તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી:ઈલેક્શન પછી શાંતિપૂર્ણ રીતે સત્તા સોપવા પર ટ્રમ્પ બોલ્યા- હું તેનું વચન ન આપી શકું, બની શકે કે પાવર ટ્રાન્સફરની જરૂર જ ન પડે

વોશિંગ્ટન7 મહિનો પહેલાલેખક: માઈકલ ક્રોલે
 • ટ્રમ્પે એકવાર ફરી ચૂંટણીના પરીણામને લઈને ચિંતા વ્યક્ત કરી, કહ્યું-ઘણી બાબતોમાં નજર રાખવી પડશે
 • રાષ્ટ્રપતિએ એ પણ કહ્યું- સુપ્રીમ કોર્ટમાં જજની પૂરી પેનલ હોવી જોઈએ, તે લોકતંત્ર માટે પણ જરૂરી છે

નવેમ્બરમાં યોજાનાર રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ચિંતા વ્યક્ત કરી છે. ટ્રમ્પના જણાવ્યા મુજબ પરીણામ આવ્યા પછી શાંતિપૂર્ણ રીતે સત્તા હસ્તાંતરણ (પાવર ટ્રાન્સફર) થવાનું વચન ન આપી શકું. રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે હું વોટિંગને લઈને પહેલા પણ તમને ફરિયાદ કરી ચૂક્યો છું. એટલા માટે જોવાનું રહેછે કે અંતે શું થશે. ટ્રમ્પે કહ્યું કે બની શકે છે કે અમુક વસ્તુનો નિર્ણય સુપ્રીમ કોર્ટમાં થાય. એટલા માટે અહીં જજોની પૂરી બેંચ હોવી જોઈએ.

કોઈ ભરોસો ન આપી શકે
બુધવારે રાતે વ્હાઈટ હાઉસમાં એક પ્રેસ કોન્ફ્રેન્સ દરમિયાન ટ્રમ્પને ઈલેક્શન પછી પાવર ટ્રાન્સફર વિશે અમુક સવાલો કરાયા હતા. એક રિપોર્ટરે પૂછ્યું કે શું તમે ભરોસો આપી શકો છો કે ચૂંટણી પછી શાંતિપૂર્ણ રીતે પાવર ટ્રાન્સફર થશે? આ અંગે રાષ્ટ્રપતિ કહ્યું હતું કે જોઈએ શુ થાય છે. હું મતદાનને લઈને મારી ચિંતા પહેલાજ જણાવી ચૂક્યો છું. અમુક જગ્યાએ રમખાણો થઈ રહ્યા છે. જો કે મને નથી લાગતું કે પાવર ટ્રાન્ફરની જરૂર પડશે. જે હાલ છે તે ચાલુ રહેશે.

ટ્રમ્પના નિવેદનનો અર્થ એ છે કે ચૂંટણીમાં તેમની જીત થશે. રાષ્ટ્રપતિ પહેલા મેઈલ ઈન બેલેટથી વોટિંગનો વિરોધ કરી રહ્યા હતા, પરંતુ અમુક શરતો સાથે તેનું સમર્થન કરવા લાગ્યા છે.

ડેમોક્રેટ્સને આ ચિંતા
અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી દરમિયાન એવું ક્યારેય નથું નથી કે કોઈ ઉમેદવારે ચૂંટણી પરીણામ અને સત્તા હસ્તાંતરણને લઈને જાહેરમાં આ પ્રકારની વાત કરી હોય. ડેમોક્રેટ પાર્ટીને લઈને પણ આ ચિંતાનો વિષય છે. કારણ કે ટ્રમ્પ ચૂંટણી પહેલા પાવર ટ્રાન્સફર અને વોટિંગ પેટર્નને લઈને ઉગ્ર નિવેદનો આપી રહ્યા છે. ડેમોક્રેટેસને લાગે છે કે ટ્રમ્પ હારી જશે તો પણ પરીણામને નહી માને અને સંવૈધાનિક સંકટ ઊભું થઈ શકે છે.

જજની નિયુક્તિને લઈને વિરોધાભાષ
અમુક દિવસ પહેલા સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ગિન્સબર્ગનું નિધન થયું હતું. હવે ત્યાં 8 જજ છે. ડેમોક્રેટ્સ ઈચ્છે છે કે નવા જજની નિયુક્તિ ચૂંટણીપ છી થાય. ટ્રમ્પ હાલજ કરવા માંગે છે. તેનું કારણ છે કે જો ચૂંટણીને લઈને કોઈ કેસ ફસાય તો જજ તેના પક્ષમાં ઊભા રહી શકે છે. તેનો વોટ નિર્ણાય હશે. પ્રિંસ્ટન યુનિવર્સિટીના પ્રોફેસર જુલિયન કહે છે કે ટ્રમ્પ જાહેરમાં ધમકી આપે છે. લોકો તેમની વાતનો અર્થ સમજી રહ્યા છે. તેનો એ અર્થ થાય છે કે જો પરીણામ તેના પક્ષમાં ન આવ્યા તો તેઓ તેને સ્વિકરશે નહીં.

પોતાના જ સાથ નહીં આપે
ટ્રમ્પના નિવેદન સાથે તેના સેનેટર મિટ રોમની નથી. રોમની કહે છે કે લોકશાહીની એ તો ખૂબી છે કે ચૂંટણી પછી શાંતિપૂર્ણ રીતે સત્તાનું હસ્તાંતરણ થાય. આ અમેરિકા છે. બેલારુસ નથી. રાષ્ટ્રપતિ તરીકે ટ્રમ્પે પોતાની જવાબદારી અને ગરિમાનું ધ્યાન રાખવું જોઈએ.

આવું નિવેદન પ્રથમવાર નથી
સત્તા હસ્તાંતરણને લઈને ટ્રમ્પનું નિવેદન પહેલીવાર નથી આવ્યું. જુલાઈમાં ફોક્સ ન્યૂઝને આપેલા ઈન્ટરવ્યુમાં પણ તેઓએ આ વાત કહી હતી. આ પહેલા US ટૂડેમાં કહ્યું હતું કે ચૂંટણી પછીની સ્થિતિ પર કોઈ ભરોસો ન આપી શકું. 2016માં ટ્રમ્પને પોપ્યુલર વોટ ઓછા મળ્યા હતા. ત્યાર પણ તેણે કહ્યું હતું કે ચૂંટણીમાં ગોટાળો થયો છે. અમેરિકામાં બેવારથી વધારે રાષ્ટ્રપતિ ન રહી શકાય પરંતુ ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ 2025માં પણ પ્રેસિડેન્ટ રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો