તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અમેરિકાના વોશિંગ્ટનમાં ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ હંગામો કર્યો છે. સંસદ પરિસરમાં કરવામાં આવેલી બબાલમાં અત્યારસુધીમાં એક મહિલા સહિત ચાર લોકોનાં મોત થયાં છે. હિંસાને જોતાં વોશિંગ્ટનના મેયરે 15 દિવસની ઈમર્જન્સીની જાહેરાત કરી છે.
એક મહિલા સહિત ચાર લોકોના મોત
અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી પછી જે વાતનો ડર હતો એ જ બન્યું. બુધવારે અહીં સંસદનાં બંને ગૃહો જો બાઈડનની જીત પર મહોર લગાવવા કાર્યરત થયાં. કાઉન્ટિંગ દરમિયાન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સેંકડો સમર્થકો સંસદના બિલ્ડિંગ (કેપિટલ હિલ)માં ઘૂસી ગયા હતા. આ દરમિયાન ગોળીબાર પણ થયો અને એમાં એક મહિલા સહિત ચાર લોકોના મોત થયા છે. થોડા કલાક પછી હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ (HOR)નાં સ્પીકર નેન્સી પેલોસીએ કહ્યું-અમે ડર્યા વિના પોતાનું કામ ચાલુ રાખીશું. જોકે એ સ્પષ્ટ નથી કે હવે બાઈડનની જીતની ઔપચારિક ઘોષણા ક્યારે કરવામાં આવશે. અહીં અમે તેમને આ ઘટના સાથે સંકળાયેલાં એપડેટ્સ આપી રહ્યાં છીએ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કર્યું
વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે વોશિંગ્ટન ડીસીમાં હોબાળાના સમાચારથી હેરાન છું, સત્તાનું હસ્તાંતરણ શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે થવું જોઈએ. લોકતાંત્રિક પ્રક્રિયાને ગેરકાયદે હિંસક દેખાવોથી પ્રભાવિત ન કરી શકાય.
Distressed to see news about rioting and violence in Washington DC. Orderly and peaceful transfer of power must continue. The democratic process cannot be allowed to be subverted through unlawful protests.
— Narendra Modi (@narendramodi) January 7, 2021
પ્રથમ સમગ્ર વિવાદ સંક્ષેપમાં સમજીએ
3 નવેમ્બરે રાષ્ટ્રપ્રમુખ ચૂંટણી થઈ. બાઈડનને 306 અને ટ્રમ્પને 232 વોટ મળ્યા. બધું સ્પષ્ટ થયા પછી પણ ટ્રમ્પે હાર ન કબૂલી. તેમનો આરોપ છે કે વોટિંગ દરમિયાન અને પછી કાઉન્ટિંગમાં મોટે પાયે ગરબડ થઈ છે. અનેક રાજ્યોમાં કેસ નોંધાવ્યા. મોટા ભાગના કિસ્સામાં ટ્રમ્પના સમર્થકોની અપીલ નકારાઈ છે. બે મામલામાં સુપ્રીમ કોર્ટે પણ તેમની અરજીઓ ફગાવી દીધી. ચૂંટણીપ્રચાર દરમિયાન અને પછી ટ્રમ્પ ઈશારામાં હિંસાની ધમકી આપતા રહ્યા છે. બુધવારે થયેલી હિંસાએ સાબિત કરી દીધું કે સુરક્ષા એજન્સીઓ ટ્રમ્પના સમર્થકોના પ્લાનને સમજવામાં નિષ્ફળ રહી.
સંસદમાં પછડાયા ટ્રમ્પ
એરિઝોના અને પેન્સિલવેનિયામાં બાઈડનની જીત વિરુદ્ધ વાંધો ઉઠાવાયો હતો, પણ કોંગ્રેસ એને ફગાવી દીધો છે. એરિઝોનાને લઈને આ મામલો વધુ ફસાયો. પહેલાં સેનેટમાં અહીંનાં પરિણામો પર વાંધો નોંધાવ્યો. જ્યારે એ નકારાયો તો મામલો હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ પાસે પહોંચ્યો. છેલ્લે અહીં પણ ઓબ્જેક્શન નકારી દેવાયું. સેનેટમાં તો ટ્રમ્પની પાર્ટીએ સાંભળવું પડ્યું. પ્રસ્તાવના પક્ષમાં 6 અને વિરોધમાં 93 વોટ પડ્યા. પન્સિલવેનિયા અંગે રિપબ્લિકન સાંસદ જો હેલે પહેલા જ સ્પષ્ટ કરી દીધું હતું કે તે વાંધો ઉઠાવશે. તેમણે આવું કર્યું પણ, પરંતુ તેમને પૂરતું સમર્થન ન મળ્યું
કેપિટલ હિલમાં હિંસા
બુધવારે ઈલેક્ટોરલ કોલેજના વોટોની ગણતરી અને બાઈડનની જીત પર મહોર લગાવવા માટે સંસદનાં બંને ગૃહો, એટલે કે સેનેટ અને HORની બેઠક શરૂ થઈ. આ દરમિયાન જ ટ્રમ્પ અને રિપબ્લિકન પાર્ટીના સેંકડો સમર્થકો સંસદની બહાર એકત્ર થયા. નેશનલ ગાર્ડ્સ અને પોલીસ તેમને સમજાવે એ પહેલાં જ કેટલાક લોકો અંદર ઘૂસી ગયા હતા. મોટે પાયે તોડફોડ કરવામાં આવી હતી. હિંસા થઈ. આ દરમિયાન ગોળીબાર પણ થયો. કોણે કર્યો, કેમ કર્યો? એ સ્પષ્ટ નથી, પણ એક મહિલાનું મોત થઈ ગયું.
