USને સૌથી મોટી વયના પ્રેસિડેન્ટ મળશે:77 વર્ષના જો બાઈડન આગામી રાષ્ટ્રપતિ બનશે, પેન્સિલવેનિયા જીતીને ટ્રમ્પને હરાવ્યા; PM મોદીએ શુભેચ્છા પાઠવી

વોશિંગ્ટનએક વર્ષ પહેલા

ડેમોક્રેટ પાર્ટીના ઉમેદવાર જો બાઈડન અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ બનશે. 77 વર્ષના બાઈડન અમેરિકાના રાષ્ટ્રપતિ બનનાર સૌથી મોટી ઉંમરની વ્યક્તિ છે. NYT મુજબ પેન્સિલવેનિયામાં જીત સાથે તેઓએ બહુમતી માટે જરૂરી ઈલેક્ટોરલ વોટ મેળવી લીધા છે. જોકે હજુ પાંચ રાજ્યમાં કાઉન્ટિંગ ચાલુ છે. બાઈડન પાસે 273 ઈલેક્ટોરલ વોટ થઈ ગયા છે. રાષ્ટ્રપતિ બનવા માટે 270નો આંકડો જોઈએ. કમલા હેરિસ પ્રથમ મહિલા ઉપ રાષ્ટ્રપતિ બનશે.

બાઈડનનું ટ્વિટ- હું બધાનો રાષ્ટ્રપતિ બનીશ

બાઈડને ટ્વિટ કર્યું, અમેરિકા, હું સન્માનિત અનુભવી રહ્યો છે કે તમે મને આપણા મહાન દેશનું નેતૃત્વ કરવા માટે પસંદ કર્યો છે. આપણું કામ આગળ જઈને મુશ્કેલ થવાનું છે, પણ હું તમને વાયદો કરું છું કે હું તમામ અમેરિકન્સનો રાષ્ટ્રપતિ બનીશ. ભલે તમે મને મત આપ્યો હોય કે ન આપ્યો હોય

વડાપ્રધાન મોદીએ બાઈડનને શુભેચ્છા પાઠવી
મોદીએ કહ્યું-તમને આ જીત માટે શુભેચ્છાઓ પાઠવું છું. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ રહેતી વખતે તમે ભારત- અમેરિકા સંબંધોને મજબૂત બનાવવા માટે પ્રશંસનીય કામગીરી કરી છે. હું તમારી સાથે મળીને બન્ને દેશોના સંબંધને નવી ઊંચાઈ પર લઈ જવા માટે તૈયાર છું.

ટ્રમ્પને કહ્યું-ગુસ્સો થૂંકી દો, આપણે વિરોધીઓ હોય શકીએ છીએ, પરંતુ દુશ્મન નહીં
શુક્રવારે બાઇડને વિલ્મિંગ્ટન ખાતે પોતાના સમર્થકોને કરેલા ઔપચારિક સંબોધનમાં તેમણે પ્રમુખ તરીકેનો ચાર્જ લેવા પોતે તૈયાર હોવાના સંકેતો આપતાં કહ્યું હતું કે 'કોરોના સંક્રમણને ખાળવું એ મારી સૌપ્રથમ અગ્રિમતા બની રહેશે. આ માટેનો મારો પ્લાન હું બહુ ઝડપથી દેશ સમક્ષ મૂકીશ અને શપથવિધિની રાહ જોયા વગર એનો અમલ કરાવીશ. દેશ હાલ બે અંતિમવાદી વિચારધારા વચ્ચે વહેંચાઈ ગયો છે એ પણ મારા મતે ગંભીર બાબત છે, પરંતુ ચૂંટણીપ્રક્રિયા હવે પૂર્ણ થઈ ચૂકી છે એ સ્વીકારીને સૌએ અમેરિકાને મજબૂત બનાવવાના લક્ષ્ય માટે કાર્યરત થઈ જવાનું છે. વિચારધારા વચ્ચેનો ભેદ ભૂંસવો એ પણ મારી પ્રાથમિકતા રહેશે.' ટ્રમ્પનું નામ લીધા વગર બાયડને કહ્યું હતું કે ગુસ્સો થૂંકી દો, આપણે વિરોધીઓ હોય શકીએ છીએ, પરંતુ દુશ્મન નહીં. આપણે બધા અમેરિકન છીએ.

4 દિવસ મત ગણતરી ચાલી ત્યાર પછી બાઈડનનું નામ ફાઈનલ થયું
3 નવેમ્બરના રોજ વોટિંગ પછી પરિણામ સ્પષ્ટ થયું ન હતું. 4 દિવસ મત ગણતરી ચાલી પછી બાઈડનના નામ ફાઈનલ થયું હતું. ચિત્ર સ્પષ્ટ થયા સુધી રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણીમાં ગોટાળો થયો હોવાનો આરોપ લગાવી રહ્યા હતા.

ટ્રમ્પે 3 ટ્વિટ કર્યા

આ પણ વાંચોઃ જો ટ્રમ્પ હાર્યા પછી પણ વ્હાઇટ હાઉસ છોડવાનો ઈન્કાર કરી દેશે તો જાણો શું થશે

આ પણ વાંચોઃ બાઇડનને 56% અને ટ્રમ્પને 43% મહિલાઓના વોટ મળ્યા

અન્ય સમાચારો પણ છે...