અમેરિકનચૂંટણી:બાઈડનની વિસ્કોન્સિન-મિશિગનમાં જીત પછી ટ્રમ્પનું ટ્વીટ- કાઉન્ટિંગ રોકો; અનેક રાજ્યોમાં હિંસા, 60ની ધરપકડ

વોશિંગ્ટનએક વર્ષ પહેલા
  • 12 વર્ષ પહેલાં બાઇડનની પાર્ટીના જ ઓબામાને 6.94 કરોડ વોટ મળ્યા હતા
  • બાઇડનને 7.10 કરોડ વોટ મળી ચૂક્યા છે, ગણતરી હજી ચાલુ છે

અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી કોણ જીતશે? જો બાઈડન કે ડોનાલ્ડ ટ્રમ્પ. જેનો જવાબ લગભગ આજે મોડી રાત સુધીમાં મળી શકે છે. હાલ તો બાઈડન બાજી મારી જશે તેવી શક્યતા વધુ પ્રબળ જોવા મળી રહી છે. તેઓએ ટ્રમ્પ પાસેથી મિશિગન અને વિસ્કોન્સિન ઝુંટવી લીધા છે.

2016માં અહીં ટ્રમ્પ જીત્યા હતા. આ વચ્ચે ટ્રમ્પે ટ્વીટ કરીને કાઉન્ટિંગ રોકવાની માગ કરી છે. અત્યાર સુધી આવેલા પરિણામો વચ્ચે અમેરિકાના અનેક રાજ્યોમાં ટ્રમ્પ સમર્થક અને વિરોધીઓએ હિંસક પ્રદર્શન કર્યા છે. અત્યાર સુધીમાં 60 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

ન્યૂયોર્ક ટાઈમ્સ મુજબ, તેઓ 264 ઈલેક્ટોરલ વોટ જીતી ચુક્યા છે. ટ્રમ્પના ખાતામાં 214 વોટ છે. આ ઉપરાંત બાઈડેને પોતાની પાર્ટીના બરાક ઓબામાનો 12 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. ગુરૂવારે સવાર સુધીમાં બાઈડને 7 કરોડ 10 લાખ પોપ્યુલર વોટ મેળવી ચુક્યા હતા. 2008માં ઓબામાને 6 કરોડ 94 લાખ 98 હજાર 516 વોટ મળ્યા હતા.

રાષ્ટ્રપતિ ચૂંટણીનાં પરિણામો આવવામાં થઈ રહેલા વિલંબ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પ કેમ્પેને કોર્ટનાં દ્વાર ખખડાવ્યાં છે. મતોની ગણતરી અટકાવવા માટે પેન્સિલવેનિયા, મિશિગનમાં તથા જ્યોર્જિયામાં પણ કેસ દાખલ કરાયો છે. ટ્રમ્પ સતત મતોની ગણતરીમાં ગરબડ હોવાનો આરોપ લગાવી રહ્યા છે. કાઉન્ટિંગ દરમિયાન જ તેમણે ટ્વીટ કરીને પેન્સિલવેનિયામાં પાંચ લાખ વોટ ગાયબ થયા હોવાનો દાવો કર્યો હતો.

The Guardian પ્રમાણે: ટ્રમ્પને 270નો જાદુઈ આંકડો મેળવવા માટે 53 ઈલેક્ટોરલ વોટ્સ જોઈએ. 4 રાજ્યોમાં મતગણતરી ચાલી રહી છે. જો તેમાંથી 3 ટ્રમ્પ જીતી જાય તો તે ફરી રાષ્ટ્રપતિ બની શકે છે. પેન્સેલવેનિયામાં તેમાંથી ખૂબ મહત્વનું રાજ્ય માનવામાં આવે છે. જ્યારે બાઈડન માત્ર પેન્સિલવેનિયા પણ જીતી લે તો પણ તેઓ બહુમત સુધી પહોંચી જશે. જો પેન્સિલવેનિયામાં બાઈડન ન જીતી શકે તો તેઓ તેમના ગઢ નેવાદ, જોર્જિયા અને નોર્થ કૈરોલિન દ્વારા વ્હાઈટ હાઉસ પહોંચી શકે છે. જોકે તેમાંથી નેવાદા છોડીને દરેક જગ્યાએ ટ્રમ્પનો દબદબો છે.