હાલમાં શું થઈ રહ્યું છે?
બંને ગૃહોમાં હંગામો કરનારાઓને કાઢી મુકાયા છે. હંગામા દરમિયાન સાંસદોને સુરક્ષિત સ્થળે પહોંચાડી દેવાયા હતા. તેઓ ફરી ગૃહમાં પહોંચ્યા. સંસદની કાર્યવાહી ફરી શરૂ થઈ.
ટ્રમ્પનો સૌથી મોટો ફજેતો
પ્રેસિડેન્ટ ઈલેક્ટની જીત પર મહોર લગાવવા માટે કોંગ્રેસ એટલે કે અમેરિકન સંસદનું સંયુક્ત સત્ર બોલાવવામાં આવે છે. તેની અધ્યક્ષતા ઉપરાષ્ટ્રપતિ કરે છે. આ વખતે આ ખુરશી પર માઈક પેન્સ હતા. પેન્સ રિપબ્લિકન પાર્ટીના છે. ટ્રમ્પ પછી તેમનો જ નંબર આવે છે. તેઓ ટ્રમ્પના સમર્થકોની હરકતથી ગુસ્સામાં દેખાયા. તેમણે કહ્યું- આ અમેરિકન ઈતિહાસનો સૌથી કાળો દિવસ છે. હિંસાથી લોકતંત્રને દબાવી કે હરાવી શકાય નહીં. આ અમેરિકાની જનતાના વિશ્વાસનું કેન્દ્ર હતું, છે અને હંમેશાં રહેશે.
અમેરિકન સંસદમાં ફાયરિંગ
ન્યૂયોર્ક ટાઈમ્સે એક ફોટો દ્વારા જણાવ્યું છે કે જ્યારે ટ્રમ્પના સમર્થક સંસદમાં હિંસા આચરી રહ્યા હતા ત્યારે કેટલાક પોલીસ અધિકારીઓએ તોફાનીઓ સામે રિવોલ્વર તાકી હતી. એક મહિલાનું મોત થયું. જોકે એ સ્પષ્ટ નથી કે મહિલાનું મોત પોલીસની ગોળીથી થયું કે ફાયરિંગ ક્યાંક બીજેથી થયું હતું.
આર્મીના સ્પેશિયલ ગાર્ડ્સ તહેનાત
ઘટના પછી ડીસીમાં ઉપસ્થિત યુએસ આર્મીના સ્પેશિયલ યુનિટને બોલાવવામાં આવ્યું. માત્ર 20 મિનિટમાં તેમણે મોરચો સંભાળ્યો. બધું મળીને 1100 સ્પેશિયલ ગાર્ડ્સ હજુ પણ કેપિટલ હિલની બહાર અને અંદર તહેનાત છે. રાજધાનીમાં કર્ફ્યૂ છે.
ફેસબુકે ટ્રમ્પનો વિડિયો હટાવ્યો, ટ્વિટરે પ્રતિબંધ લગાવ્યો
વોશિંગ્ટનમાં હિંસા વચ્ચે ફેસબુકે ડોનાલ્ડ ટ્રમ્પનો એક વિડિયો સાઈટ પરથી હટાવી લીધો છે. આ વિડિયોમાં ટ્રમ્પ પોતાના સમર્થકોને સંબોધિત કરતાં દેખાય છે. ફેસબુકના વાઈસ-પ્રેસિડન્ટે કહ્યું હતું કે આવું કરવાથી હિંસા ઘટાડવામાં મદદ મળશે. જ્યારે, ટ્વિટરે પણ ટ્રમ્પનું અકાઉન્ટ સસ્પેન્ડ કરી દીધું હતું.
