તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • International
  • Us elections
  • The Corona Era Will Break All Records This Time Around In The U.S. Presidential Election; It Will Be The Most Expensive Election In The World, Costing 11 Billion

ભાસ્કર ડેટા સ્ટોરી:કોરોનાકાળમાં અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં આ વખતે તૂટશે તમામ રેકોર્ડ; વિશ્વની સૌથી મોંઘી ચૂંટણી બની રહેશે, 11 બિલિયન ડોલર ખર્ચ થશે

18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સેન્ટર ફોર રિસ્પોન્સિવ પોલિટિક્સે જાહેર કર્યાં પ્રાથમિક અનુમાન
  • ઈન્ફ્લેશન એડજસ્ટ કરવા પર 2016ની ચૂંટણીથી 50% વધુ ખર્ચ

અમેરિકામાં આ વખતની રાષ્ટ્રપતિની ચૂંટણી વિશ્વની સૌથી મોંઘી ચૂંટણી સાબિત થશે. સેન્ટર ફોર રિસ્પોન્સિવ પોલિટિક્સે ચૂંટણીખર્ચને લઈને જે પ્રાથમિક અનુમાન જાહેર કર્યાં છે, એ ચોંકાવનારાં છે. આ વખતે 11 બિલિયન ડોલર એટલે કે લગભગ 79 હજાર કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ થશે. આ 2019ની ભારતની લોકસભા ચૂંટણીથી લગભગ 50% વધુ છે, જેને હજુ સુધી વિશ્વની સૌથી મોંઘી ચૂંટણી કહેવામાં આવી હતી.

ઓપનસિક્રેટ્સ ડોટ ઓઆરજીના એક રિપોર્ટ મુજબ, જો ફેડરલ કમિટીઓ જ્યારે કોઈ ખર્ચ નહીં કરે તોપણ અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી અત્યારસુધીની સૌથી મોંઘી ચૂંટણી બની ગઈ છે. ફેડરલ કમિટીઓ દ્વારા અત્યારસુધીમાં 7.2 બિલિયન ડોલર ખર્ચ કરવામાં આવ્યો છે. આ આંકડા 15 ઓક્ટોબર સુધી હજુ વધી શકે છે, જ્યારે કેન્ડિડેટ્સ એક જુલાઈથી 30 સપ્ટેમ્બર સુધી ત્રીજા કવાર્ટરમાં કરવામાં આવેલા ખર્ચના આંકડાઓ રજૂ કરશે.

ભારતીય ચૂંટણી સાથે તુલના કરવામાં આવે તો તમામ આંકલન કહે છે કે 2019માં લોકસભા ચૂંટણીમાં માત્ર 50 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. તો આ પહેલાં 2016ની અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં લગભગ 45 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. આ કારણે 2019ની લોકસભા ચૂંટણીને અત્યારસુધીની સૌથી મોંઘી ચૂંટણી ગણવામાં આવે છે, પરંતુ આ વખતે અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં થઈ રહેલા ખર્ચાઓ તમામ રેકોર્ડ તોડી રહ્યા છે.

રિપોર્ટમાં સેન્ટર ફોર રિસ્પોન્સિવ પોલિટિક્સનાં એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શીલા ક્રમહોઝે કહ્યું હતું કે 2018ની ચૂંટણીના મિડ ટર્મ માટે ફંડરેઝિંગનો રેકોર્ડ તોડ્યો હતો. 2020 તમામ રેકોર્ડ તૂટવાના છે. આ અત્યારસુધીના ઈતિહાસની સૌથી ખર્ચાળ ચૂંટણી છે અને હજુ આ ખર્ચાઓ પૂરા થયા નથી, ચૂંટણી સુધી ઘણા ખર્ચાઓ થવાના છે. સેન્ટરે 10.8 બિલિયન ડોલરનું અનુમાન લગાડવામાં આવ્યું છે અને એ અત્યારસુધી થયેલા ખર્ચના આધારે છે. આ કોઈ સામાન્ય ચૂંટણી નથી. અંતિમ આંકડાઓ હજુ પણ વધી શકે છે. ડેમોક્રેટિક કેન્ડિડેટ જો બાઇડેને પહેલી પ્રેસિડેન્શિયલ ડિબેટથી 10 મિલિયન ડોલરનું ફંડ એકઠું કર્યું હોવાની માહિતી આપી હતી. આ રીતે ડેમોક્રેટિક ફંડરેઈઝિંગ ફર્મ એકટબ્લુએ સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ રૂથ બેડર ગિંસબર્ગના નિધન પછીથી 300 મિલિયન ડોલરનું ફંડ એકઠું થયું હોવાનો દાવો કર્યો છે.

કોંગ્રેસ પર કબજો મેળવવા માટેનો ખર્ચ પણ ઓછો નથી. આ ખર્ચ પણ 560 કરોડ રૂપિયાના આંકડા પાર કરી જશે. આ ગત રાષ્ટ્રપતિ ચૂંટણીની સાઇકલની તુલના 37 ટકા વધુ છે અને 2018ના મિડ ટર્મની સમાંતર જ છે. બંને પાર્ટીઓ ફંડરેઈઝિંગમાં રેકોર્ડ તોડી રહી છે, પરંતુ ડેમોક્રેટ્સને વધુ કેશ મળી રહ્યા છે. હાઉસની રેસમાં ડેમોક્રેટિક કેન્ડિડેટ્સે 534 મિલિયન ડોલર ભેગા કર્યા છે, જ્યારે રિપબ્લિકન કેન્ડિડેટ્સે માત્ર 424 મિલિયન ડોલર, સેનેટની દોડમાં ડેમોક્રેટ્સે 331 મિલિયન ડોલર એકઠાં કર્યા અને રિપબ્લિકને 280 મિલિયન ડોલર એકઠા કર્યા છે.

કોવિડ-19 મહામારીથી પ્રેસિડેન્સિયલ કેમ્પેનમાં ખર્ચ કરવામાં ફેરફાર જોવા મળી રહ્યો છે. ઉમેદવારોએ 2016ની તુલનાએ આ વખતે ટ્રાવેલ અને ઈવેન્ટ્સ પર પૈસા ઓછા વાપર્યા છે, પરંતુ આ વખતે મીડિયા પર ખર્ચ અનેક ગણો વધી ગયો છે. ટ્રમ્પ અને બાઈડેન વર્સેટાઈલ ઓનલાઈન એડ્સ પર રેકોર્ડતોડ ખર્ચ કરી રહ્યા છે. આ વિજ્ઞાપનોનો ઉપયોગ નવા ડોનર્સને આકર્ષિત કરવા અને સપોર્ટર્સને મેઇલ-ઈન-બેલેટ્સના ઉપયોગ કરવાની અપીલ કરવામાં થઈ રહ્યો છે. 2020ની ચૂંટણીમાં ડેમોક્રેટ્સે રિપબ્લિકનને પાછળ છોડી દીધા છે. અત્યારસુધીમાં થયેલા ખર્ચમાં ડેમોક્રેટ્સની ભાગીદારી 54 ટકા રહી છે, જ્યારે રિપબ્લિકનની માત્ર 39 ટકા જ, જેમાં અબજપતિ બ્લુમબર્ગ અને ટોમ સ્ટેયરે પ્રેસિડેન્સિયલ કેમ્પેન પર કરેલો ખર્ચ પણ સામેલ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો