તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આ સત્તા પરિવર્તનની પરાકાષ્ઠા હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ પદના શપથ લીધા બાદ જો બાઇડન પત્ની જીલ સાથે વ્હાઈટ પહોંચ્યા હતા. નોર્થ પાર્ટિકોના પગથિયા ચઢી પ્રશંસકોનો અભિવાદન ઝાલ્યો. જેવા જ ગૃહ પ્રવેશ માટે પાછળ ફર્યા તો તેમની સામેનો દરવાજો બંધ હતો. ત્યાં સુધી તો રાષ્ટ્રપતિનો પરિવાર પણ પગથિયાં ચઢી ચૂક્યો હતો પણ દરવાજો ન ખૂલ્યો. મહાસત્તાના નવા વડા રાહ જોતા રહી ગયા. થોડીકવાર માટે અસમંજસની સ્થિતિ સર્જાઈ. જો અને જીલ એકબીજાની તરફ જોતા રહ્યા. છેવટે 10 સેકન્ડ પછી અંદરથી દરવાજો ખોલી દેવાયો.
પૂર્વ રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબ્લ્યુ બુશના વ્હાઈટ હાઉસ સોશિયલ સેક્રેટરી રહી ચૂકેલા લી બેરમેન કહે છે કે આ પ્રોટોકોલનું ઉલ્લંઘન છે. માહિતી અનુસાર બાઈડેનના સ્વાગત માટે વ્હાઈટ હાઉસમાં કોઈ ચીફ અશર(મુખ્ય દ્વારપાલ) નહોતું. બાઈડનના પહોંચવાની 5 કલાક પહેલા જ તેને હટાવી દેવાયો હતો. આ જ વ્યક્તિ વ્હાઈટ હાઉસનું મેનેજમેન્ટ કરે છે. છે. ટિમોથી હાર્લેથ ટ્રમ્પના મુખ્ય દ્વારપાલ હતા. તે ટ્રમ્પ ઈન્ટરનેશનલ હોટલના રૂમ મેનેજર હતા અને 2017માં મેલાનિયાએ તેમની નિમણૂક કરી હતી. શપથના 11:30 વાગ્યે ટિમોથીને જણાવાયું કે તેમની સેવાઓ સમાપ્ત કરી દેવાઈ છે.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.