાસ્ટ્રક્ચર બિલ પાસ કરાવવાનો પ્રયાસ પણ કર્યો નથી.

9. 31 માર્ચ, 2016- દેવામાંથી છૂટકારો અપવાશે
દેવું વધી ગયું છે. ટૂંક સમયમાં અમેરિકાની ઈકોનોમીથી પણ વધારે હશે. 1946 પછીથી હવે દેશ પર સૌથી વધુ દેવું થવાનું છે.

10.15 ઓક્ટોબર,2016- વેપાર નુકસાન ખતમ કરશે
ટ્રમ્પના કાર્યકાળમાં અમેરિકાનું વેપાર નુકસાન ઓબામા પ્રશાસન દરમિયાન રહેલા વેપાર નુકસાનથી વધુ થઈ ગયું છે.

11. 21 જુલાઈ, 2016- આર્મીને ફરી મજબૂત કરશે, પૂર્વ સૈનિકોની સંભાળ રાખશે
ટ્રમ્પે મિલેટ્રી બજેટ વધાર્યું, પરંતુ તેનો ઉપયોગ મેક્સિકોની સરહદ પર દીવાલ બનાવવામાં પણ કર્યો. ઓબામાના એક પ્રોગ્રામનો પણ વિસ્તાર કર્યો, જેનાથી પૂર્વ સૈનિકોને પ્રાઈવેટ હોસ્પિટલમાં પણ ફ્રીમાં સારવાર કરાવવાની સુવિધા મળી છે. પરંતુ તાજેતરમાં જ ટ્રમ્પ પર શહીદ સૈનિકોને પરાજિત કહેવાનો પણ આરોપ લાગ્યો છે.

12.21 જુલાઈ,2016- ISISને હરાવાના છીએ
ISIS વિરુદ્ધ કાર્યવાહી ઓબામા પ્રશાસનમાં શરૂ થઈ હતી. જો કે, ટ્રમ્પના સમયમાં આતંકીઓનો મોટા પાયે સફાયો થયો, પરંતુ હાલ પણ ISISની પ્રવૃત્તિઓ પુરી રીતે ખતમ નથી થઈ.

13. 3 મે,2017- ઈઝરાયલ અને પેલેસ્ટાઈનમાં અમન શાંતિ ઈચ્છે છે
ઈઝરાયલ અને પેલેસ્ટાઈનના સંબંધ પહેલા જેવા જ છે. જો કે, આરબ દેશો જેવા કે UAE સાથે સંબંધમાં નરમાશ આવી છે.

14. 16 જૂન, 2015 કોઈ પણ દેશ અમારા મામલામાં દખલગીરી નહીં કરી શકે
રશિયાએ 2016માં અમેરિકન ચૂંટણીમાં દખલગીરી કરી અને 2020માં ફરીથી દખલગીરી કરી રહ્યો છે. સીરિયામાં અમેરિકન સૈનિકોને ઘાયલ કર્યા છે. અફઘાનિસ્તાનમાં તાલિબાની આંતકીઓને અમેરિકન જવાનોને મારવા માટે લાંચ પણ આપી હતી.

15. 4 ફેબ્રુઆરી, 2020- પહેલાના રાષ્ટ્રપતિ વાયદા પુરા નહોતા કરતા, હું તેને પુરા કરું છું
ઉપરના વાયદા પ્રમાણે તેનો ઉત્તર ‘ન કે નથી’માં છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો