તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અમેરિકી ચૂંટણીમાં કારમા પરાજય બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રાજધાની વોશિંગ્ટનમાં શક્તિપ્રદર્શન કર્યું . લાખોની સંખ્યામાં ટ્રમ્પસમર્થકો આ મિલિયન મેગા માર્ચમાં ભાગ લેવા દેશની રાજધાની વોશિંગ્ટન પહોંચ્યા હતા. આ દરમિયાન ટ્રમ્પસમર્થકો અને તેમના વિરોધીઓ વચ્ચે જોરદાર અથડામણ થઈ હતી. બંને પક્ષો વચ્ચે જોરદાર ઝપાઝપી અને નારેબાજી થઇ હતી. બીજી બાજુ આ ઘટના અંગે ટ્રમ્પે વોશિંગ્ટનના મેયર અને ડાબેરી સંગઠન એન્ટીફા પર નિશાન તાક્યું હતું.અગાઉ લાખોની સંખ્યામાં લોકો રાષ્ટ્રપતિ ટ્રમ્પને સમર્થન આપવા વોશિંગ્ટન પહોંચ્યા હતા. તેમણે રાષ્ટ્રપતિ ચૂંટણીનાં પરિણામો વિરુદ્ધ જોરદાર દેખાવો કર્યા હતા. એક અહેવાલ અનુસાર આ દેખાવો દરમિયાન ટ્રમ્પવિરોધી સંગઠનો એન્ટિફા, બ્લેક લાઈવ્સ મેટર અને ટ્રમ્પ સમર્થક સંગઠન પ્રાઉડ બોયઝ વચ્ચે અથડામણ થઈ હતી. વોશિંગ્ટનમાં જેમ જેમ અંધારું થતું ગયું ટ્રમ્પ વિરોધીઓના દેખાવો વધુ ઉગ્ર થતા ગયા.
સ્ટૉલ પલટ્યા, ટ્રમ્પના ધ્વજને આગ ચાંપી
એન્ટિફા, બ્લેક લાઈવ્સ મેટરના લોકોએ ટ્રમ્પસમર્થકોની હેરાનગતિ કરી અને તેમની લાલ ટોપી તથા ઝંડા છીનવી તેને આગ ચાંપી દીધી હતી. અખબાર ‘વોશિંગ્ટન પોસ્ટ’એ જણાવ્યું કે આ અથડામણ રાત્રે વધુ ઉગ્ર બની હતી. ટ્રમ્પ વિરોધીઓએ અહીં લગાવાયેલા સ્ટૉલ પલટી નાખ્યા જે ટ્રમ્પસમર્થક બની સામાન વેચી રહ્યા હતા. ટ્રમ્પસમર્થકો અને વિરોધીઓ વચ્ચે આ અથડામણ અમેરિકી રાષ્ટ્રપતિના કાર્યાલય વ્હાઈટ હાઉસથી થોડાક જ અંતરે થઇ હતી. પોલીસે દરમિયાનગીરી કરી મામલો થાળે પાડ્યો હતો.
અનેક ઘવાયા, 10 લોકોની અટકાયત
પોલીસે જણાવ્યું કે આ અથડામણમાં અનેક લોકો ઘવાયા હતા અને ઓછામાં ઓછા 10 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ચાર લોકોની બંદૂક રાખવાના આરોપ હેઠળ ધરપકડ કરાઈ હતી. એક વ્યક્તિની પીઠમાં ચપ્પુ ભોંકી દેવાયું હતું અને તેને હોસ્પિટલે ખસેડાયો હતો. ટ્રમ્પવિરોધીઓને હટાવવા પોલીસે પેપર સ્પ્રેનો પ્રયોગ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમનો પરાજય સ્વીકારવા તૈયાર નથી.
પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.