206 વર્ષ પછી અમેરિકી સંસદમાં થઈ હિંસા
યુએસ કેપિટલ હિસ્ટોરિકલ સોસાયટીના ડાયરેક્ટર સેમ્યુઅલ હોલિડેએ CNNને જણાવ્યું કે 24 ઓગસ્ટ 1814માં બ્રિટને અમેરિકા પર હુમલો કર્યો હતો. અમેરિકી સેનાની હાર પછી બ્રિટીશ સૈનિકોએ યુએસ કેપિટલમાં આગ લગાવી દિધી હતી. ત્યારથી અત્યાર સુધી એટલે કે 206 વર્ષમાં અમેરિકાની સંસદમાં આવો હુમલો થયો ન હતો.
અંતે વિવાદ કેમ થયો?
3 નવેમ્બરે રાષ્ટ્રપતિ ચૂંટણી થઈ. બાઈડનને 306 અને ટ્રમ્પને 232 વોટ મળ્યા. બધું જ સ્પષ્ટ હતું, તેમ છતાં ટ્રમ્પે હાર ન સ્વીકારી. તેમનો આરોપ છે કે વોટિંગ અન કાઉન્ટિંગમાં મોટા પાયે ગરબડ થઈ છે. ટ્રમ્પે અનેક રાજ્યોમાં કેસ કર્યા. જો કે મોટા ભાગે તેમના સમર્થકોની અપીલ ફગાવવામાં આવી. બે કેસમાં સુપ્રીમ કોર્ટે પણ અરજીને ફગાવી દિધી હતી. ટ્રમ્પ સુચક રીતે હિંસાની ધમકી આપતા રહ્યાં. બુધવારે થયેલી હિંસાએ સાબિત કરી દિધું કે સુરક્ષા એજન્સીઓ ટ્રમ્પના સમર્થકોનો પ્લાન સમજવામાં નિષ્ફળ રહી.
હિંસા આજે જ કેમ થઈ?
20 જાન્યુઆરીએ નવા રાષ્ટ્રપતિ જો બાઈડન શપથ ગ્રહણ કરશે. આ પહેલાં તેમની જીત પર અંતિમ મહોર લાગવાની હતી. તે માટે અમેરિકી સંસદનું સત્ર ચાલી રહ્યું છે. બુધવારે અહીં ઈલેક્ટોરલ કોલેજના વોટની ગણતરી થવાની હતી. ટ્રમ્પના સાંસદોએ કેટલીક જગ્યાએ આવેલા પરિણામો પર વાંધાઓ ઉઠાવ્યા હતા. તે અંગે ચર્ચા થવાની હતી. આ ચર્ચા પછી બહુમતીની સાથે બાઈડનની જીત પર મહોર લાગી હતી. આ કારણે જ ટ્રમ્પના સમર્થકોએ હિંસા માટે બુધવારનો દિવસ જ પસંદ કર્યો.
હિંસા કઈ રીતે ભડકી?
US કેપિટલની અંદર સાંસદ એકઠાં થયા હતા અને બહાર ટ્રમ્પના સમર્થકોની ભીડ વધી રહિ હતી. વોશિંગ્ટનના સમય મુજબ બુધવારે બપોરે 1 વાગ્યા પછી યુએસ કેપિટલની બહાર મૂકવામાં આવેલા બેરિકેડ્સને ટ્રમ્પ સમર્થકો તોડી નાંખ્યા. નેશનલ ગાર્ડસ અને પોલીસ તેમને સમજાવે તે પહેલાં જ કેટલાંક લોકો અંદર ઘૂસી ગયા. બપોરે દોઢ વાગ્યે કેપિટલની બહારના ભાગમાં મોટા પાયે હિંસા થવા લાગી. આ દરમિયાન ફાયરિંગ પણ થયું.
હિંસા ક્યારે રોકાઈ?
બપોરે 3 વાગ્યા સુધી ટ્રમ્પ સમર્થક સંસદની અંદર ઘૂસી ગયા હતા. સ્પેશિયલ ફોર્સના જવાન તેમના પર બંદૂક દેખાડતાં નજરે પડ્યા હતા. સમર્થકોએ સંસદની અંદર તોડફોડ કરી. કેટલાંક પ્રદર્શનકારીઓ હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સના સ્પીકર નેન્સી પેલોસીની ખુરસી પર જઈને બેસી ગયા હતા. બારીના કાચ તોડી નાંખ્યા. આર્ટ વર્કને લૂંટીને લઈ ગયા. બપોરે દોઢ વાગ્યાથી શરૂ થયેલી હિંસા 4 કલાક પછી સાંજે 5:30 વાગ્યે રોકાઈ જ્યારે સ્પેશિયલ ફોર્સ,મિલ્ટ્રી અને પોલીસે યુએસ કેપિટલના બંને ફ્લોર પરથી રમખાણ કરનારાઓને ભગાડી દિધા.
પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.