અપડેટ્સ
અરિઝોનામાં ટ્રમ્પ સમર્થકોએ કાઉન્ટિંગ રોકવાની માંગ કરી
સમાચાર એજન્સી APના જણાવ્યા અનુસાર, અમેરિકાના અરિઝોનામાં ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થક કાઉન્ટિંગ સેન્ટરની બહાર પહોંચ્યા છે. અહીં ટ્રમ્પ સમર્થકોએ નારા લગાવીને કાઉન્ટિંગ રોકવાની માંગ કરી. આ દરમિયાન સમર્થકો ઝંડો લઈને એકત્રિત થયા અને નારાબાજી કરતા રહ્યાં.

NYTના જણાવ્યા પ્રમાણે, આ રાજ્યોનું ચિત્ર સ્પષ્ટ થવાનું બાકી છે. અલાસ્કા(3 ઈલેક્ટોરલ વોટ),એરિજોના(11 ઈલેક્ટોરલ વોટ),નેવાદા(6 ઈલેક્ટોરલ વોટ), નોર્થ કૈરોલિના(15 ઈલેક્ટોરલ વોટ), જ્યોર્જિયા(16 ઈલેક્ટોરલ વોટ)અને પેન્સિલવેનિયા(20 ઈલેક્ટોરલ વોટ)ના પરિણામ આવવાના બાકી છે. અહીંયા કાઉન્ટિંગ ચાલી રહ્યું છે. અમેરિકાએ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં મતગણતરી હજુ ચાલી રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઈડનમાંથી કોઈને પણ સ્પષ્ટ બહુમતી નથી મળી. ફ્લોરિડા અને લોવામાં લીડ મેળવનારા ટ્રમ્પને બાઈડન ત્રણ સ્ટેટ્સ વિસ્કોન્સિન, મિશિગન અને પેન્સિલવેનિયામાં જોરદાર ટક્કર આપી રહ્યા છે. આ રાજ્યોનાં પરિણામ જ ચૂંટણીમાં નિર્ણાયક સાબિત થઈ શકે છે, જેમાં બાઈડન વિસ્કોન્સિનમાં જીતી ગયા છે. વાસ્તવમાં બાઈડન હવે ટ્રમ્પ અને બહુમતીની વચ્ચે ઊભા રહી ગયા છે.

ન્યૂયોર્ક ટાઈમ્સના જણાવ્યા મુજબ, અત્યારસુધીમાં બાઈડનને 264 અને ટ્રમ્પને 214 ઈલેક્ટોરલ વોટ મળ્યા છે. જીત માટે 270 વોટની જરૂર છે. આજે ટ્રમ્પે ફરી એક વખત મતગણતરીને લઈને સવાલ ઉઠાવ્યા છે. તેમણે ટ્વીટ કર્યું છે કે ગત રાત્રે મજબૂતીની સાથે હું લીડ કરી રહ્યો હતો અને જેવી જ મેઈલ-ઈન બેલેટ્સની ગણતરી શરૂ થઈ, આશ્ચર્યજનક રીતે એક પછી એક અમે ગાયબ થવા લાગ્યા. મતદાન સર્વેક્ષણ ઐતિહાસિક રીતે ભૂલ કરી રહ્યા છે.

ન્યૂયોર્ક ટાઈમ્સના જણાવ્યા પ્રમાણે, મિશિનગન પછી હવે જ્યોર્જિયામાં પણ રિપબ્લિકન પાર્ટીએ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. પાર્ટીનો આરોપ છે કે કાઉન્ટિંગ દરમિયાન 53 એબ્સેન્ટી વોટર્સ ગેરયકાયદે નીકળ્યાં. તેમને ગરબડ કરીને કાઉન્ટિંગમાં જોડવામાં આવ્યા હતા. કેસની સુનાવણી થોડીકવારમાં ચૈથહેમ કાઉન્ટી કોર્ટ કરશે.

ન્યૂયોર્ક ટાઈમ્સ પ્રમાણે, સેનેટમાં અત્યાર સુધી ડેમોક્રેટ્સને 48(1 સીટનો ફાયદો) અને રિપબ્લિકન્સને પણ 48(1 સીટનું નુકસાન)થઈ રહ્યું છે. હાઉસ રિપ્રેઝેન્ટેટિવ્સમાં ડેમોક્રેટ્સને 205 સીટ મળી છે. તેમ છતા પણ 5 સીટોનું નુકસાન છે. સાથે જ રિપબ્લિકન્સને 190 સીટ મળી છે અને તેમને 6 સીટોનો ફાયદો છે.

બાઈડનનું નિવેદન-કાઉન્ટિંગ વચ્ચે જો બાઈડને બીજી વખત મીડિયા સાથે ચર્ચા કરી. કહ્યું- આશા છે કે અમે ઝડપથી 270ના આંકડો મેળવી લઈશું. જો કે, હું એવો દાવો નહીં કરું કે અમે જીતી ગયા છીએ. આ ઉતાવળ હશે. પણ છેલ્લે જ્યારે ગણતરી ખતમ થશે તો વિનર અમે જ હોઈશું.

CNNના જણાવ્યા પ્રમાણે, જ્યોર્જિયામાં ભલે ટ્રમ્પના વોટ ઘટ્યાં હોય, પણ હાલ પણ તે લીડ કરી રહ્યાં છે. એક ઈલેક્શન ઓફિશયલના જણાવ્યા પ્રમાણે, હાલ પણ 1 લાખ 22 હજાર મતની ગણતરી કરવામાં આવી રહી છે.

CNNના જણાવ્યા પ્રમાણે, પેન્સિલવેનિયામાં ટ્રમ્પ બુધવારે 6 લાખ મતથી લીડ કરી રહ્યાં હતા. પરંતુ હવે તે 50 ટકાથી પણ ઓછા થઈ ગયા છે. તે લગભગ 2 લાખ વોટથી આગળ છે. જો કે, વધુ સંભાવના એ જ છે કે ટ્રમ્પ અહીંયા બાજી મારી લેશે. આ જ કારણ છે કે ડેમોક્રેટ્સ આ રાજ્યના સાથે જ્યોર્જિયાની કાઉન્ટિંગ પર બાજ નજર રાખી રહ્યાં છે.

હ્યુસ્ટનની એક કોલોનીમાં લોકો રાતે આ રીતે બેઠા અને ઈલેક્શન અપડેટ્સ લેતા જોવા મળ્યા હતા. અહીંયા ટ્રમ્પ લીડ કરી રહ્યાં છે.
હ્યુસ્ટનની એક કોલોનીમાં લોકો રાતે આ રીતે બેઠા અને ઈલેક્શન અપડેટ્સ લેતા જોવા મળ્યા હતા. અહીંયા ટ્રમ્પ લીડ કરી રહ્યાં છે.

કોઈને બહુમતી ન મળવાને કારણે અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીનો મામલો ફસાતો જોવા મળી રહ્યો છે, જેનાં બે કારણ છેઃ

પહેલું કારણ- 10 કરોડ લોકોએ બેલેટથ પ્રી-વોટિંગ કર્યું હતું. ત્યારે આ બેલેટની મતગણતરી મોટી સંખ્યામાં બાકી છે. બીજું કારણ- ટ્રમ્પ જીતનો એકતરફી અને ખોટો દાવો કરી ચૂક્યા છે. તેમના નિવેદનને જોઈએ તો તેમના દાવા મુજબ, 'આમ તો અમે જીતી ગયા છીએ, તો હાલ પણ જ્યાં જ્યાં વોટિંગ ચાલી રહ્યું છે ત્યાં તમામ જગ્યાએ વોટિંગ અટકાવવું જોઈએ. એના માટે અમે સુપ્રીમ કોર્ટમાં જઈશું.' તો બીજી બાજુ બાઈડન હજુ શાંત જોવા મળી રહ્યા છે, પરંતુ તેમની લીગલ ટીમ લાંબી કાયદાકીય લડાઈની તૈયારીઓમાં લાગી ગઈ છે.

