તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ચીન પર નિશાન:ટ્રમ્પે કહ્યું- કોરોના વાઈરસ ચીનના કારણે ફેલાયો, તે ઈચ્છે તો તેને પોતાના દેશમાં જ અટકાવી શકતો હતો; આજે તેનાથી આખી દુનિયા હેરાન થઈ ગઈ છે

વોશિંગ્ટન16 દિવસ પહેલા

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર કોરોના વાઈરસ માટે ચીનને જવાબદાર ઠેરવ્યું છે. ટ્રમ્પે ગત સપ્તાહે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા પછી ત્રીજી ચૂંટણી રેલી કરી હતી. અયોવા પહોંચેલા ટ્રમ્પે કહ્યું કે, મહામારી માટે સીધી રીતે ચીન જવાબદાર છે. ચીન ઈચ્છતું તો કોરોના વાઈરસને દેશની બહાર ન જવા દેત. પણ આનાથી અમેરિક, યુરોપ સહિત આખી દુનિયા હેરાન થઈ રહી છે.

ટ્રમ્પે શું કહ્યું?
આયોવામાં હજારો સમર્થકોને સંબોધિત કરતા ટ્રમ્પે કહ્યું કે, અમે એક પ્લેગ એટલે કે કોવિડ-19નો સામનો કરી રહ્યા છીએ. તેનો મળીને મુકાબલો પણ કરી રહ્યા છે. પરંતુ તેને રોકી શકાતો હતો. ચીન ઈચ્છે તો તેને પોતાની સરહદ એટલે કે દેશમાં જ અટકાવી શકતો હતો. પણ તેને આવું ન કર્યું. પહેલા તે યૂરોપ પહોંચ્યો અને પછી અમેરિકા. ત્યારપછી આખીય દુનિયામાં કોરોના ફેલાયો. આગામી વર્ષ સુધી આ વાઈરસ પર કાબૂ મેળવી લેવાશે.

બાઈડન પર કટાક્ષ
ટ્રમ્પે આ દરમિયાન ડેમોક્રેટ ઉમેદવાર જો બાઈડન પર કટાક્ષ કર્યો હતો. કહ્યું કે, જ્યારે તે ઉપ રાષ્ટ્રપતિ હતા, ત્યારે તેમણે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનમાં ચીનની એન્ટ્રી કરાવી. આ આપણા દેશ માટે ઘાતકી સાબિત થયું. ચીનના વાઈરસ છતા આપણા દેશમાં જોબ ક્રિએટ કરી શક્યા. બેરોજગારી ટકાવારી અડધી કરી દીધી. નોકરીઓની વાત કરવામાં આવે તો તે ઓબામા-બાઈડનના સમય કરતા 23 ગણી વધારે છે.

ખેડૂતોનો ઉલ્લેખ
ખેતીને ધ્યાનમાં રાખતા આયોવાને અમેરિકાના મુખ્ય રાજ્યમાં ગણવામાં આવે છે. ટ્રમ્પે અહીંયા ખેડૂતોની મુશ્કેલીઓ માટે ડેમોક્રેટ્સને દોષી ઠેરવ્યા અને પોતાના આ મામલામાં ચેમ્પિયન જાહેર કર્યા છે. તેમ છતા ગુનાનો ઉલ્લેખ કર્યો. કહ્યું- જે લોકો ગુનામાં સામેલ છે, તેમને તેની કિંમત ચુકવવી પડશે. આયોવાને ટ્રમ્પના મજબૂત ગઢ તરીકે જોવામાં આવે છે. પરંતુ રિપબ્લિકન્સે લાગે છે કે આ ચૂંટણીમાં બાઈડને અહીંયા ઘણો ભાર આપ્યો છે અને તેનો ફાયદો મળી શકે છે. ટ્રમ્પે દાવો કર્યો કે, માત્ર અયોવા જ નહીં પણ દેશના ખેડૂત પણ તેમના કામથી ઘણા ખુશ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો