તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

વૃદ્ધોના વ્હાલ માટે ટ્રમ્પના વલખા:ટ્રમ્પે કહ્યું-રસી સૌથી પહેલા સિનિયર સિટિઝનને મળશે, તેમને ચાઈનીઝ વાયરસથી બચાવવા મારી પૂરજોશમાં કોશિશ

ફ્લોરિડા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફ્લોરિડાના ફોર્ટ મેયર્સમાં વૃદ્ધોને સંબોધિત કરી રહેલા રાષ્ટ્રપ્રમુખ. તેમણે ઘોષણા કરી કે કોરોનાવાયરસની વેક્સીનને સીધી જ નર્સિંગ હોમમાં વૃદ્ધજનો સુધી પહોંચાડવા માટે સીવીએસ હેલ્થ અને વોલગ્રિન્સ સાથે સમજૂતી કરાઈ છે.

અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણી આડે 17 દિવસ બાકી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દેશના લોકોને આકર્ષિત કરવામાં વ્યસ્ત થયા છે. ઉલ્લેખનીય છે કે અમેરિકામાં વૃદ્ધજનો અને મહિલાઓ ખાસ કરીને ટ્રમ્પથી નારાજ હોવાનું મનાય છે. ટ્રમ્પે વરિષ્ઠ નાગરિકોની કોરોનાવાયરસ સામે સુરક્ષા અંગે કહ્યું, ‘હું આપની સુરક્ષા કરીશ અને આપના માચે મારી પૂરેપૂરી ઊર્જા અને વિશ્વાસ સાથે લડીશ.’

ટ્રમ્પે કહ્યુ-વૃદ્ધજનોને સૌપ્રથમ કોરોના વેક્સીન મળશે. ચાઈનીઝ વાયરસથી તેમને બચાવવા માટે હું પૂરજોશથી કોશિશ કરી રહ્યો છું. જેથી, વર્ષ ખતમ થતા પહેલા સુરક્ષિત અને અસરકારક રસી તેમને આપી શકાય. અમેરિકાના 5.4 કરોડ વરિષ્ઠ નાગરિકોની દેખરેખ, સહાયતા અને તેમને સન્માન આપવા માટે દરરોજ આકરી મહેનત કરી રહ્યો છું.’

વેક્સીનને નર્સિંગ હોમ સુધી પહોંચાડવામાં આવશેઃ ટ્રમ્પ
રાષ્ટ્રપ્રમુખે કહ્યું-પોતાના લોકોને ગુમાવનાર દરેક દુઃખી પરિવાર માટે મારૂં હૃદય ભાવુક થઈ જાય છે. આપણે સાથે મળીને તેને હરાવીશું. ટ્રમ્પે ઘોષણા કરી કે અમે કોરોનાવાયરસ રસી સીધી નર્સિંગ હોમમાં વૃદ્ધજનો સુધી પહોંચાડવા માટે સીવીએસ હેલ્થ અને વોલગ્રિન્સ સાથે સમજૂતી કરી છે. આ વર્ષે રસીના ઓછામાં ઓછા 10 કરોડ ડોઝ ડિલિવર કરવા અંગે કામ ચાલી રહ્યું છે.

તેમણે કહ્યું-આપણે વાયરસ ખતમ કરવા જઈ રહ્યા છીએ અને ફરી એકવાર દેશની આર્થિક સ્થિતિને મજબૂત કરીશું.

અમેરિકામાં કોરાનાના કેસ
અમેરિકામાં સંક્રમણના અત્યાર સુધીમાં 82 લાખથી વધુ કેસ સામે આવી ચૂક્યા છે. તેમાં 53 લાખથી વધુ લોકો સ્વસ્થ થઈ ગયા છે. જ્યારે, અત્યાર સુધીમાં 2 લાખ 23 હજાર મોત થયા છે. ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર, નિષ્ણાતોએ મહામારી આગળના સ્ટેજમાં પહોંચશે એવી ચિંતા વ્યક્ત કરી છે. કેમકે, દેશના 41 રાજ્યોમાં સંક્રમિતોની સંખ્યા વધી રહી છે. તેમાંથી 17 રાજ્યો એવા છે જ્યાં અગાઉ ઓછા સંક્રમિતો મળી રહ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તમારા પક્ષમાં છે. મોટાભાગના કામ મન પ્રમાણે પૂર્ણ થતાં જશે. કોઇ પ્રિય મિત્ર સાથે મુલાકાત સુખ અને તાજગી આપી શકે છે. પારિવારિક સુખ-સુવિધાને લગતી વસ્તુઓ માટે શોપિંગમાં સમય પસાર થશે. ...

વધુ વાંચો