સૌથી મહત્ત્વના સ્વિંગ સ્ટેટ ફ્લોરિડામાં ટ્રમ્પની જીત

આ વખતે મોટી વાત એ રહી કે ટ્રમ્પ 29 ઈલેક્ટર્સવાળા સૌથી મહત્ત્વના સ્વિંગ સ્ટેટ ફ્લોરિડામાં જીત યથાવત્ રાખવામાં સફળ રહ્યા છે. કહેવામાં આવે છે કે આ સ્વિંગ સ્ટેટમાં જે જીતે છે તેઓ વ્હાઈટ હાઉસ પહોંચે છે. 100 વર્ષનો ઈતિહાસ આવું જ કહે છે. NBCનો એક્ઝિટ પોલ જણાવે છે કે ફ્લોરિડામાં રહેતા લેટિન અમેરિકી વોટર્સે ટ્રમ્પને સાથ આપ્યો છે. ક્યુબ મૂળના 55%, પ્યૂર્ટોરિકોના 30% અને 48% અન્ય લેટિન અમેરિકી મૂળના વોટર્સ ટ્રમ્પની સાથે હતા. આ કારણથી તેમને અહીં કુલ 51.6% વોટ મળ્યા છે.

ગુજરાતીઓના ગઢ ન્યૂજર્સીમાં ટ્રમ્પની હાર

વડાપ્રધાન મોદી સાથે મૈત્રીનો દાવો કરનાર ટ્રમ્પે ગુજરાતી અને ભારતીય મતદારોને રીઝવવામાં કોઈ કસર છોડી ન હતી. 9 મહિના પહેલાં ગત ફેબ્રુઆરીમાં અમદાવાદ ખાતે નમસ્તે ટ્રમ્પ નામે યોજાયેલી મેગા ઈવેન્ટ પણ એ જ હેતુથી થયેલી કવાયત હતી. આમ છતાં અમેરિકાના ન્યૂજર્સીમાં ગુજરાતી મતદારોની સૌથી વધુ સંખ્યામાં વસે છે, એ રાજ્યમાં જ ટ્રમ્પનો પરાજય થયો હતો. જોકે ફ્લોરિડામાં પણ ગુજરાતીઓની નોંધપાત્ર વસતિ છે અને ત્યાં ટ્રમ્પે પોતાના પ્રતિસ્પર્ધી જો બાઈડન પર મહત્ત્વપૂર્ણ સરસાઈ મેળવી હતી.

આ પણ વાંચોઃ 69% મુસ્લિમોએ બાઈડનને મત આપ્યો, 17%એ ટ્રમ્પને; 2016 કરતાં ટ્રમ્પને મુસ્લિમોના 4% મત વધુ મળ્યા

સૌથી મહત્ત્વનું સ્વિંગ સ્ટેટ ફ્લોરિડા ટ્રમ્પને ફળ્યું
આ વખતે મોટી વાત તો એ છે કે ટ્રમ્પ 29 ઈલેક્ટર્સવાળા સૌથી મહત્ત્વના સ્વિંગ સ્ટેટ ફ્લોરિડામાં જીત યથાવત્ રાખવામાં સફળ રહ્યા છે. કહેવામાં આવે છે કે આ સ્વિંગ સ્ટેટમાં જે જીતે છે, એ જ વ્હાઈટ હાઉસ પહોંચે છે. 100 વર્ષનો ઈતિહાસ આ જ કહે છે. NBCનો એક્ઝિટ પોલ કહે છે કે ફ્લોરિડામાં રહેતા લેટિન અમેરિકન્સ વોટર્સે ટ્રમ્પનો સાથ આપ્યો. ​​​ક્યુબા મૂળના 55%, પ્યૂર્ટોરિકોના 30% અને 48% અન્ય લેટિન અમેરિકન્સ મૂળના મતદાતા ટ્રમ્પ સાથે હતા. આ જ કારણે તેમને અહીં અત્યારસુધી કુલ 51.6% મત મળ્યા છે.

ટ્રમ્પ-બાઇડનના દાવા
આ બધાની વચ્ચે બાઈડને લોકોને સંબોધિત કર્યા હતા. તેમણે કહ્યું હતું કે જ્યાં પણ અમે ઊભા છીએ એનાથી ખુશ છું. વિસ્કોન્સિન અને મિશિનગનથી મળી રહેલા સમાચારોથી સારું લાગી રહ્યું છે. જ્યાં સુધી દરેક બેલેટની ગણતરી નહીં થઈ જાય ત્યાં સુધી ચૂંટણી પૂરી નહીં થાય.

