તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઈતિહાસમાં અમેરિકા:હાર્યા બાદ વ્હાઈટ હાઉસ છોડી રહ્યાં ન હતા અમેરિકાના બીજા રાષ્ટ્રપતિ, કર્મચારીઓએ આદેશ માનવાનું જ બંધ કરી દીધુ

18 દિવસ પહેલા
 • કૉપી લિંક
જોન એડમ્સ અમેરિકાના બીજા રાષ્ટ્રપતિ અને વ્હાઈટ હાઉસમાં રહેનારા પ્રથમ રાષ્ટ્રપતિ હતા (ફાઈલ ફોટો)

વાત અમેરિકામાં વર્ષ 1800માં થયેલી રાષ્ટ્રપતિ ચૂંટણીની છે. યુનાઈટેડ સ્ટેટ્સ અમેરિકાના બીજા રાષ્ટ્રપતિ જોન એડમ્સને આ ચૂંટણીમાં હાર મળી હતી. તેમના પ્રતિદ્વંદ્વી થોમસ જેફ્ફરસને જીત મેળવી હતી. તેમ છતા જોનને થોમસને કાર્યભાર સોંપવાનો ઈનકાર કરી દીધો. જે બાદ તે થયું જેની તેઓએ કલ્પના પણ નહીં કરી હોય.

20 જાન્યુઆરીએ થોમસના શપથ ગ્રહણ સમારંભમાં જોન સામેલ થયા ન હતા. વ્હાઈટ હાઉસના કર્મચારીઓએ પણ સમારંભ જવાનો ઈનકાર કરી દીધો હતો. આ કારણ જ છે કે 20 જાન્યુઆરીએ મિડ ડે રૂલ્સ લખાયો ન હતો. આ તે દિવસ હોય છે, જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ જીતેલા ઉમેદવારને કાર્યભાર સોંપે છે.

જિદ છતાં વ્હાઈટ હાઉસ છોડવું પડ્યું હતું

જોન જિદ પર આવી ગયા હતા. તે ન તો વ્હાઈટ હાઉસ છોડી રહ્યાં હતા કે ન પોતાનો કાર્યભાર થોમસને સોંપી રહ્યાં હતા. આવી સ્થિતિમાં તેમના કર્મચારીઓએ તેમના આદેશ પણ સાંભળવાનું બંધ કરી દીધું હતું. તમામ સિક્યોરિટી પણ હટી ગઈ હતી. ઓફશિયલ કોમ્યુનિકેશન કાપી નાખવામાં આવ્યું હતું. પ્રેસિડેન્શિયલ સ્ટાફે તેમના આદેશ લેવાનું બંધ કરી દીધું અને પ્રેસિડન્ટ ઓફિસ પણ દૂર કરવામાં આવી હતી.

વિભાગોએ પણ અવગણવાનું શરૂ કરી દીધું

હાર છતા વ્હાઈટ હાઉસમાં અડિંગો જમાવીને બેઠેલા જોનને મિલિટ્રી, CIA, FBI અને વ્હાઈટ હાઉસ સ્ટાફને અવગણવાનું શરૂ કરી દીધું હતું. પોતાને અપમાનિત થતા જોઈને અંતે જોને હાર સ્વીકારવી પડી અને તેઓએ સત્તાવાર રીતે 4 માર્ચ 1801નાં રોજ થોમસને કાર્યભાર સોંપી દીધો હતો.

ટ્રમ્પ પણ જો વ્હાઈટ હાઉસ નહીં છોડે તો શું થશે?

 • સીક્રેટ સર્વિસેઝ પોતાનું ફોક્સ ટ્રમ્પની સાથે બાઈડન પર પણ કરી શકે છે.
 • CIA ટ્રમ્પ અને બાઈડન બંનેને બ્રીફિંગ શરૂ કરી શકે છે. (જેમાં ટોપ સીક્રેટ ઈન્ટેલીજન્સના રિપોર્ટ સહિત અન્ય ગુપ્ત ઈન્પુટ્સ પણ સામેલ થશે. સામાન્ય રીતે આ કમાન્ડર ઈન ચીફને બ્રીફ કરવામાં આવે છે.)
 • CIAની કાઉન્ટર ઈન્ટેલિજન્સ ટીમમાં જે CIA માટે જાસૂસી કરે છે, તે બંનેને બ્રીફિંગ આપવાનું શરૂ કરી શકે છે.
 • વ્હાઈટ હાઉસના કર્મચારી પોતાના નવા રાષ્ટ્રપતિના હિસાબે કામ કરવાનું શરૂ કરી શકે છે.
 • 20 જાન્યુઆરીએ મિડ ડે વ્હાઈટ હાઉસનો સ્ટાફ જૂના રાષ્ટ્રપતિના સામાનને બહાર કરીને નવા રાષ્ટ્રપતિનો સામાન કોઈની પણ મંજૂરી વગર અંદર લઈ શકે છે.
 • જાન્યુઆરીથી ટ્રમ્પની સેલેરીથી વ્હાઈટ હાઉસનું ભાડું કપાવવાનું બંધ થઈ જશે.
 • જાન્યુઆરીથી જ બાઈડનની પ્રેસિડેન્શિયલ સેલેરી શરૂ થઈ જશે અને વ્હાઈટ હાઉસનું રેન્ટ તેમની સેલેરીમાંથી કપાવવાનું શરૂ થઈ જશે.
 • 20 જાન્યુઆરીએ મિડ ડેથી મેલાનિય ટ્રમ્પ વ્હાઈટ હાઉસની બોસ નહીં રહે. તેમની જગ્યાએ સ્ટાફ ડૉ. જિલ બાઈડનને પોતાના બોસ ગણશે.
 • 20 જાન્યુઆરી મિડ ડેથી રાષ્ટ્રપતિના તમામ ઓફિશિયલ કોમ્યુનિકેશન ટ્રમ્પ પાસેથી હટાવી લેવામાં આવશે.
 • પેન્ટાગોન, CIA, FBI, એટોર્ની જનરલ, સીક્રેટ સર્વિસિઝના અધિકારીઓ જૂના રાષ્ટ્રપતિને ગાર્ડ ન આપે ત્યાં સુધી સંવાદ યથાવત રાખશે.
 • બિસ્ટ અને એરફોર્સ વન ટ્રમ્પને સેલ્યુટ કરશે અને પોતાનું ફોકસ બાઈડન તરફ કરી લેશે.
 • બિસ્ટ કોઈ પણની મંજૂરી વગર બાઈડનનું બ્લડ સેમ્પલ લેશે, આવું 200 વર્ષથી ચાલી રહ્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ઘર-પરિવારને લગતાં કાર્યોમાં વ્યસ્ત રહેશો. તમે તમારી બુદ્ધિ દ્વારા મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવામાં સક્ષમ પણ રહેશો. આધ્યાત્મિક તથા જ્ઞાનવર્ધક સાહિત્યોને વાંચવામાં પણ સમય પસાર થશે. નેગેટિવ...

વધુ વાંચો