સાથે જ ટ્રમ્પે ટ્વીટ કર્યું છે કે આપણે ઊંચાઈ પર જઈ રહ્યા છીએ, પણ તે(ડેમોક્રેટ્સ) જનમતની ચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમે આવું કોઈપણ સ્થિતિમાં નહીં થવા દઈએ. એકવાર જ્યારે મતદાન પૂરું થઈ જાય તો કોઈ મત ન આપી શકે. ટ્રમ્પે એવું પણ કહ્યું હતું કે તે પણ લોકોને સંબોધશે.

બાઈડન પછી ટ્રમ્પે પણ અડધી રાતે લોકોને સંબોધિત કર્યા હતા. કહ્યું- આ પહેલાં મેં કોઈપણ મામલામાં આટલી જલદી પ્રેસ-કોન્ફરન્સ નથી કરી. અમે દરેક કેસમાં જીત નોંધાવી છે. ત્યાર પછી અચાનક બધું બંધ થઈ ગયું (એવું નથી જણાવ્યું કે તે કઈ વસ્તુને બંધ કરવાની વાત કરી રહ્યા છે). ફ્લોરિડા અને નોર્થ કેરોલિનામાં અમને જીત મળી હતી. શાનદાર સમર્થન માટે હું અમેરિકાના લોકોનો આભાર માનું છું

‘અમુક દુઃખી લોકો પરિણામોને ફગાવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમે તેમનો સાથ ન આપી શકીએ. જે પરિણામ આવ્યાં છે એ સારાં છે. રાતે કાઉન્ટિંગ કરાવવાનો શો મતલબ છે. આ અંગે અમે સુપ્રીમ કોર્ટમાં જઈશું. મારા હિસાબથી તો અમે ચૂંટણી જીતી ગયા છીએ.’

અગાઉ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વોટિંગ દરમિયાન વર્જિનિયાના પોતાના કેમ્પેન હેડક્વાર્ટર પહોંચ્યા હતા. અહીં તેમણે પોતાના સમર્થકોને કહ્યું હતું કે અમે ફ્લોરિડા અને એરિઝોનામાં સારું કરી રહ્યા છીએ. ટેક્સાસમાં ખૂબ સારું કરી રહ્યા છીએ. મને લાગે છે કે આ રાત ઘણી શાનદાર રહેવાની છે. ટ્રમ્પ અગાઉ પણ પોતાની જીતનો દાવો કરી ચૂક્યા છે. આ સમયે ચૂંટણી માટે ફાઈનલ રાઉન્ડનું વોટિંગ ચાલી રહ્યું છે.

રાષ્ટ્રપતિ ચૂંટણીનાં પરિણામ આવવામાં વિલંબ થવાના અંદાજ વચ્ચે અમેરિકામાં સ્થિતિ બગડવાનો ડર સતાવી રહ્યો છે. ન્યૂયોર્કમાં અનેક અગ્રણી સ્ટોરના દરવાજાઓ સામે લાકડાંની દીવાલ ઊભી કરવામાં આવી છે, એટલે કે સ્ટોર્સની સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવામાં આવી છે. પરિણામો બાદ અમેરિકામાં હિંસા અથવા લૂંટનો ડર સર્જાયો છે. અમેરિકામાં પ્રથમ વખત ચૂંટણી સમયે આ સ્થિતિ જોવા મળી રહી છે. અત્યારે અમેરિકામાં ફાઈનલ રાઉન્ડનું મતદાન થઈ રહ્યું છે.

આ પણ વાંચોઃ ટ્રમ્પ અને બાઇડન બંને વચ્ચે ટાઇ પડે તો શું થાય? મામલો સુપ્રીમ કોર્ટમાં જાય તો કોર્ટ કેવો નિર્ણય લઈ શકે?

આ પણ વાંચોઃ અટપટી લાગતી અમેરિકાની ચૂંટણી-પરિણામ પ્રક્રિયા આ 5 શબ્દનો અર્થ સમજવાથી આસાન બની જશે

આ પણ વાંચોઃ અમેરિકાના ઇતિહાસના 5 રાષ્ટ્રપતિ, જેને જનતાએ નકારી દીધા, પણ ઇલેક્ટોરલ કોલેજે ચૂંટ્યા

LIVE UPDATES : અપડેટ્સ

કયાં રાજ્યોમાં કોણ જીત્યું?

ડોનાલ્ડ ટ્રમ્પ (213)

જો બાઈડન (224)

નેબ્રાસ્કા (5)

કોલોરાડો (9)

લૂઈસિયાના (8)

કોલંબિયા (3)

નોર્થ ડાકોટા (3)

ન્યૂ મેક્સિકો (5)

સાઉથ ડાકોટા (3)

ન્યૂયોર્ક (29)

વ્યોમિંગ (3)

વર્જિનિયા (13)

ઈન્ડિયાના (11)

ઈલિનોઈસ (20)

કાન્સાસ (6)

ન્યૂ જર્સી (14)

સાઉથ કેરોલિના (9)

વર્મોન્ટ (3)

અલાબામા (9)

કનેક્ટિકટ (7)

ઓક્લાહોમા (9)

મેસેચ્યુસેટ્સ (11)

આર્કાન્સાસ (6)

રહોડ આઈલેન્ડ (4)

મિસિસિપી (6)

ડેલાવર (3)

ટેનેસી (11)

મેરિલેન્ડ (10)

કેન્ટુકી (8)

ન્યૂ હેમ્પશાયર (4)

વેસ્ટ વર્જિનિયા (5)

વોશિંગ્ટન (12)

મિસૌરી (10)

ઓરેગોન (7)

ઈડાહો (4)

કેલિફોર્નિયા (55)

ઉટ્ટાહ (6)

હવાઈ (4)

ઓહાયો (18)

મિનેસોટા (10)

મોન્ટાના (3)

ઈઓવા (6)

ફ્લોરિડા (29)

ટેક્સાસ (38)

પરિણામ આવવાનાં શરૂ થયાં અને જેમ જેમ આ સિલસિલો આગળ વધ્યો તો આ સાથે બાઈડનના સમર્થકોનો જોશ પણ વધતો ગયો. આ તસવીર ડેલાવેયરમાં ડેમોક્રેટ ઉમેદવાર જો બાઇડનના કેમ્પેન હાઉસ ચેસ સેન્ટરની છે. અહીં તેમના સમર્થકોએ રેલી કાઢી હતી.
પરિણામ આવવાનાં શરૂ થયાં અને જેમ જેમ આ સિલસિલો આગળ વધ્યો તો આ સાથે બાઈડનના સમર્થકોનો જોશ પણ વધતો ગયો. આ તસવીર ડેલાવેયરમાં ડેમોક્રેટ ઉમેદવાર જો બાઇડનના કેમ્પેન હાઉસ ચેસ સેન્ટરની છે. અહીં તેમના સમર્થકોએ રેલી કાઢી હતી.
  • 72 વર્ષ પછી એરિજોના ડેમોક્રેટ્સનુંઃ CNNના જણાવ્યા પ્રમાણે, આ વખતે રિપબ્લિકન્સના ગઢ કહેવાતા એરિજોનામાં ડેમોક્રેટ્સે બાજી મારી છે. અહીં બાઈડન ખાસ્સા આગળ છે. એરિજોનામાં આ પરિવર્તનનું મોટું કારણ લેટિન લોકો હોવાનું કહેવાઈ રહ્યું છે. ટ્રમ્પ આ લોકોને ઘૂસણખોરો કહે છે. તો આ તરફ બાઈડને તેમનું સમર્થન કર્યું. પરિણામ સામે છે. 2016માં ટ્રમ્પને અહીં 3% વધુ વોટ મળ્યા હતા. આ વખતે તેઓ આટલા જ વોટથી પાછળ છે.
  • પહેલી ટ્રાન્સજેન્ડર સ્ટેટ સેનેટરઃ જો બાઇડનના હોમ સ્ટેટ ડેલાવેયરથી સારા મેક્બ્રિડ સ્ટેટ સેનેટરની ચૂંટણી જીતી ચૂક્યા છે. તે અમેરિકન ઈતિહાસમાં પહેલા ટ્રાન્સજેન્ડર છે જે સ્ટેટ સેનેટ માટે પસંદ થયા છે.
સારા મેક્બ્રિડ, અમેરિકાની પહેલી ટ્રાંસજેન્ડર સેનેટ.
સારા મેક્બ્રિડ, અમેરિકાની પહેલી ટ્રાંસજેન્ડર સેનેટ.
અન્ય સમાચારો પણ છે...